અમદાવાદના બોપલમાં ફાયરિંગ, રાજકોટના શેરબ્રોકરનું રહસ્યમય મોત:બનાવ પહેલાં મુલાકાત કરનારા બે શખસ કોણ?, હથિયાર પણ ગાયબ; પોલીસને સવા કલાક પછી જાણ કરાતાં રહસ્ય ઘેરાયું

અમદાવાદના બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ નજીક આવેલા શિવાલિક રો હાઉસમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી છે. મૂળ રાજકોટના અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં રહેતા કલ્પેશ ટુડિયાના લમણે ગોળી વાગતા મોત નિપજ્યું છે. મંગળવારે રાત્રિના પોણા નવ વાગ્યે બનેલા આ બનાવ અંગે બોપલ પોલીસને સવા કલાક મોડી જાણ થતા બનાવને લઈ અનેક શંકાઓ ઉભી થઈ છે.પોલીસને મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી છે પરંતુ, જે હથિયારથી ફાયરિંગ થયું છે તે હથિયાર ગાયબ છે. આ બનાવ બન્યો તે પહેલા જે બે અજાણ્યા લોકોએ કલ્પેશ ટુડિયા સાથે અંદાજિત એક કલાક સુધી મુલાકાત કરી હતી તે બંને લોકો ગાયબ થઈ ગયા છે. પોલીસે હાલ તેઓની ઓળખ મેળવી શોધખોળ શરૂ કરી છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ રહસ્ય ઘેરાયું છે. પોલીસ અલગ અલગ કડીઓ જોડી ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. બોપલના શિવાલિક રો હાઉસનો બનાવ મૂળ રાજકોટના અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં રહેતા અને શેરબ્રોકિંગના વ્યવસાય સાથે સંકલાયેલા કલ્પેશ ટુડિયા તેમની દીકરી અને માતા સાથે બોપલના કબીર એન્કલેવ નજીક આવેલા શિવાલિક રો હાઉસમાં ભાડાના મકાનમાં રહે છે. મંગળવારે(5 ઓગસ્ટે) રાત્રિના સમયે કલ્પેશ ટુડિયા અને તેમની 14 વર્ષીય દીકરી પોતાના ઘર પર હાજર હતી. ત્યારે પિતાએ દીકરીને કહ્યું હતું કે, બે લોકો મળવા માટે આવશે. જે આવે તો મને જાણ કરજે. રાત્રિના સમયે બે અજાણ્યા શખ્સો વ્હાઈટ કલરની કારમાં કલ્પેશ ટુડિયાને મળવા આવ્યા હતા. કલ્પેશ ટુડિયા અને બે શખ્સો વચ્ચે અંદાજે એક કલાક જેવી વાતચીત ચાલી હતી. બનાવ બાદ દીકરીએ વીડિયો કોલ કરી માતાને જાણ કરી કલ્પેશ ટુડિયા અને બંને લોકો નીચે ઉતર્યા હતા. આ સમયે કલ્પેશ કારમાંથી કોઈ વસ્તુ લઈ ફરી પોતાના ઘરમાં ગયા હતા. થોડીવારમાં જ ફાયરિંગનો અવાજ આવતા નીચે લેશન કરી રહેલી દીકરી ઉપર જતા પિતા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જેથી દીકરીએ વીડિયો કોલ કરી માતાને જાણ કરી હતી અને પિતાની સ્થિતિ બતાવી હતી. માતા પણ તુરંત ઘરે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં રહેલા કલ્પેશ ટુડિયાને તુરંત વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોણા નવ વાગ્યે બનેલા બનાવની પોલીસને 10 વાગ્યે જાણ થઈ! બોપલ જેવા સતત ધમધમતા વિસ્તારમાં રાત્રિના પોણા નવ વાગ્યાના સમયે બનેલી આ ઘટના અંગે બોપલ પોલીસને સવા કલાક પછી 10 વાગ્યે જાણ થઈ હતી. તે પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. બોપલ પોલીસની એક ટીમ તુરંત ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી હતી. જો કે, પોલીસને ઘટનાસ્થળેથી ખાલી કેસ અને બુલેટ મળી આવ્યું હતું. જો કે, હથિયાર ગાયબ હતું. ફાયરિંગના બનાવ બાદ બંને લોકો ઉપર ગયા અને પછી નીકળી ગયા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે ફાયરિંગનો બનાવ બન્યો ત્યારે જે બે લોકો કલ્પેશ ટુડિયાને મળવા આવ્યા તેઓ નીચે જ ઉભા હતા. ફાયરિંગનો અવાજ સંભળાતા તેઓ ઉપર ગયા હતા. ત્યારબાદ ત્યાંની સ્થિતિ જોઈને રવાના થઈ ગયા હતા. પોલીસે આ બંને શખ્સો જે કારમાં આવ્યા હતા તેની અને બંને શખ્સોની ઓળખ કરી લીધી છે. કલ્પેશ ટુડિયાની કાર પર રાઈફલનું ચિત્ર, વાહનોના નંબર પણ 303 કલ્પેશ ટુડિયા કોઈ લાઈસન્સ વેપન્સ ધરાવતા ન હોવાની વિગતો સામે આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે, ફાયરિંગના બનાવમાં વપરાયેલું હથિયાર ક્યાંથી આવ્યું અને બનાવ બાદ હથિયાર ક્યાં ગયું? કલ્પેશ ટુડીયાની થાર પર રાયફલ અને 303 લખેલું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેના ઘરમાં પાર્ક થયેલા વાહનના નંબર પણ 303 જોવા મળી રહ્યા છે. શું કહી રહી છે પોલીસ? આ બનાવ અંગે આજે (6 ઓગસ્ટે) અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. ડીવાયએસપીએ કહ્યું હતું કે, મંગળવારે રાત્રિના પોણા નવ વાગ્યે બનાવ બન્યા બાદ 10 વાગ્યે હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના ખિસ્સામાંથી જે નોટ મળી આવી છે, તે મૃતકે જ લખેલી છે કે નહીં તેની તપાસ માટે FSLમાં મોકલાશે. સુસાઈડ નોટમાં જે વ્યકિતના નામનો ઉલ્લેખ કરાયો છે તેની પોલીસ તપાસ કરી રહી છે. જે બે લોકો રાત્રિના સમયે મળવા આવ્યા હતા તેને અને મૃતકને કોઈ જૂનો સંબંધ નથી. બનાવ બન્યો તે જ દિવસે વાતચીત થઈ હોવાનું જણાઈ આવે છે. બનાવ અનુસંધાને જ મીટીંગ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં લાગે છે. ફાયરિંગના બનાવ બાદ ઘરમાં ફડેલા લોહીને સાફ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. અનેક શંકાઓથી ઘેરાયેલા આ બનાવ મામલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આ બનાવ આત્મહત્યાનો છે કે, હત્યાનો તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમની ઘટનાઓના આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત સુરત બાદ અમદાવાદમાં પણ લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. મૂળ રાજકોટ જસદણના અને હાલમાં દાણીલીમડા પોલીસલાઇનમાં રહેતા પોલીસકર્મચારી મુકેશભાઈ પરમારનું મહિલા પોલીસકર્મચારી સાથે અફેર ચાલતું હતું. તેઓ થોડા દિવસ પોતાની પત્ની જોડે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા. આ બાબતે મૃતક પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. આ મામલે 4 ઓગસ્ટે મામલો ઉગ્ર બનતાં તેમને પહેલા પત્ની સંગીતાબેનને હેલ્મેટ માર્યું, બાદમાં પત્નીએ પતિને ઘોડિયાનો પાયો મારતાં તેમનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પત્નીએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ લીધો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) 8 કરોડની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું અમદાવાદમાં ગત 11 જુલાઈની મોડીરાત્રે 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ હતી. બિલ્ડરે રૂપિયા માગતાં પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી, જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી. પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના બનતાં ગેંગવોર જેવી સ્થિતી સર્જાઇ હતી.(સંપૂર્ણ સમાચાર વાંચો)

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow