24 દિવસમાં બીજીવાર રાજ્યમાં મોકડ્રિલ-અંધારપટ થયા:સાંજે 5થી 8 સુધી મિસાઈલો પડી, બોમ્બ બ્લાસ્ટ થયા, સાયરનો વાગ્યા, બ્લેકઆઉટ થતા ઘરો-બજારોની લાઇટો બંધ થઈ

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. એરસ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આજે (31 મે, 2025) 24 દિવસમાં બીજીવાર સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યમાં 'ઓપરેશન શીલ્ડ' અંતર્ગત મોકડ્રિલનો સાયરન વાગતા જ પ્રારંભ થયો હતો. આ મોકડ્રિલ 7.30 વાગ્યા સુધી ચાલી હતી. જે સ્થળે મોકડ્રિલ યોજાઈ હતી એની આસપાસના વિસ્તારોમાં જ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાટણ, સુરત, ભુજ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં વિવિધ સ્થળોએ બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બજારો અને ઘરોની લાઇટ્સ તથા સ્ટ્રીટ લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. જેને પગલે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. ઉલ્લેખનીય છે કે 29 મેના યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખી હતી અને એ હવે આજે, એટલે કે 31મીએ 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી મોકડ્રિલ અને 8 વાગ્યાથી 8.30 સુધી તબક્કાવાર 15 મિનિટનો બ્લેક આઉટ યોજાયો હતો. આ પણ વાંચો: 7 મેના રોજ યોજાયેલા મોકડ્રિલ-બ્લેકઆઉટ કેવા હતા? આ પણ વાંચો: સાયરન વાગતાની સાથે જ JK, ગુજરાત સહિત 6 રાજ્યોમાં બ્લેકઆઉટ 5થી 8 દરમિયાન વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજાઈ હતી આ પહેલા 5 વાગ્યાથી વિવિધ જિલ્લામાં મોકડ્રિલ થઈ હતી. જેમાં કેશોદ એરપોર્ટ, જામનગર એરફોર્સ, સોમનાથ મંદિર જેવા સ્થળો પર ડ્રોન અને મિસાઈલ હુમલાની મોકડ્રિલ થઈ હતી. આ દરમિયાન લોકોનું રેસ્ક્યૂ તથા હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો: ‘ગુજરાત બોર્ડર પર પાકિસ્તાને ટેન્કો ગોઠવી હતી,600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા’ મોકડ્રિલ અને બ્લેકઆઉટ એક્સર્સાઇઝ શું છે? આગળ જાણો મોકડ્રિલ અને બ્લેકઆઉટ દરમિયાન દિવસભરની પળેપળની અપડેટ્સ

Jun 1, 2025 - 02:41
Jun 1, 2025 - 02:43
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow