મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારતમાં 25% અમેરિકી ટેરિફ 7 દિવસ ટળ્યો, માલેગાંવ બ્લાસ્ટના 7 આરોપી નિર્દોષ; સુરતમાં શિક્ષકે બે માસૂમ પુત્રોને મારીને આપઘાત કરી લીધો
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન સાથે સંબંધિત હતા. તેમણે ભારતની અર્થવ્યવસ્થાને મૃત ગણાવી હતી. બીજા મોટા સમાચાર માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરવા અંગેના રહ્યા હતા. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બિહારની સુધારેલી ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. 1 સપ્ટેમ્બર સુધી વાંધા દાખલ કરી શકાશે. 2. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરવામાં આવશે. તેનો હેતુ દેશમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. 3. ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે. આજથી UPI નિયમોમાં ઘણા મોટા ફેરફારો થશે. ???? કાલના મોટા સમાચારો 1. 'ભારત પર 25% અમેરિકી ટેરિફ 7 દિવસ માટે મુલતવી:આજથી અમલમાં આવવાનો હતો; 92 દેશો પર નવા ટેરિફની યાદી જાહેર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ 7 દિવસ માટે મુલતવી રાખ્યો છે. હવે તે 7 ઓગસ્ટથી લાગુ થશે. ટ્રમ્પે 92 દેશો પર નવા ટેરિફની યાદી પણ જાહેર કરી છે. આમાં ભારત પર 25%, પાકિસ્તાન પર 19% અને કેનેડા પર 35% ટેરિફ લાદવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. માલેગાંવ બ્લાસ્ટ કેસઃ સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય આરોપી નિર્દોષ જાહેર:કોર્ટે કહ્યું, બાઇક પ્રજ્ઞાની અને કર્નલ RDX લાવ્યા, આ બંને વાતો સાબિત થઈ નથી મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA સ્પેશિયલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં 7 મુખ્ય આરોપી હતા. જેમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણી અને સુધાકર ધર દ્વિવેદીનો સમાવેશ થાય છે. પીડિતોના વકીલ શાહિદ નવીન અંસારીએ કહ્યું, અમે NIA કોર્ટના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરીશું. તપાસ એજન્સીઓ અને સરકાર આ કેસમાં નિષ્ફળ ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અમેરિકાએ પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ કરી:તેલ કાઢવામાં પણ મદદ કરશે, ટ્રમ્પે કહ્યું- શું ખબર એક દિવસ PAK ભારતને તેલ વેચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ ડીલની જાહેરાત કરી છે. આ ડીલ હેઠળ પાકિસ્તાનના ઓઈલ ભંડારનો વિકાસ કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારતને ઓઈલ વેચી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં ઓઈલ અને ગેસનો મોટો ભંડાર મળી આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા હાઉસ ડોન મુજબ, એક મિત્ર દેશ સાથે મળીને આ વિસ્તારમાં 3 વર્ષ સુધી એક સર્વે કરવામાં આવ્યો હતો. આ પછી, ઓઈલ અને ગેસનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રાહુલે PM મોદી પર નિશાન સાધ્યું:કહ્યું, ટ્રમ્પે સાચું કહ્યું કે ઇન્ડિયન ઇકોનોમી મરી ગઈ, આને મોદીએ ખતમ કરી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય અર્થતંત્રને ડેડ ઇકોનોમી (મૃત અર્થતંત્ર) કહેવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિએ આ હકીકત જણાવી છે. રાહુલે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે ભાજપે અદાણીને મદદ કરવા માટે ભારતીય અર્થતંત્રને બરબાદ કરી દીધું છે. ટ્રમ્પ સાચા છે. મારો મતલબ છે કે વડાપ્રધાન મોદી અને નાણામંત્રી સિવાય બધા જાણે છે કે ભારતની ઇકોનોમી ડેડ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભગવાન જગન્નાથના ચિત્રવાળા ડોરમેટ વેચતી ચીની વેબસાઇટ:ઓડિશાના ડે. CMએ કહ્યું- AliExpress માફી માગે ચાઇનીઝ ઇ-કોમર્સ વેબસાઇટ AliExpress પર ભગવાન જગન્નાથના ચિત્રોવાળા ડોરમેટના વેચાણ પર વિવાદ ઉભો થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિદાએ તેને 'અપમાનજનક' ગણાવ્યું અને AliExpress પાસેથી માફીની માગ કરી. સોશિયલ મીડિયા પર વિરોધ વધ્યા પછી ઇ-કોમર્સ વેબસાઇટે ઉત્પાદન દૂર કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સુરત જિ.પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક પિતાનો બે પુત્ર સાથે સામુહિક આપઘાત:બંને બાળકોને ઉંદર મારવાની દવા પીવડાવ્યાની શક્યતા સુરતમાં વધુ એક સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક શિક્ષકે બે બાળકો સાથે આપઘાત કર્યો છે. જેમાં એક પુત્રની ઉંમર 2 વર્ષ અને બીજા પુત્રીની ઉંમર 4 વર્ષની છે. હાલ આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ મામલે ઉમરા પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર મામલે FSL ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેસીપી કે. એન. ડામોર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા:જળસપાટી 131 મીટરને પાર, વડોદરા-ભરૂચ-નર્મદાના 27 ગામોને એલર્ટ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31 જુલાઇ 2025) સિઝનમાં પહેલીવાર ડેમના 10 દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે. જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. વાંચો સંપૂર્ણ સમાચાર ???? આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પ્રિયંકાએ કહ્યું- મોદી મિત્ર બનાવે છે, બદલામાં શું મળ્યું?:ટેરિફ મુદ્દે PM જવાબ આપે; વિપક્ષે હોબાળો મચાવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની ભારતને સજા:ટ્રમ્પે 6 કંપની પર પ્રતિબંધ લગાવ્યો, કહ્યું, શું ખબર એક દિવસ PAK ભારતને ઓઇલ વેચે! વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ગુરુગ્રામમાં ગડકરી-દિલ્હીના CM સામે અરજી:કહ્યું- 15 વર્ષ જૂના વાહનો જપ્ત- સ્ક્રેપ કરવાના નામે ફ્રોડ, જનતાની સંપત્તિની ઉઘાડી લૂંટ છે; કોર્ટે રેકોર્ડ માંગ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ફ્રાન્સ-બ્રિટન પછી કેનેડા પણ પેલેસ્ટાઇનને માન્યતા આપશે:વડાપ્રધાન કાર્નીએ જાહેરાત કરી; સપ્ટેમ્બરમાં યુએનમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ₹1,655 ઘટીન

What's Your Reaction?






