માંડવીના ત્રગડી પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:LCBએ ₹41.45 લાખની કિંમતનો અંગ્રેજી દારૂ અને બિયર સાથે 9 વાહનો જપ્ત કર્યા

કચ્છના માંડવી તાલુકાના ત્રગડી ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી), પશ્ચિમ કચ્છ-ભુજે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠીની સૂચના અનુસાર ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો. સ્ટાફના મુળરાજભાઇ ગઢવી અને લીલાભાઇ દેસાઇને મળેલી બાતમી પરથી ત્રગડી ગામની દક્ષિણ બાજુના સીમ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડામાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1,632 બોટલો કિંમત ₹17,79,600 અને 10,752 બિયરના ટીન કિંમત ₹23,65,440 મળી આવ્યા હતા. આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા (ત્રગડી), જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા (ખાનાય), નિલેશસિંહ નવુભા જાડેજા, સંજયસિંહ નવુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા (ત્રગડી) સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓમાંથી યુવરાજસિંહ અને જીતુભા લિસ્ટેડ બુટલેગર છે. પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા 9 વાહનો પણ જપ્ત કર્યા છે. આમાં મહેન્દ્રા બોલેરો મેક્સ પ્લસ, મહેન્દ્રા બોલેરો પિકઅપ, ટાટા ઇન્ટ્રા પિકઅપ, હ્યુન્ડાઈ ક્રેટા, ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, મહેન્દ્રા બોલેરો પાવર પ્લસ અને બે મોટરસાઇકલનો સમાવેશ થાય છે. આ વાહનોની કિંમત ₹60.20 લાખ આંકવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹1 કરોડ 1 લાખ 65 હજાર 40 છે. આરોપીઓ હાજર મળ્યા ન હતા અને તેમની શોધખોળ ચાલુ છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow