તમાકુ નિષેધ દિવસે જામનગરમાં વિશેષ પહેલ:પડાણા ગામ અને રિલાયન્સ રિફાઈનરીમાં 175થી વધુ લોકોની કેન્સર સ્ક્રીનિંગ, તમાકુમુક્ત જીવનની પ્રતિજ્ઞા
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ, ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી પડાણા ગામ અને રિફાઈનરી સંકુલમાં એન્ટી-ટોબેકો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. રોહિત અગરવાલ, ડૉ. મનીષા શ્રીકર અને ડૉ. ગીતા ડાંગરે તમાકુના જોખમો અને મોઢાંના કેન્સર વિશે માહિતી આપી. કાર્યક્રમમાં ગ્રામજનો અને રિફાઇનરીના કર્મચારીઓએ તમાકુ છોડવાની પ્રતિજ્ઞા લીધી. નિ:શુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પમાં 175થી વધુ ગ્રામજનો અને અનેક રિફાઇનરી કર્મચારીઓએ ભાગ લીધો. શંકાસ્પદ કેસોમાં થૂંકના નમૂના લેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 'સેલ્ફી બૂથ'ની વ્યવસ્થા કરવામાં આવી. સહભાગીઓએ 'તમાકુમુક્ત જીવન'ના સંદેશા સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છેલ્લા ત્રણ વર્ષથી આ પહેલ કરી રહ્યું છે. આ સમયગાળામાં આસપાસના 500 જેટલા નાગરિકોને વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવી છે. કંપની વ્યસનના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા ગ્રામજનોને સંપૂર્ણ સારવાર સુધીનો સહયોગ આપે છે. આ પહેલથી સમુદાયમાં તમાકુ વિરોધી જાગૃતિ વધી છે અને અનેક લોકોએ વ્યસનમુક્તિનો માર્ગ અપનાવ્યો છે.

What's Your Reaction?






