ચીને આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ માટે નવું સંગઠન બનાવ્યું:ઈન્ટરનેશલ કોર્ટનો વિકલ્પ માનવામાં આવી રહ્યું; PAK-ક્યુબા સહિત 33 દેશો સભ્ય બન્યા

ચીને શુક્રવારે આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ માટે એક નવું સંગઠન બનાવ્યું. તેનું નામ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મેડિએશન (IOMed) છે. તેને ઈન્ટરનેશનલ કોર્ટ (ICJ) અને કાયમી મધ્યસ્થી અદાલત જેવી સંસ્થાઓના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આમાં 85 દેશો અને 20 જેટલા આંતરરાષ્ટ્રીય સંગઠનોના 400 જેટલા ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા. આમાંથી, 33 દેશોએ તરત જ હસ્તાક્ષર કર્યા અને IOMEDના સ્થાપક સભ્યો બન્યા. ચીનના સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારે IOMed ને મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોનું નિરાકરણ લાવનારી વિશ્વની પ્રથમ "સરકારો વચ્ચેની કાનૂની સંગઠન" (ઈન્ટર-ગવર્નમેન્ટ કાનુની સંગઠન) તરીકે ગણાવી છે. હેડક્વાર્ટર હોંગકોંગમાં હશે હોંગકોંગમાં આયોજિત એક ઉચ્ચ સ્તરીય સમારોહમાં, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ IOmedની સ્થાપના માટેના કરારને ઔપચારિક સ્વરૂપ આપ્યું. ચીન સાથે સંગઠનના સ્થાપક સભ્યો બનેલા 33 દેશોમાં ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બેલારુસ, ક્યુબા અને કંબોડિયાનો સમાવેશ થાય છે. IOMEDનું હેડક્વાર્ટર હોંગકોંગમાં હશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે હોંગકોંગ પોતે જ એક ઉદાહરણ છે કે વિવાદો શાંતિપૂર્ણ રીતે કેવી રીતે ઉકેલી શકાય છે. હોંગકોંગ સરકારના વડા જોન લીએ જણાવ્યું હતું કે તેમની સરકાર IOMEDને તમામ શક્ય સહાય પૂરી પાડશે જેથી સંગઠન ઝડપી અને વિશ્વસનીય ઉકેલ લાવી શકે. IOMed અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય વચ્ચેનો તફાવત બંને સંગઠનો આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ માટે રચાયેલા છે... IOMed: ઈન્ટર નેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ: ફક્ત મધ્યસ્થી માટે કામ કરશે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે ચીન વિશ્વના મુદ્દાઓને લડાઈ-ઝગડા દ્વારા નહીં, પરંતુ વાતચીત અને સમજણ દ્વારા ઉકેલવા માંગે છે. તેમણે કહ્યું કે IOMedની સ્થાપના 'તમે હારો, હું જીતીશ' ​​એવી વિચારધારાને પાછળ ધકેલવામાં મદદ કરશે. તેનો હેતુ દેશો વચ્ચે અને બીજા દેશના નાગરિકો વચ્ચે અથવા આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનો વચ્ચેના વિવાદોનું નિરાકરણ લાવવાનો છે. તે ફક્ત મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ માટે બનાવવામાં આવ્યું છે. ગ્લોબલ સાઉથમાં ચીનનો પ્રભાવ વધી શકે છે એક્સપર્ટને આશંકા છે કે ચીનની આ પહેલ ઘણા વિકાસશીલ દેશો અને ગ્લોબલ સાઉથમાં ચીનનો પ્રભાવ વધારી શકે છે. જો કે, આ સંસ્થાના કાર્યપદ્ધતિ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી. ચીનની દેવાની નીતિ અને વિસ્તરણવાદી વલણને કારણે, આ સંગઠનની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, ચીનનો દાવો છે કે સંગઠન યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરશે.

Jun 1, 2025 - 02:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow