જૂનાગઢમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:વિદ્યાર્થીઓ દ્વારા ઋષિ-મુનિના વેશમાં શ્લોકો અને સંસ્કૃતમાં ગરબાની રજૂઆતથી ભાવવિભોર વાતાવરણ સર્જાયું

અવિભાજ્ય ભારતીય સંસ્કૃતિની સ્મૃતિરૂપ અને વૈદિક પરંપરાની ધ્વજવાહક સંસ્કૃત ભાષાના ગૌરવગાન માટે આજે જૂનાગઢ શહેરમાં ભવ્ય “સંસ્કૃત ગૌરવ યાત્રા” યોજાઈ હતી. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં શરૂ થયેલી વિવિધ પ્રવૃત્તિઓના પ્રારંભે આજે આ યાત્રા સ્થાનિક સરકારી ગર્લ્સ હાઇસ્કુલથી શરૂ થઈ અને બહાઉદ્દીન કોલેજ સુધી ગઈ હતી. યાત્રામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા આ યાત્રાને ઈન્ચાર્જ કલેક્ટર તથા જુનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર અને જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિદ્યાલય સંચાલકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સંસ્કૃત વેશભૂષા અને શ્લોકોના ગૂંજથી માર્ગ ગુંજી ઉઠ્યો યાત્રાની વિશિષ્ટતા એ રહી કે, વિદ્યાર્થીઓ ઋષિ-મુનિઓ, દેવતાઓ તથા ભારતની ઐતિહાસિક સંસ્કૃતિ દર્શાવતી વિવિધ પાત્રોની વેશભૂષામાં શોભી ઉઠ્યા હતા. યાત્રા દરમિયાન સંસ્કૃતમાં શ્લોકો, સ્તોત્રો તથા સૂત્રોચ્ચારના મંગલધ્વનિથી સમગ્ર માર્ગનો માહોલ આધ્યાત્મિક બની ગયો હતો. વિદ્યાર્થિનીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં ગવાયેલ ગરબાએ તો યાત્રામાં કળાત્મક સ્પર્શ ઉમેર્યો હતો. સંસ્કૃત અભ્યાસ અને ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ અને શિક્ષણ વિભાગના સહયોગથી આયોજિત સંસ્કૃત સપ્તાહ અંતર્ગત 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત શ્લોક ગાન, સ્તોત્ર ગાન, સંસ્કૃત વક્તૃત્વ સ્પર્ધા, કવિ સંમેલન જેવી સ્પર્ધાઓ યોજાઈ રહી છે. 7 ઓગસ્ટે "સંસ્કૃત સંભાષણ દિન" અને 8 ઓગસ્ટે "સંસ્કૃત સાહિત્ય દિન" પણ ઉજવાશે. રક્ષાબંધન – હવે સંસ્કૃત દિવસ તરીકે ઉજવાશે રાજ્ય સરકારે રક્ષાબંધનના પાવન દિવસે “સંસ્કૃત દિવસ” તરીકે ઉજવવાની અનોખી પહેલ કરી છે. તેનું મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવું, નવા પેઢીમાં સંસ્કૃત ભાષા માટે રૂચિ જમાવવી અને આ અત્યંત ઐતિહાસિક ભાષાનું સંરક્ષણ કરવું છે. નવી શિક્ષણ નીતિ મુજબ હવે ધોરણ 5 થી 12 માં શ્રીમદ્ ભગવદ ગીતા ના શ્લોકોનું અધ્યયન ફરજિયાત બનાવાયું છે. સંસ્કૃત એટલે માત્ર ભાષા નહીં, સંસ્કૃતિનું મૂળ સંસ્કૃત એ માત્ર ભાષા નહીં પરંતુ ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને આત્મચેતનાનું મૂળ છે. યાત્રાની સાથે સંસ્કૃત ભાષાની વૈદિક સમૃદ્ધિ, તેના પ્રાચીન સાહિત્ય અને આધ્યાત્મિક ઊંડાણ અંગે સમજૂતી આપવામાં આવી. આ યાત્રા એ દર્શાવે છે કે ગુમ થતી સંસ્કૃતિ અને ભાષાને પુનર્જીવિત કરવા આજે પણ લોકો ઉત્સાહભેર જોડાઈ શકે છે. ભાષાના ગૌરવના પુનર્જાગરણ માટેનું સંકલ્પ સંસ્કૃત ગૌરવ યાત્રા એ માત્ર યાત્રા નહોતી, પણ ભાષાના ગૌરવના પુનર્જાગરણ માટેનું સંકલ્પ હતું — જૂનાગઢે આજે તેની સાકારતા દર્શાવી.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow