એરફોર્સ ચીફે ગંભીર સવાલો ઉઠાવ્યા:કહ્યું- 'એક પણ પ્રોજેક્ટ સમયસર પૂરા નથી થતા', તેજસ મળવામાં પણ મોડું; એવાં વચનો કેમ આપવાં, જે પૂરાં ન થાય

એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે ગુરુવારે ડિફેન્સ સિસ્ટમની ખરીદી અને ડિલિવરીમાં વિલંબ અંગે કહ્યું હતું કે એક પણ પ્રોજેક્ટ એવો નથી, જે સમયસર પૂર્ણ થયો હોય. વિચારવા જેવી વાત છે કે આપણે એવાં વચનો કેમ આપીએ છીએ, જે પૂરાં ન થઈ શકે. ઘણી વખત કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ખબર હોય છે કે એ સમયસર પૂર્ણ થશે નહીં છતાં એના પર હસ્તાક્ષર કરીએ છીએ, જે સમગ્ર સિસ્ટમને બગાડે છે. આ પહેલીવાર છે, જ્યારે કોઈ આર્મી ચીફે આ રીતે સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. CII વાર્ષિક વ્યાપાર સમિટમાં એર ચીફ માર્શલે કહ્યું;- ટાઇમલાઇન એક મોટો મુદ્દો છે. ડિફેન્સ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ ન થવાને કારણે ઓપરેશનલ તૈયારીઓ પર અસર પડે છે. આ પહેલાં 8 જાન્યુઆરીએ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે પણ તેજસ ફાઇટર એરક્રાફ્ટની ડિલિવરીમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 40 જેટ હજુ સુધી દળને પહોંચાડવામાં આવ્યાં નથી. ચીન જેવા દેશો પોતાની તાકાત વધારી રહ્યા છે. તેજસ, AMCA અને Mk2ની ડિલિવરી પણ મોડી વાયુસેના પ્રમુખે જણાવ્યું હતું કે તેજસ MK1A ફાઇટર જેટ માટે ફેબ્રુઆરી 2021માં HAL સાથે ₹48,000 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો. ડિલિવરી માર્ચ 2024થી શરૂ થવાની હતી, પરંતુ આજ સુધી એક પણ વિમાન આવ્યું નથી. તેજસ MK2નો પ્રોટોટાઇપ હજુ તૈયાર નથી. એડવાન્સ્ડ સ્ટીલ્થ ફાઇટર AMCA પાસે પણ હજુ સુધી કોઈ પ્રોટોટાઇપ નથી. આજની જરૂરિયાતો આજે જ પૂરી થવી જોઈએ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું હતું કે આપણે આજ માટે તૈયાર રહેવું પડશે, તો જ આપણે ભવિષ્ય માટે તૈયારી કરી શકીશું. આગામી 10 વર્ષમાં ઉદ્યોગમાંથી વધુ ઉત્પાદન થશે, પરંતુ આજે જે જરૂરિયાતો છે એ આજે જ પૂર્ણ થવી જોઈએ. આપણે ફક્ત ભારતમાં ઉત્પાદન વિશે વાત કરી શકતા નથી. આપણે ડિઝાઇનિંગ વિશે પણ વાત કરવાની જરૂર છે. આપણને સૈન્ય અને ઉદ્યોગ વચ્ચે વિશ્વાસની જરૂર છે. આપણે ખૂબ ખુલ્લાપણું બતાવવાની જરૂર છે. એકવાર આપણે કોઈ વસ્તુ માટે પ્રતિબદ્ધ થઈ જઈએ, પછી આપણે એનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું;- જ્યારે આપણી સેના મજબૂત હોય છે ત્યારે યુદ્ધો જિતાય છે. તેમને મજબૂત બનાવવાની જવાબદારી આપણા બધાની છે. ઓપરેશન સિંદૂર એક રાષ્ટ્રીય જીત એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું હતું કે યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ રહી છે. દરરોજ નવી ટેક્નોલોજી આવી રહી છે. ઓપરેશન સિંદૂરએ આપણને જણાવ્યું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં આપણે શું ઇચ્છીએ છીએ. તેથી ઘણું કામ કરવાની જરૂર છે, તો જ આપણે ભવિષ્યમાં પણ આપણું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું. વાયુસેના-પ્રમુખે તાજેતરના ઓપરેશન સિંદૂરને રાષ્ટ્રીય વિજય ગણાવ્યો. તેમણે કહ્યું હતું કે આ ઓપરેશન આતંકવાદ સામે દેશની એકતા અને શક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન હેઠળ, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં નવ આતંકવાદી ઠેકાણાં પર સચોટ હુમલા કરવામાં આવ્યા હતા.

Jun 1, 2025 - 02:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow