વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ ઉજવણી:અમરેલીમાં વોકાથોન યોજાઈ, સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવા આહ્વાન

અમરેલી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વોકાથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી નાકિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત-ગમતના કોચ, પોલીસ જવાનો અને શહેરના નાગરિકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025માં "જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો" થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા-કોલેજ કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. શાંતાબા મેડિકલ કોલેજ ખાતે નાગરિકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણ પશુઓ અને માનવના આરોગ્ય માટે જોખમી છે. વોકાથોન બાદ ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા નાગરિકોએ સ્વયંશિસ્ત કેળવવી જરૂરી છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કાયમી ધોરણે બંધ કરવો આવશ્યક છે.

Jun 3, 2025 - 17:22
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow