ભરૂચ શિક્ષણ વિભાગની શાળાઓને તાકીદ:ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવાનું દબાણ કરનાર શાળાઓ સામે કાર્યવાહી થશે
ભરૂચ જિલ્લામાં કેટલીક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનોમાંથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા દબાણ કરી રહી છે. આ મુદ્દે જાગૃત નાગરિક યોગી પટેલે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી છે કે RTE અધિનિયમ-2009 અને રાજ્ય સરકારના 2014ના ઠરાવ મુજબ શાળાઓ પોતાના લોગોવાળી નોટબુક કે ચોક્કસ દુકાનમાંથી સામગ્રી ખરીદવાનું દબાણ કરી શકતી નથી. ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964ની કલમ-17 પણ આવું દબાણ પ્રતિબંધિત કરે છે. શિક્ષણ વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ શાળા આવી પ્રવૃત્તિઓમાં સામેલ મળશે તો RTE અધિનિયમ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિભાગે વાલીઓને આવા કિસ્સાઓની જાણ તુરંત જિલ્લા શિક્ષણ કચેરીને કરવા અપીલ કરી છે, જેથી યોગ્ય તપાસ અને કાર્યવાહી થઈ શકે.

What's Your Reaction?






