કોરોનાએ તો ભારે કરી! ફરી માથું ઊંચક્યું:દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હજારને પાર પહોંચી, જાણો કોને વધુ જોખમ અને બચવા માટે શું કરવું

વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ભારતમાં અત્યારસુધીમાં કોવિડ-19ના 4 નવા સબ-વેરિયન્ટ (પેટા પ્રકારો) મળ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, એમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1 સબ-વેરિયન્ટનો સમાવેશ થાય છે, જ્યારે LF.7 અને NB.1.8.1 હજુ પણ તદ્દન નવા છે. ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અનુસાર, તામિલનાડુમાં NB.1.8.1નો એક કેસ અને ગુજરાતમાં LF.7ના ચાર કેસ મળ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં કોવિડ-19ના 787 નવા કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોનાં મોત થયાં છે. ઉપરાંત ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,000ને વટાવી ગઈ છે. એમાંના મોટા ભાગના કેસો JN.1 અને ઓમિક્રૉન વેરિયન્ટના છે, જે ભારતમાં સૌથી સામાન્ય છે. આવી સ્થિતિમાં કોરોનાથી બચવા માટે વધુ સાવધાની રાખવાની જરૂર છે. તો ચાલો આજના 'કામના સમાચાર'માં કોવિડ-19 LF.7 અને NB.1.8.1ના નવા વેરિયન્ટ વિશે વાત કરીએ. આપણે એ પણ જાણીશું કે- નિષ્ણાત: ડૉ. થરનાથ એસ., કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશલિસ્ટ, સ્પર્શ હૉસ્પિટલ, બેંગલુરુ. પ્રશ્ન- કોરોનાના નવા સબ-વેરિયન્ટ કેટલા ખતરનાક છે? જવાબઃ NB.1.8.1 અને LF.7 બંને ઓમિક્રૉન ફેમિલીના સબ-વેરિયન્ટ છે, જેમાં કેટલાક નવા સ્પાઇક પ્રોટીન મ્યુટેશન (પરિવર્તનો) જોવા મળ્યાં છે. આ પરિવર્તનોને કારણે આ વેરિયન્ટ લોકોને ઝડપથી ચેપ લગાવી શકે છે અને કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિને પણ ચકમો આપી શકે છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યા છે. પ્રશ્ન- નવા વેરિયન્ટથી કોને સૌથી વધુ જોખમ છે? જવાબ: ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) મુજબ, અત્યારસુધી આ બે સબ-વેરિયન્ટના મોટા ભાગના કેસ સામાન્ય દેખાઈ રહ્યા છે. તેમ છતાં આ વેરિયન્ટ ચોક્કસ લોકો માટે વધુ જોખમી હોઈ શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આપણે સમજીએઃ પ્રશ્ન- શું કોવિડ-19ના નવો વેરિયન્ટથી ફરી રોગચાળો (મહામારી) ફેલાઇ શકે છે? જવાબ: ના, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ NB.1.8.1 અને LF.7ને 'વેરિયન્ટ અંડર મૉનિટરિંગ (નિરીક્ષણ હેઠળના પ્રકારો)' તરીકે વર્ગીકૃત કર્યા છે, 'વેરિયન્ટ ઑફ કન્સર્ન' કે 'વેરિયન્ટ ઑફ ઇન્ટ્રસ્ટ' તરીકે નહીં. એનો અર્થ એ થયો કે હાલમાં આ વેરિયન્ટ્સથી રોગચાળાનો કોઈ ખતરો નથી, પરંતુ તેમના ચેપ દર અને અસર પર સતત નજર રાખવામાં આવી રહી છે, જોકે આ વેરિયન્ટમાં કેટલાંક મ્યુટેશન છે, જેના કારણે એ ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ સારી વાત એ છે કે અત્યારસુધી ગંભીર બીમારી કે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ખૂબ ઊંચો નથી અને રિકવરી દર પણ સારો છે. પ્રશ્ન- કોવિડ-19ના નવા વેરિયન્ટ જૂના વેરિયન્ટથી કેટલા અલગ છે? જવાબઃ NB.1.8.1 અને LF.7 બંને કોરોનાના JN.1 વેરિયન્ટમાં ફેરફારને કારણે બને છે. એનો અર્થ એ કે આ સબ-વેરિયન્ટ ઓમિક્રોન ફેમિલીના સભ્યો છે. એનાં લક્ષણો પણ લગભગ સમાન છે. પ્રશ્ન- ભારત પહેલાં કયા દેશોમાં આ નવા વેરિયન્ટના કેસ મળ્યા છે? જવાબ: અત્યારસુધીમાં અલગ-અલગ 22 દેશમાંથી વૈશ્વિક જીનોમ ડેટાબેઝમાં NB.1.8.1 કોવિડ-19 વેરિયન્ટના 58 કેસ નોંધાયા છે. એમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને સિંગાપોરનો સમાવેશ થાય છે. યુ.એસ.માં, કેલિફોર્નિયા, વોશિંગ્ટન, વર્જિનિયા અને ન્યૂ યોર્ક જેવાં રાજ્યોમાં એરપોર્ટ સ્ક્રીનિંગ દ્વારા આ નવા વેરિયન્ટની ઓળખ કરવામાં આવી હતી. પ્રશ્ન- કોવિડના નવા વેરિયન્ટનાં લક્ષણો શું છે? જવાબઃ એના મોટા ભાગનાં લક્ષણો કોરોનાના પાછળના વેરિયન્ટ જેવા જ છે. એમાં પણ ગળામાં દુખાવો અને ઉધરસ જેવાં લક્ષણો જોવા મળે છે. ગ્રાફિક દ્વારા બધાં લક્ષણો જાણીએ- પ્રશ્ન- શું કોવિડના નવા વેરિયન્ટ માટે વેક્સિન (રસી) ઉપલબ્ધ છે? જવાબઃ ડૉ. થરનાથ એસ. કહે છે કે આ માટે હજુ સુધી કોઈ વેક્સિન (રસી) બનાવવામાં આવી નથી અને એની કોઈ ખાસ જરૂર નથી, જોકે એ વાત સાચી છે કે જો તમે અગાઉ વેક્સિન લીધી હોય તોપણ આ નવા સબ-વેરિયન્ટ એને ચકમો આપી શકે છે અને તમે કોરોનાનો શિકાર બની શકો છો, જોકે એની અસરો એટલી ગંભીર નથી કે વેક્સિનની જરૂર પડે. પ્રશ્ન- કોરોનાનાં લક્ષણો દેખાય તો શું કરવું? જવાબ: એના માટે પહેલા કોવિડ-19 ટેસ્ટ કરાવો. ચેપ ન ફેલાય એ માટે બીજાઓથી દૂર રહો. લક્ષણોની ગંભીરતાના આધારે ડૉક્ટરનો સંપર્ક કરો અને તેમની સૂચનાઓનું પાલન કરો. ગભરાવાની કોઈ જરૂર નથી. ભારતમાં કોવિડના કેસ હજુ પણ ઘણા ઓછા છે. જોકે સતર્ક રહેવું અને તમામ સાવચેતીનાં પગલાંનું પાલન કરવું જરૂરી છે. પ્રશ્ન- જો પહેલાં કોવિડ થયો છે અથવા વેક્સિન લીધી છે, તો આ વેરિયન્ટ્સથી કેટલો ખતરો છે? જવાબઃ આ બંને સબ-વેરિયન્ટ્સ વેક્સિન અથવા અગાઉ કોવિડનો ભોગ બનેલા લોકો સામે વિકસિત થયેલી રોગપ્રતિકારક શક્તિને માત આપી શકે છે. એનો અર્થ એ થયો કે જો તમે વેક્સિન લીધી હોય અથવા અગાઉ કોવિડનો ભોગ બન્યા પછી સ્વસ્થ થયા હોવ તોપણ ચેપ લાગી શકે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ખૂબ ઓછું છે, જોકે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ વેરિયન્ટના જોખમથી બચવા માટે બૂસ્ટર ડોઝ લેવાની જરૂર પડી શકે છે. પ્રશ્ન- શું RT-PCR ટેસ્ટથી આ નવા વેરિયન્ટની ખબર પડી શકે છે? જવાબઃ ડૉ. થરનાથ એસ. કહે છે કે RT-PCR ટેસ્ટથી ખબર પડી શકે છે કે વ્યક્તિને કોવિડ-19 છે કે નહીં, પરંતુ એનાથી એ ખબર નથી પડતી કે તેને કયા વેરિયન્ટનો ચેપ લાગ્યો છે. આ વેરિયન્ટ્સને ઓળખવા માટે જીનોમ સિક્વન્સિંગની જરૂર પડે છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિના DNAના નમૂનાઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ભારતમાં આ કામ INSACOG (Indian SARS-CoV-2 Genomics Consortium) જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન- કોવિડના નવા વેરિયન્ટથી બચવા માટે કયા પગલાં લેવા જોઈએ? જવાબ: કોવિડ-19ના આ નવા સબ-વેરિયન્ટ પણ કોરોના વાઇરસ પરિવારનો ભાગ છે, તેથી એનાથી પોતાને બચાવવા માટે કોઈ નવી પદ્ધતિ અપનાવવાની જરૂર નથી. આ માટે ફક્ત જૂની અને અજમાવેલી અને ચકાસાયેલી પદ્ધતિઓ જ અસરકારક છે, જેમ કે આ સરળ સાવચેતીઓ રાખીને આપણે આ નવા વેરિયન્ટથી પોતાને અને અન્ય લોકોને બચાવી શકીએ છીએ.

Jun 1, 2025 - 02:37
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow