'મને દક્ષિણામાં PoK જોઈએ છે...':જગદગુરુ રામભદ્રાચાર્યએ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને દીક્ષા આપી, કહ્યું- તમે શસ્ત્રોથી લડો, હું શાસ્ત્રોથી લડીશ

પાકિસ્તાનને તેની ઓકાત બતાવ્યા પછી ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રી તુલસી પીઠ ચિત્રકૂટ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે આધ્યાત્મિક ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી. તેમણે ભારતીય સેનાની બહાદુરીની કહાની પણ બધા સંતો અને વિદ્યાર્થીઓને કહી. ગઈકાલે જ્યારે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટમાં તેમના આશ્રમમાં આવ્યા ત્યારે આધ્યાત્મિક ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું, 'મેં તેમને રામ મંત્ર સાથે એ જ દીક્ષા આપી હતી, જે ભગવાન હનુમાનને માતા-સીતા પાસેથી મળી હતી અને પછી લંકા જીતી હતી. મેં તેમની પાસેથી દક્ષિણા માગી છે કે મને PoK પાછું મળે.' 'તમે શસ્ત્રોથી લડો, હું શાસ્ત્રોથી લડીશ' ચિત્રકૂટમાં જગદગુરુ રામભદ્રાચાર્ય ભારતીય સેનાપ્રમુખ CDS ઉપેન્દ્ર દ્વિવેદીને મળ્યા ત્યારે એક ભાવનાત્મક અને પ્રેરણાદાયક મુલાકાત થઈ. આ દરમિયાન તેમણે કહ્યું, 'સેનાએ શસ્ત્રોથી લડતા રહેવું જોઈએ, અમે શાસ્ત્રોથી દુશ્મનોનો નાશ કરીશું. હવે આતંકનાં ઠેકાણાંને ઉખેડી નાખવાનો સમય આવી ગયો છે અને ટૂંક સમયમાં PoKમાં ભારતીય તિરંગો લહેરાશે.' સેવાકાર્યની પ્રશંસા કરી, સ્મૃતિચિહ્ન ભેટમાં આપ્યું CDS દ્વિવેદીએ જગદગુરુ રામભદ્રાચાર્યને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું અને કહ્યું કે આવા સંતોના આશીર્વાદ દેશ અને સેનાને નવી ઊર્જા આપે છે. એ જ સમયે પદ્મશ્રી ડૉ. બી.કે. જૈને સદગુરુ સેવા ટ્રસ્ટમાં CDSનું સન્માન કર્યું. શાસ્ત્રો અને શસ્ત્રોનો સંગમ આ મુલાકાત માત્ર એક ઔપચારિક મુલાકાત નહોતી, પરંતુ એ ભારતની આધ્યાત્મિક શક્તિ અને લશ્કરી શક્તિના સંગમનું પ્રતીક બની ગઈ. એક તરફ જ્યાં CDS દેશની સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, ત્યાં બીજી તરફ સંતોના આશીર્વાદ દેશના આંતરિક મનોબળને મજબૂત બનાવી રહ્યા છે. જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું- 2024માં મોદીને રિપીટ કરો જગતગુરુ રામભદ્રાચાર્ય રાજકીય રીતે સુરતમાં ખૂબ જ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે પોતાની વાતમાં કહ્યું હતું કે 2024માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને રિપીટ થવું જોઈએ. નરેન્દ્ર મોદી ઊર્જાવાન છે અને ભારતીય સંસ્કૃતિને તેઓ આગળ લાવી રહ્યા છે. તેમની ક્ષમતા વિશે કોઈ શંકા નથી. પીઓકે એ ભારતનો અભિનય અંગ છે, એને ભારતમાં ભેળવવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી 2024ની ચૂંટણીમાં રિપીટ કરવા માટેની વાત કરી હતી. પીએમ મોદી જેવું હાલમાં કોઈ છે જ નહીં, મોદી જ એક એવી વ્યક્તિ છે, જેને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બોસ કહ્યા છે. આટલી ક્ષમતા હાલમાં કોઈનામાં નથી. ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ ભારત બનાવવું હોય તો મોદીનું રિપીટ થવું જરૂરી છે. મોટી-મોટી સમસ્યાઓ છે, જે તેમના વિના પૂર્ણ નહીં થશે. રામચરિત માનસને રાષ્ટ્રગ્રંથ ઘોષિત કરવાનો છે ગૌહત્યા બંધ કરવાની, પીઓકેને ભારતમાં જોડવાનું, એ મોદી વિના પૂર્ણ નહીં થાય. ધીરેન્દ્ર શાસ્ત્રી જે હિસાબે હિંદુ રાષ્ટ્રની વાત કરે છે. આ અંગે તેમના ગુરુ જગતગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યું હતું કે ભગવાન કરે તેમની આ વાત સાચી સાબિત થાય. મારી 5 મહત્ત્વપૂર્ણ ઈચ્છાઓ હતી, જેમાં 370 રદ થાય, ટ્રિપલ તલાક દૂર થાય, રામ મંદિર બની જાય, આ પાંચમાંથી 3 ઈચ્છા પૂર્ણ થઇ ગઈ છે. હવે રામચરિત માનસ રાષ્ટ્રગ્રંથ થઇ જાય અને ગૌહત્યા બંધ થઇ જાય અને પીઓકે આપણે મળી જાય એ જ ઈચ્છા બાકી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સારું કામ કરી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ સારો છોકરો છે. તે કોઈ ચમત્કાર કરતો નથી, પરંતુ જે ચમત્કાર માનતા હોય તેમને માનવા દો. ધીરેન્દ્ર શાસ્ત્રીની વાતમાં અહંકાર નહીં, પણ આત્મવિશ્વાસ ઝલકે છે. હિન્દુ રાષ્ટ્ર માટે તેને જન માણસને પરિવર્તિત કરવાનું ખૂબ મોટું કામ કર્યું છે અને હજી કરતો રહેશે. સનાતન ધર્મને લઈને તેણે જે લોકોની અંદર જાગૃતિ લાવી છે તે ખરેખર પ્રશંસનીય છે. ખૂબ જ નાની વયે તે દેશભરમાં ફરીને હિન્દુ રાષ્ટ્ર માટે લોકોને તૈયાર કરી રહ્યો છે. અગાઉ પણ રામભદ્રાચાર્યએ આગાહી કરી હતી 2019માં જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યએ દેશના ભવિષ્યના પ્રધાનમંત્રીને લઈને ભવિષ્યવાણી કરી હતી. તેમણે ત્યારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે 2019માં નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી બનશે. એટલું જ નહીં, તેમણે આ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈને પણ ભવિષ્યવાણી રહી હતી કે તેઓ ભવિષ્યમાં કોઈ મોટા પદ પર બિરાજશે અને તેમની આ ભવિષ્યવાણી સાચી પડી હતી. 2 મહિનાની ઉંમરે આંખોની રોશની ગુમાવી જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજ ચિત્રકૂટના તુલસી પીઠના સંસ્થાપક છે અને ચિત્રકૂટ સ્થિત જગદગુરુ રામભદ્રાચાર્ય હેન્ડિકેપ્ટ યુનિવર્સિટીના આજીવન ચાન્સેલર છે. તેઓ 2 મહિનાના હતા ત્યારે જ તેમની આંખોની રોશની જતી રહી હતી. 2015માં પદ્મ વિભૂષણ સન્માન તેમણે 22 ભાષાના જાણકાર છે અને સંસ્કૃત હિન્દી અવધિ અને મૈથિલી સહિત અનેક ભાષાઓમાં લખી પણ શકે છે. રામભદ્રાચાર્ય લખી શકતા નથી. વાંચી શકતા નથી તેમજ તેમણે બ્રેઇલ લિપિનો ઉપયોગ કર્યો નથી. તેઓ ફક્ત સાંભળીને જ શીખ્યા છે. તેઓ પોતાની રચનાઓ બોલીને લખીને મેળવે છે. ભારત સરકારે વર્ષ 2015માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 80થી વધુ પુસ્તકોની લખ્યાં તેમણે અયોધ્યાના ઈશ્વરદાસ મહારાજ પાસેથી ગાયત્રી મંત્ર અને રામ મંત્રની દીક્ષા લીધી હતી. ત્યારથી તેમનું નામ પણ રામભદ્રાચાર્ય થઇ ગયું. જગદગુરુ રામભદ્રાચાર્ય બહુભાષી કહેવાય છે. અત્યારસુધીમાં તેમણે 80થી વધુ પુસ્તકો લખ્યાં છે. એમાં બે સંસ્કૃત અને બે હિન્દી મહાકાવ્યોનો પણ સમાવેશ થાય છે. આ સમાચાર પણ વાંચો... ઓપરેશન સિંદૂરનો પ્લાન કેવી રીતે બન્યો:NSA ડોભાલે સેનાના ટોપ ઓફિસર્સને સિલેક્ટ કર્યા; 21 આતંકી ઠેકાણાંની યાદી બની, 9 પર હુમલો પહેલગામ હુમલાના 11મા દિવસે, 3 મેના રોજ દિલ્હીમાં એક બેઠક યોજાઈ. સાઉથ બ્લોકમાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી સામેલ થયા. બેઠકમાં નિર્ણય લેવાયો કે પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાં પર ફરી એકવાર એર સ્ટ્રાઈક કરવામાં આવશે

Jun 1, 2025 - 02:44
 0
'મને દક્ષિણામાં PoK જોઈએ છે...':જગદગુરુ રામભદ્રાચાર્યએ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને દીક્ષા આપી, કહ્યું- તમે શસ્ત્રોથી લડો, હું શાસ્ત્રોથી લડીશ
પાકિસ્તાનને તેની ઓકાત બતાવ્યા પછી ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રી તુલસી પીઠ ચિત્રકૂટ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે આધ્યાત્મિક ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી. તેમણે ભારતીય સેનાની બહાદુરીની કહાની પણ બધા સંતો અને વિદ્યાર્થીઓને કહી. ગઈકાલે જ્યારે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટમાં તેમના આશ્રમમાં આવ્યા ત્યારે આધ્યાત્મિક ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું, 'મેં તેમને રામ મંત્ર સાથે એ જ દીક્ષા આપી હતી, જે ભગવાન હનુમાનને માતા-સીતા પાસેથી મળી હતી અને પછી લંકા જીતી હતી. મેં તેમની પાસેથી દક્ષિણા માગી છે કે મને PoK પાછું મળે.' 'તમે શસ્ત્રોથી લડો, હું શાસ્ત્રોથી લડીશ' ચિત્રકૂટમાં જગદગુરુ રામભદ્રાચાર્ય ભારતીય સેનાપ્રમુખ CDS ઉપેન્દ્ર દ્વિવેદીને મળ્યા ત્યારે એક ભાવનાત્મક અને પ્રેરણાદાયક મુલાકાત થઈ. આ દરમિયાન તેમણે કહ્યું, 'સેનાએ શસ્ત્રોથી લડતા રહેવું જોઈએ, અમે શાસ્ત્રોથી દુશ્મનોનો નાશ કરીશું. હવે આતંકનાં ઠેકાણાંને ઉખેડી નાખવાનો સમય આવી ગયો છે અને ટૂંક સમયમાં PoKમાં ભારતીય તિરંગો લહેરાશે.' સેવાકાર્યની પ્રશંસા કરી, સ્મૃતિચિહ્ન ભેટમાં આપ્યું CDS દ્વિવેદીએ જગદગુરુ રામભદ્રાચાર્યને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું અને કહ્યું કે આવા સંતોના આશીર્વાદ દેશ અને સેનાને નવી ઊર્જા આપે છે. એ જ સમયે પદ્મશ્રી ડૉ. બી.કે. જૈને સદગુરુ સેવા ટ્રસ્ટમાં CDSનું સન્માન કર્યું. શાસ્ત્રો અને શસ્ત્રોનો સંગમ આ મુલાકાત માત્ર એક ઔપચારિક મુલાકાત નહોતી, પરંતુ એ ભારતની આધ્યાત્મિક શક્તિ અને લશ્કરી શક્તિના સંગમનું પ્રતીક બની ગઈ. એક તરફ જ્યાં CDS દેશની સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, ત્યાં બીજી તરફ સંતોના આશીર્વાદ દેશના આંતરિક મનોબળને મજબૂત બનાવી રહ્યા છે. જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું- 2024માં મોદીને રિપીટ કરો જગતગુરુ રામભદ્રાચાર્ય રાજકીય રીતે સુરતમાં ખૂબ જ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે પોતાની વાતમાં કહ્યું હતું કે 2024માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને રિપીટ થવું જોઈએ. નરેન્દ્ર મોદી ઊર્જાવાન છે અને ભારતીય સંસ્કૃતિને તેઓ આગળ લાવી રહ્યા છે. તેમની ક્ષમતા વિશે કોઈ શંકા નથી. પીઓકે એ ભારતનો અભિનય અંગ છે, એને ભારતમાં ભેળવવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી 2024ની ચૂંટણીમાં રિપીટ કરવા માટેની વાત કરી હતી. પીએમ મોદી જેવું હાલમાં કોઈ છે જ નહીં, મોદી જ એક એવી વ્યક્તિ છે, જેને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બોસ કહ્યા છે. આટલી ક્ષમતા હાલમાં કોઈનામાં નથી. ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ ભારત બનાવવું હોય તો મોદીનું રિપીટ થવું જરૂરી છે. મોટી-મોટી સમસ્યાઓ છે, જે તેમના વિના પૂર્ણ નહીં થશે. રામચરિત માનસને રાષ્ટ્રગ્રંથ ઘોષિત કરવાનો છે ગૌહત્યા બંધ કરવાની, પીઓકેને ભારતમાં જોડવાનું, એ મોદી વિના પૂર્ણ નહીં થાય. ધીરેન્દ્ર શાસ્ત્રી જે હિસાબે હિંદુ રાષ્ટ્રની વાત કરે છે. આ અંગે તેમના ગુરુ જગતગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યું હતું કે ભગવાન કરે તેમની આ વાત સાચી સાબિત થાય. મારી 5 મહત્ત્વપૂર્ણ ઈચ્છાઓ હતી, જેમાં 370 રદ થાય, ટ્રિપલ તલાક દૂર થાય, રામ મંદિર બની જાય, આ પાંચમાંથી 3 ઈચ્છા પૂર્ણ થઇ ગઈ છે. હવે રામચરિત માનસ રાષ્ટ્રગ્રંથ થઇ જાય અને ગૌહત્યા બંધ થઇ જાય અને પીઓકે આપણે મળી જાય એ જ ઈચ્છા બાકી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સારું કામ કરી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ સારો છોકરો છે. તે કોઈ ચમત્કાર કરતો નથી, પરંતુ જે ચમત્કાર માનતા હોય તેમને માનવા દો. ધીરેન્દ્ર શાસ્ત્રીની વાતમાં અહંકાર નહીં, પણ આત્મવિશ્વાસ ઝલકે છે. હિન્દુ રાષ્ટ્ર માટે તેને જન માણસને પરિવર્તિત કરવાનું ખૂબ મોટું કામ કર્યું છે અને હજી કરતો રહેશે. સનાતન ધર્મને લઈને તેણે જે લોકોની અંદર જાગૃતિ લાવી છે તે ખરેખર પ્રશંસનીય છે. ખૂબ જ નાની વયે તે દેશભરમાં ફરીને હિન્દુ રાષ્ટ્ર માટે લોકોને તૈયાર કરી રહ્યો છે. અગાઉ પણ રામભદ્રાચાર્યએ આગાહી કરી હતી 2019માં જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યએ દેશના ભવિષ્યના પ્રધાનમંત્રીને લઈને ભવિષ્યવાણી કરી હતી. તેમણે ત્યારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે 2019માં નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી બનશે. એટલું જ નહીં, તેમણે આ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈને પણ ભવિષ્યવાણી રહી હતી કે તેઓ ભવિષ્યમાં કોઈ મોટા પદ પર બિરાજશે અને તેમની આ ભવિષ્યવાણી સાચી પડી હતી. 2 મહિનાની ઉંમરે આંખોની રોશની ગુમાવી જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજ ચિત્રકૂટના તુલસી પીઠના સંસ્થાપક છે અને ચિત્રકૂટ સ્થિત જગદગુરુ રામભદ્રાચાર્ય હેન્ડિકેપ્ટ યુનિવર્સિટીના આજીવન ચાન્સેલર છે. તેઓ 2 મહિનાના હતા ત્યારે જ તેમની આંખોની રોશની જતી રહી હતી. 2015માં પદ્મ વિભૂષણ સન્માન તેમણે 22 ભાષાના જાણકાર છે અને સંસ્કૃત હિન્દી અવધિ અને મૈથિલી સહિત અનેક ભાષાઓમાં લખી પણ શકે છે. રામભદ્રાચાર્ય લખી શકતા નથી. વાંચી શકતા નથી તેમજ તેમણે બ્રેઇલ લિપિનો ઉપયોગ કર્યો નથી. તેઓ ફક્ત સાંભળીને જ શીખ્યા છે. તેઓ પોતાની રચનાઓ બોલીને લખીને મેળવે છે. ભારત સરકારે વર્ષ 2015માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 80થી વધુ પુસ્તકોની લખ્યાં તેમણે અયોધ્યાના ઈશ્વરદાસ મહારાજ પાસેથી ગાયત્રી મંત્ર અને રામ મંત્રની દીક્ષા લીધી હતી. ત્યારથી તેમનું નામ પણ રામભદ્રાચાર્ય થઇ ગયું. જગદગુરુ રામભદ્રાચાર્ય બહુભાષી કહેવાય છે. અત્યારસુધીમાં તેમણે 80થી વધુ પુસ્તકો લખ્યાં છે. એમાં બે સંસ્કૃત અને બે હિન્દી મહાકાવ્યોનો પણ સમાવેશ થાય છે. આ સમાચાર પણ વાંચો... ઓપરેશન સિંદૂરનો પ્લાન કેવી રીતે બન્યો:NSA ડોભાલે સેનાના ટોપ ઓફિસર્સને સિલેક્ટ કર્યા; 21 આતંકી ઠેકાણાંની યાદી બની, 9 પર હુમલો પહેલગામ હુમલાના 11મા દિવસે, 3 મેના રોજ દિલ્હીમાં એક બેઠક યોજાઈ. સાઉથ બ્લોકમાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી સામેલ થયા. બેઠકમાં નિર્ણય લેવાયો કે પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાં પર ફરી એકવાર એર સ્ટ્રાઈક કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow