ગોધરામાં ગણેશ મહોત્સવ 2025ની તૈયારી:અગિયારસે વિસર્જનનો નિર્ણય, નોમની પરંપરા બદલાશે
ગોધરા શહેરમાં આગામી ગણેશ મહોત્સવ 2025ની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. કાછીયા પંચ સમાજની વાડી, કાછીયાવાડ ચોક ખાતે શહેરના તમામ ગણેશ મંડળોના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી ગણેશ મહોત્સવની ઉજવણી અંગે કેટલાક નવા નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્ય નિર્ણય વિસર્જનની તારીખમાં ફેરફાર અંગેનો છે. અત્યાર સુધી પરંપરાગત રીતે ગણેશ સ્થાપના બાદ નોમના દિવસે વિસર્જન કરવામાં આવતું હતું. હવે આ પરંપરામાં ફેરફાર કરીને અગિયારસના દિવસે વિસર્જન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં દર વર્ષે ગણેશ મંડળોની સ્થાપના થાય છે. આગામી ઉત્સવની રૂપરેખા નક્કી કરવા માટે વિવિધ મંડળોના આયોજકો બેઠકમાં હાજર રહ્યા હતા. તમામ મંડળોના પ્રતિનિધિઓએ આગામી ઉત્સવની યોજના અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

What's Your Reaction?






