Editor's View: 'સાચા ભારતીય હોત તો આવું ના કરત':સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા, સેનાના અપમાન મુદ્દે ચાર વેધક સવાલ, જાણો વિવાદનો પૂરો અધ્યાય

આ વાત 16 ડિસેમ્બર 2022ની છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલતી હતી. એ દરમિયાન રાજસ્થાનમાં એક પ્રેસ-કોન્ફરન્સ કરી. એમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોની પિટાઈ કરે છે. લોકો 'ભારત જોડો યાત્રા' વિશે સવાલો કરે છે પણ એ ક્યારેય નથી પૂછતા કે આખરે ચીનના 2000 ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્ર પર કબજો કેવી રીતે કરી લીધો? અરૂણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોની પિટાઈ કેવી રીતે થઈ? રાહુલ ગાંધીએ આ સવાલ ઉઠાવ્યા હતા તે હવે તેમને નડી રહ્યા છે. રાહુલ ગાંધીએ ભારતીય સેનાનું અપમાન કર્યું, તેવી ફરિયાદ પહેલાં અલાહાબાદ હાઈકોર્ટમાં ને પછી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હતી જેમાં ન્યાયાધિશે રાહુલ ગાંધી અને તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીની ઝાટકણી કાઢી હતી. નમસ્કાર, રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદની સુપ્રીમમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી માટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી. આ માત્ર રાહુલ ગાંધી માટે નહિ, દરેક નેતા માટે મેસેજ છે કે ચૂંટણી પ્રચારમાં કે પછી જાહેર સભાઓમાં માણસોને જોઈને બેફામ વાણી વિલાસ કરવા લાગે છે તેમાં કાબૂ તો હોવો જોઈએ. કોંગ્રેસ અહીં જ નબળી પડે છે. જ્યારે જ્યારે ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરે છે ત્યારે કોંગ્રેસ કાયદાકીય પગલાં લેતી નથી. કોંગ્રેસની આ જ નબળી કડી છે. પહેલા જાણો કે મામલો શું છે... રાહુલ ગાંધીએ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ના ભૂતપૂર્વ ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે રાહુલના નિવેદન પર લખનૌની MP/MLA કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ વર્ષે 29 મેના રોજ અલાહાબાદ હાઇકોર્ટે ગાંધીની અરજી ફગાવી દીધી હતી અને સમન્સ મોકલ્યું હતું. અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ ટિપ્પણી કરી હતી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની પણ કેટલીક મર્યાદાઓ હોય છે અને તેમાં ભારતીય સેનાને બદનામ કરતા નિવેદનો તો બિલકુલ ન હોવા જોઈએ. એ પછી રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનનો આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જ્યાં સોમવારે (4 ઓગસ્ટે) સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં શું-શું થયું? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે રાહુલ ગાંધી તો હાજર નહોતા પણ તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. તેમણે રાહુલ ગાંધી વતી ઘણી દલીલો કરી હતી. સિંઘવીએ દલીલ કરી કે જો કોઈ વિપક્ષી નેતાને મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી ન હોય તો આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ કહેવાય...એ વાત સાચી કે અરજદાર (રાહુલ) પોતાનું નિવેદન વધુ સારી રીતે રજૂ કરી શક્યા હોત, પણ પ્રશ્નો ઉઠાવવા બદલ તેમને હેરાન કરવાનો પ્રયાસ છે, પ્રશ્નો ઉઠાવવા એ તો વિપક્ષી નેતાનું કર્તવ્ય છે. જસ્ટિસ દત્તાએ પૂછ્યું, 'તમારે (રાહુલ ગાંધીએ) જે કંઈ કહેવું હોય, તે તમે સંસદમાં કેમ નથી કહેતા? તમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ બધું કેમ કહેવું પડે છે?' સિંઘવીએ કહ્યું હતું કે જો તેઓ (રાહુલ ગાંધી) પ્રેસમાં પ્રકાશિત થતી આ વાતો કહી શકતા નથી, તો તેઓ વિપક્ષના નેતા ન હોઈ શકે.' કોર્ટને આ વાત ગમી નહોતી. રાહુલ ગાંધીએ અગાઉ જે નિવેદન આપ્યું હતું તેનાથી નારાજગી વ્યક્ત કરતાં જસ્ટિસ દત્તાએ પૂછ્યું, 'ડો. સિંઘવીને જણાવો, તમને કેવી રીતે ખબર પડી કે 2000 ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્રમાં ચીનીઓએ કબજે કર્યો છે? શું તમે ત્યાં હાજર હતા? શું તમારી પાસે કોઈ ક્રેડિબલ મટીરિયલ છે? જસ્ટિસ દત્તાએ આગળ કહ્યું, જો તમે સાચા ભારતીય હોત તો તમે આ બધું ન કહી રહ્યા હોત. આના પર સિંઘવીએ કહ્યું, કોઈ સાચો ભારતીય એવું પણ કહે કે આપણા 20 સૈનિકોને માર મારવામાં આવ્યો હતો અને આ ચિંતાનો વિષય છે. સિંઘવીએ રાહુલ વતી ધારદાર દલીલ કરતાં કહ્યું કે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની કોઈ જરૂર નથી. કેસમાં સંજ્ઞાન લેતા પહેલાં તેમને કોઈ કુદરતી ન્યાય આપવામાં આવ્યો નથી. આ બેન્ચે ક્યા ટોનમાં આ પ્રશ્નો પૂછ્યા છે તે સમજી શકાય છે. સિંઘવીએ હાઈકોર્ટની દલીલ પર પ્રશ્ન ઉઠાવ્યો કે આ કેસમાં ફરિયાદી વ્યક્તિ 'પીડિત' નથી, છતાં 'અપમાનિત વ્યક્તિ' છે. બેન્ચ આ પોઈન્ટ પર વિચાર કરવા સંમત થઈ. અને અલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકારતી રાહુલ ગાંધીની અરજી પર નોટિસ જાહેર કરી. રાહુલ ગાંધીએ એવી અરજી કરી હતી કે અલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. એટલે કે, સુપ્રીમ કોર્ટે કહી દીધું કે, કાર્યવાહી રદ્દ નહિ થાય. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ઉત્તર પ્રદેશ સરકાર અને ફરિયાદીને પણ નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને હાલ પૂરતી રાહત આપી છે અને નીચલી કોર્ટમાં માનહાનિના કેસની કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. હવે ત્રણ અઠવાડિયા પછી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી કર્યા પછી એવું કહ્યું કે, હવે પછીની સુનાવણી ત્રણ અઠવાડિયાં પછી કરવામાં આવશે. સુપ્રીમે રાહુલ ગાંધીને શું-શું કહ્યું? રાહુલ ગાંધીના કેસની ટાઈમ લાઈન ત્રણ મહિના પહેલાં પણ રાહુલે આ વાત દોહરાવી, પણ જમીનનું માપ ડબલ થઈ ગયું !! ભારત-ચીન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી થઈ હતી. એ નિમિત્તે 3 એપ્રિલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીને આપણા 4 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો છે, પરંતુ મને એ જોઈને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ (વિક્રમ મિશ્રી) ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. અમે સામાન્ય સ્થિતિની વિરુદ્ધમાં નથી, પરંતુ તે પહેલાં આપણને આપણી જમીન પાછી મળવી જોઈએ. મને ખબર પડી છે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ચીની રાજદૂતને પત્ર લખ્યો છે અને અમે અન્ય લોકો પાસેથી પણ આ વાત જાણી રહ્યા છીએ. ચીની રાજદૂત ભારતના લોકોને કહી રહ્યા છે કે તેમને પત્ર લખાયો છે. સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ભાજપ ગેલમાં આવી ગયો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ફટકાર લગાવ્યા બાદ ભાજપ લોબી ગેલમાં છે. ભાજપને તો ભાવતું'તું ને વૈદ્યે બતાવ્યું. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને સટાસટી બોલાવી છે. કોંગ્રેસે શું કહ્યું? કોંગ્રેસના સાંસદ અને પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચ

Aug 5, 2025 - 16:48
 0
Editor's View: 'સાચા ભારતીય હોત તો આવું ના કરત':સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા, સેનાના અપમાન મુદ્દે ચાર વેધક સવાલ, જાણો વિવાદનો પૂરો અધ્યાય
આ વાત 16 ડિસેમ્બર 2022ની છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલતી હતી. એ દરમિયાન રાજસ્થાનમાં એક પ્રેસ-કોન્ફરન્સ કરી. એમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોની પિટાઈ કરે છે. લોકો 'ભારત જોડો યાત્રા' વિશે સવાલો કરે છે પણ એ ક્યારેય નથી પૂછતા કે આખરે ચીનના 2000 ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્ર પર કબજો કેવી રીતે કરી લીધો? અરૂણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોની પિટાઈ કેવી રીતે થઈ? રાહુલ ગાંધીએ આ સવાલ ઉઠાવ્યા હતા તે હવે તેમને નડી રહ્યા છે. રાહુલ ગાંધીએ ભારતીય સેનાનું અપમાન કર્યું, તેવી ફરિયાદ પહેલાં અલાહાબાદ હાઈકોર્ટમાં ને પછી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હતી જેમાં ન્યાયાધિશે રાહુલ ગાંધી અને તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીની ઝાટકણી કાઢી હતી. નમસ્કાર, રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદની સુપ્રીમમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી માટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી. આ માત્ર રાહુલ ગાંધી માટે નહિ, દરેક નેતા માટે મેસેજ છે કે ચૂંટણી પ્રચારમાં કે પછી જાહેર સભાઓમાં માણસોને જોઈને બેફામ વાણી વિલાસ કરવા લાગે છે તેમાં કાબૂ તો હોવો જોઈએ. કોંગ્રેસ અહીં જ નબળી પડે છે. જ્યારે જ્યારે ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરે છે ત્યારે કોંગ્રેસ કાયદાકીય પગલાં લેતી નથી. કોંગ્રેસની આ જ નબળી કડી છે. પહેલા જાણો કે મામલો શું છે... રાહુલ ગાંધીએ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ના ભૂતપૂર્વ ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે રાહુલના નિવેદન પર લખનૌની MP/MLA કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ વર્ષે 29 મેના રોજ અલાહાબાદ હાઇકોર્ટે ગાંધીની અરજી ફગાવી દીધી હતી અને સમન્સ મોકલ્યું હતું. અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ ટિપ્પણી કરી હતી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની પણ કેટલીક મર્યાદાઓ હોય છે અને તેમાં ભારતીય સેનાને બદનામ કરતા નિવેદનો તો બિલકુલ ન હોવા જોઈએ. એ પછી રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનનો આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જ્યાં સોમવારે (4 ઓગસ્ટે) સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં શું-શું થયું? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે રાહુલ ગાંધી તો હાજર નહોતા પણ તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. તેમણે રાહુલ ગાંધી વતી ઘણી દલીલો કરી હતી. સિંઘવીએ દલીલ કરી કે જો કોઈ વિપક્ષી નેતાને મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી ન હોય તો આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ કહેવાય...એ વાત સાચી કે અરજદાર (રાહુલ) પોતાનું નિવેદન વધુ સારી રીતે રજૂ કરી શક્યા હોત, પણ પ્રશ્નો ઉઠાવવા બદલ તેમને હેરાન કરવાનો પ્રયાસ છે, પ્રશ્નો ઉઠાવવા એ તો વિપક્ષી નેતાનું કર્તવ્ય છે. જસ્ટિસ દત્તાએ પૂછ્યું, 'તમારે (રાહુલ ગાંધીએ) જે કંઈ કહેવું હોય, તે તમે સંસદમાં કેમ નથી કહેતા? તમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ બધું કેમ કહેવું પડે છે?' સિંઘવીએ કહ્યું હતું કે જો તેઓ (રાહુલ ગાંધી) પ્રેસમાં પ્રકાશિત થતી આ વાતો કહી શકતા નથી, તો તેઓ વિપક્ષના નેતા ન હોઈ શકે.' કોર્ટને આ વાત ગમી નહોતી. રાહુલ ગાંધીએ અગાઉ જે નિવેદન આપ્યું હતું તેનાથી નારાજગી વ્યક્ત કરતાં જસ્ટિસ દત્તાએ પૂછ્યું, 'ડો. સિંઘવીને જણાવો, તમને કેવી રીતે ખબર પડી કે 2000 ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્રમાં ચીનીઓએ કબજે કર્યો છે? શું તમે ત્યાં હાજર હતા? શું તમારી પાસે કોઈ ક્રેડિબલ મટીરિયલ છે? જસ્ટિસ દત્તાએ આગળ કહ્યું, જો તમે સાચા ભારતીય હોત તો તમે આ બધું ન કહી રહ્યા હોત. આના પર સિંઘવીએ કહ્યું, કોઈ સાચો ભારતીય એવું પણ કહે કે આપણા 20 સૈનિકોને માર મારવામાં આવ્યો હતો અને આ ચિંતાનો વિષય છે. સિંઘવીએ રાહુલ વતી ધારદાર દલીલ કરતાં કહ્યું કે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની કોઈ જરૂર નથી. કેસમાં સંજ્ઞાન લેતા પહેલાં તેમને કોઈ કુદરતી ન્યાય આપવામાં આવ્યો નથી. આ બેન્ચે ક્યા ટોનમાં આ પ્રશ્નો પૂછ્યા છે તે સમજી શકાય છે. સિંઘવીએ હાઈકોર્ટની દલીલ પર પ્રશ્ન ઉઠાવ્યો કે આ કેસમાં ફરિયાદી વ્યક્તિ 'પીડિત' નથી, છતાં 'અપમાનિત વ્યક્તિ' છે. બેન્ચ આ પોઈન્ટ પર વિચાર કરવા સંમત થઈ. અને અલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકારતી રાહુલ ગાંધીની અરજી પર નોટિસ જાહેર કરી. રાહુલ ગાંધીએ એવી અરજી કરી હતી કે અલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. એટલે કે, સુપ્રીમ કોર્ટે કહી દીધું કે, કાર્યવાહી રદ્દ નહિ થાય. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ઉત્તર પ્રદેશ સરકાર અને ફરિયાદીને પણ નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને હાલ પૂરતી રાહત આપી છે અને નીચલી કોર્ટમાં માનહાનિના કેસની કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. હવે ત્રણ અઠવાડિયા પછી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી કર્યા પછી એવું કહ્યું કે, હવે પછીની સુનાવણી ત્રણ અઠવાડિયાં પછી કરવામાં આવશે. સુપ્રીમે રાહુલ ગાંધીને શું-શું કહ્યું? રાહુલ ગાંધીના કેસની ટાઈમ લાઈન ત્રણ મહિના પહેલાં પણ રાહુલે આ વાત દોહરાવી, પણ જમીનનું માપ ડબલ થઈ ગયું !! ભારત-ચીન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી થઈ હતી. એ નિમિત્તે 3 એપ્રિલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીને આપણા 4 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો છે, પરંતુ મને એ જોઈને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ (વિક્રમ મિશ્રી) ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. અમે સામાન્ય સ્થિતિની વિરુદ્ધમાં નથી, પરંતુ તે પહેલાં આપણને આપણી જમીન પાછી મળવી જોઈએ. મને ખબર પડી છે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ચીની રાજદૂતને પત્ર લખ્યો છે અને અમે અન્ય લોકો પાસેથી પણ આ વાત જાણી રહ્યા છીએ. ચીની રાજદૂત ભારતના લોકોને કહી રહ્યા છે કે તેમને પત્ર લખાયો છે. સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ભાજપ ગેલમાં આવી ગયો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ફટકાર લગાવ્યા બાદ ભાજપ લોબી ગેલમાં છે. ભાજપને તો ભાવતું'તું ને વૈદ્યે બતાવ્યું. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને સટાસટી બોલાવી છે. કોંગ્રેસે શું કહ્યું? કોંગ્રેસના સાંસદ અને પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું, 'મેં હજુ સુધી સંપૂર્ણ સુનાવણી વાંચી નથી... સરકાર સિવાય કોઈ પણ પાસે એકદમ સચોટ આંકડા હોઈ શકે નહીં. પરંતુ કોઈ રાજકીય પક્ષના સભ્યને રાષ્ટ્રીય મુદ્દાઓ પર બોલતા અટકાવવા, તે પણ કોઈ નક્કર પુરાવા વિના, મારા મતે આપણા લોકશાહી પર એક પ્રકારનો પ્રતિબંધ છે. છેલ્લે, જે કાર્તિ ચિદમ્બરમ ગાઈ-વગાડીને રાહુલ ગાંધીની તરફેણ કરે છે તે પોતે અત્યારે જામીન પર છે અને મજાની વાત એ છે કે તેમના પર ઈડીએ એવો આરોપ લગાવ્યો છે કે કાર્તિ ચિદમ્બરમે 263 ચીની નાગરિકોને વિઝા આપાવી દેવા 50 લાખની લાંચ લીધી હતી. અહિયાં પણ ચીન કનેક્શન નીકળ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow