પૂર્વ PM દેવગૌડાનો પૌત્ર નોકરાણીના બળાત્કારમાં દોષિત:કોર્ટમાંથી રડતો-રડતો બહાર આવ્યો પ્રજ્વલ, આવતીકાલે સજાનું એલાન; પેનડ્રાઇવમાંથી અશ્લીલ વીડિયો મળ્યા હતા
બેંગલુરુની એક સ્પેશિયલ કોર્ટે શુક્રવારે JDSના પૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોકરાણીના બળાત્કારકેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટ શનિવારે સજા સંભળાવશે. કોર્ટનો ચુકાદો જાહેર થયો ત્યારે રેવન્ના ભાવુક થઈ ગયો અને રડતાં રડતાં કોર્ટમાંથી બહાર આવ્યો હતો. રેવન્નાના પરિવારના ફાર્મહાઉસમાં કામ કરતી 47 વર્ષીય એક મહિલાએ ગયા વર્ષે એપ્રિલમાં રેવન્ના સામે એફઆઈઆર નોંધાવી હતી. મહિલાએ રેવન્ના પર 2021થી ઘણી વખત રેપ કરવાનો અને જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપવાના આરોપ લગાવ્યો હતો. કોર્ટે 18 જુલાઈના રોજ આ કેસની સુનાવણી પૂર્ણ કરી હતી. રેવન્ના વિરુદ્ધ બળાત્કાર, ગુનાહિત ધાકધમકી અને અશ્લીલ તસવીરો વાઇરલ કરવા સહિત વિવિધ કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. તેની સામે બળાત્કારના કુલ 4 કેસ નોંધાયેલા છે. આ પહેલો કેસ છે, જેમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. પ્રજ્વલ પર અનેક મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ ગયા વર્ષે કર્ણાટકમાં મહિલાઓનું જાતીય શોષણ સામે આવ્યા બાદ પ્રજ્વલ રેવન્નાનું નામ ચર્ચામાં આવ્યું હતું. તેના પર 50થી વધુ મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. અત્યારસુધીમાં તેની સામે બળાત્કાર, છેડતી, બ્લેકમેઇલિંગ અને ધમકી આપવાના આરોપમાં 4 FIR નોંધાઈ છે. ગયા વર્ષે રેવન્નાની 2,000થી વધુ અશ્લીલ વીડિયો-ક્લિપ્સ તેમના સોશિયલ મીડિયા પર સામે આવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં રેવન્નાએ કર્ણાટકની હસન સંસદીય બેઠક પરથી બીજી વખત ચૂંટણી લડી હતી, પરંતુ તે તેની સાંસદ બેઠક બચાવી શક્યો નહતો. તેની સામે કેસ નોંધાયા બાદ JDSએ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કર્યો હતો. કર્ણાટક સેક્સ સ્કેન્ડલ શું છે? પ્રજ્વલ દેશ છોડીને 35 દિવસ સુધી ગુમ રહ્યો, એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ કર્ણાટક સેક્સકૌભાંડમાં નામ આવ્યા પહેલાં પ્રજ્વલ રેવન્ના 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વ્યસ્ત હતો. તે કર્ણાટકની હસન બેઠક પરથી વર્તમાન સાંસદ હતો. તે અહીંથી 2024ની લોકસભા ચૂંટણી પણ લડી રહ્યો હતો. હસન લોકસભા બેઠક માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન તે જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલો હતો. ચૂંટણીના બીજા દિવસે, 27 એપ્રિલે, પ્રજ્વલ દેશ છોડીને જર્મની ગયો. ત્યાર બાદ 35 દિવસ પછી 31 મેના રોજ જ્યારે તે જર્મનીથી ભારત પહોંચ્યો ત્યારે પોલીસે તેની બેંગલુરુ એરપોર્ટ પરથી જ ધરપકડ કરી. પ્રજ્વલે 27 મેના રોજ વીડિયો જાહેર કર્યો હતો કર્ણાટક સેક્સકૌભાંડના આરોપી પ્રજ્વલ રેવન્નાએ 27 મે, 2024ના રોજ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું- 'હું 31 મે, 2024ના રોજ SIT સમક્ષ હાજર થઈશ. મારા પરના બધા આરોપો ખોટા છે. મને કોર્ટમાં વિશ્વાસ છે અને હું માનું છું કે હું કોર્ટ દ્વારા ખોટા કેસમાંથી બહાર આવીશ.' દાદા દેવગૌડાએ ભારત પાછા ફરવાની ચેતવણી આપી હતી પ્રજ્વલના ભારત પાછા ફરવાનાં નિવેદનનો વીડિયો 23 મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને તેમના દાદાની ચેતવણીના 3 દિવસ પછી આવ્યો હતો. દેવગૌડાએ કહ્યું હતું કે પ્રજ્વલે ભારત પાછા ફરવું જોઈએ અને તપાસનો સામનો કરવો જોઈએ. આ કેસની તપાસમાં અમારા પરિવાર તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં. દેવેગૌડાએ કહ્યું હતું કે હું પ્રજ્વલને વિનંતી નથી કરી રહ્યો, પરંતુ તેને ચેતવણી આપી રહ્યો છું. જો તે આ ચેતવણી નહીં સાંભળે તો તેને મારા અને આખા પરિવારના રોષનો સામનો કરવો પડશે. કાયદો તેની સામેના આરોપોની તપાસ કરશે, પરંતુ જો તે મારી વાત નહીં સાંભળે તો અમે તેને એકલો છોડી દઈશું. પ્રજ્વલે કહ્યું- હું મારાં માતા-પિતા, દાદાની માફી માગું છું એક કન્નડ ટીવી ચેનલને મોકલવામાં આવેલા એક વીડિયોમાં પ્રજ્વલે કહ્યું હતું કે સૌપ્રથમ હું મારા માતાપિતા, મારા દાદા, કુમારસ્વામી અને મારા પક્ષના કાર્યકરો અને રાજ્યના લોકો પાસે માફી માગું છું. હું ક્યાં છું એ હું કહેતો નથી. જ્યારે 26મી (એપ્રિલ)ના રોજ ચૂંટણી યોજાઈ હતી ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો. ત્યારે કોઈ SITની રચના કરવામાં આવી ન હતી. મારી વિદેશયાત્રા પહેલાંથી જ નક્કી હતી. તો મને યુટ્યૂબ અને સમાચાર દ્વારા તેના વિશે ખબર પડી, પછી મને મારા એક્સ એકાઉન્ટ દ્વારા SIT તરફથી નોટિસ પણ આપવામાં આવી. મારી પાસે હાજર થવા માટે 7 દિવસ છે.

What's Your Reaction?






