પાકિસ્તાને કહ્યું- PM મોદીનું નિવેદન નફરત ફેલાવનારું:ન્યૂક્લિયર પાવરવાળા દેશના નેતાને આ શોભતું નથી, PM મોદીએ ગઈકાલે કહ્યું હતું- શાંતિથી રોટી ખાઓ, નહીંતર મારી ગોળી તો છે જ
પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પીએમ મોદીએ જે રીતે હિંસા વિશે વાત કરી એ એક ન્યૂક્લિયર પાવરવાળા દેશના નેતાને આ શોભતું નથી. ખરેખરમાં PM મોદીએ સોમવારે ગુજરાતમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે જે કોઈપણ ભારત પર ખરાબ નજર નાખશે તેને કોઈપણ કિંમતે છોડવામાં નહી આવે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે સુખેથી જીવો, શાંતિથી રોટી ખાઓ, નહીં તો મારી ગોળી તો છે જ. પાકિસ્તાને કહ્યું, મોદીનું નિવેદન માત્ર નફરત ફેલાવતું નથી, પણ પ્રાદેશિક શાંતિ માટે પણ જોખમી છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ, પરંતુ જો અમને ધમકી આપવામાં આવશે તો અમે પણ એનો જવાબ આપીશું. પાકિસ્તાનનો આરોપ- ભારત સરકાર કાશ્મીર પરથી ધ્યાન ભટકાવવા માગે છે પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારત સરકાર આવાં નિવેદનો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન પરથી ધ્યાન ભટકાવવા માગે છે. પોતાને શાંતિના સમર્થક ગણાવતાં તેમણે કહ્યું કે તેઓ યુએન મિશનમાં મોખરે રહ્યા છે અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પાકિસ્તાને કહ્યું હતું કે જો ભારત ખરેખર આતંકવાદ પ્રત્યે ચિંતિત છે તો તેણે તેના દેશમાં વધતી જતી બહુમતીવાદ, ધાર્મિક અસહિષ્ણુતા અને લઘુમતીઓ સામેના અન્યાય પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનના પીએમ ભારત સાથે વાતચીત માટે તૈયાર, કાશ્મીર અને જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે કાશ્મીર અને જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભારત સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. શરીફ ઈરાનની મુલાકાતે છે. તેમણે રાજધાની તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝ્શ્કિયાન સાથે સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. ભારત સાથેના લશ્કરી સંઘર્ષ દરમિયાન ઈરાનના સમર્થન બદલ શરીફે પાઝ્શ્કિયાનનો આભાર માન્યો. તેમણે ભાર મૂક્યો કે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો છે. પાકિસ્તાની પીએમ 25 મેથી 30 મે દરમિયાન તુર્કી, ઈરાન, અઝરબૈજાન અને તાજિકિસ્તાનની મુલાકાતે છે. અહીં તેઓ ભારત સાથેના તણાવ અંગે પાકિસ્તાનનો પક્ષ રજૂ કરશે. શરીફ 29-30 મેના રોજ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં ગ્લેશિયર્સ પરના આંતરરાષ્ટ્રીય પરિષદમાં પણ હાજરી આપશે. શરીફે કહ્યું- સિંધુ નદી સંબંધિત મુદ્દાઓ પર વાત કરવા તૈયાર શરીફે કહ્યું હતું કે અમે શાંતિ ઇચ્છીએ છીએ અને આ માટે વાતચીત માટે તૈયાર છીએ. અમે કાશ્મીર સહિત અમારા તમામ મુદ્દાઓનું નિરાકરણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવ અનુસાર કરીશું. અમે સિંધુ નદી સંબંધિત મુદ્દાઓ પર અમારા પાડોશી સાથે શાંતિપૂર્ણ રીતે વાત કરવા તૈયાર છીએ. અમે વેપારને પ્રોત્સાહન આપવા અને આતંકવાદ સામે લડવા માટે પણ વાત કરવા તૈયાર છીએ, જો તેઓ (ભારત) ગંભીર હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરીફે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીને ભારત સાથેના તાજેતરના સંઘર્ષ વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશાં ઇચ્છે છે કે આ ક્ષેત્રમાં શાંતિ જળવાઈ રહે, જેથી આર્થિક વિકાસ થઈ શકે. પાકિસ્તાની આર્મી ચીફ અને ડેપ્યુટી પીએમ પણ ઈરાન પહોંચ્યા શરીફની સાથે નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાક ડાર, આર્મી ચીફ અસીમ મુનીર, ગૃહમંત્રી મોહસિન રઝા નકવી, માહિતીમંત્રી અતાઉલ્લાહ તરાર પણ ઈરાન પહોંચી ગયા છે. આ પહેલાં શરીફે રવિવારે મોડીરાત્રે ઇસ્તંબુલમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને મળ્યા હતા. આ દરમિયાન શાહબાઝે ભારત વિરુદ્ધ તુર્કીના સમર્થન બદલ આભાર માન્યો. પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં 5 આતંકવાદીએ 26 પ્રવાસીની ગોળી મારીને હત્યા કરી હતી. બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 5 મોટા નિર્ણયો લીધા. આમાં 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેવાઈ. અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવાઈ. વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હાઇ કમિશનરોને દૂર કરવામાં આવ્યા. આ પછી 7 મેના રોજ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ હવાઈ હુમલો કરીને પાકિસ્તાનમાં ઘણાં આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો. બંને દેશો વચ્ચેનો સંઘર્ષ 4 દિવસ સુધી ચાલુ રહ્યો, ત્યાર બાદ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 10 મેના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ શું છે? સિંધુ નદી પ્રણાલીમાં કુલ 6 નદી છે - સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ. તેમના કિનારાનો વિસ્તાર લગભગ 11.2 લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. આમાંથી 47% જમીન પાકિસ્તાનમાં, 39% જમીન ભારતમાં, 8% જમીન ચીનમાં અને 6% જમીન અફઘાનિસ્તાનમાં છે. આ બધા દેશોના લગભગ 30 કરોડ લોકો આ વિસ્તારોમાં રહે છે. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પહેલાં જ ભારતના પંજાબ પ્રાંત અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે નદીના પાણીની વહેંચણીનો વિવાદ શરૂ થઈ ગયો હતો. 1947માં ભારત અને પાકિસ્તાનના ઇજનેરો વચ્ચે 'સ્ટેન્ડસ્ટિલ કરાર' પર હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત પાકિસ્તાનને બે મુખ્ય નહેરમાંથી પાણી મળતું રહ્યું. આ કરાર 31 માર્ચ 1948 સુધી ચાલ્યો. 1 એપ્રિલ 1948ના રોજ જ્યારે કરાર અમલમાં ન રહ્યો ત્યારે ભારતે બંને નહેરને પાણી પુરવઠો બંધ કરી દીધો. આના કારણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 17 લાખ એકર જમીન પરની ખેતી નાશ પામી હતી. પુનઃવાટાઘાટ બાદ કરાયેલા કરારમાં ભારત પાણી પૂરું પાડવા માટે સંમત થયું. આ પછી 1951થી 1960 સુધી વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી પર વાટાઘાટો થઈ અને અંતે, 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં ભારતીય વડાપ્રધાન નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા. એને સિંધુ જળ સંધિ અથવા સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવાથી પાકિસ્તાન પર અસર

What's Your Reaction?






