ડોનાલ્ડ ટ્રમ્પ નર્વ્સની ગંભીર બીમારીથી પીડિત!:ભારતમાં પણ દર ત્રણમાંથી એક વ્યક્તિને આ સમસ્યા; CVI શું છે? પગના સોજાને અવગણશો નહીં; બચવા માટેની 10 ટિપ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી તેમના પગના નીચેના ભાગોમાં સોજો અનુભવી રહ્યા હતા. જ્યારે તેમણે કારણ શોધવા માટે ટેસ્ટ કરાવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેમને ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી છે. જ્યારે પગની નસો ડેમેજ થવા લાગે છે અને યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી ત્યારે આ સમસ્યાને ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી કહેવામાં આવે છે. પગની નસોમાં વાલ્વ હોય છે, જે લોહીને હૃદય તરફ પાછું વહેવામાં મદદ કરે છે, જોકે આ તબીબી સ્થિતિમાં આ વાલ્વ ડેમેજ થાય છે, જેના કારણે પગમાં લોહી એકઠું થવા લાગે છે, જે નસોમાં પ્રેશર વધારે છે અને સોજો અથવા ઘા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. સામાન્ય રીતે આ સમસ્યા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. દુનિયામાં 10થી 35% પુખ્ત વયના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. ભારતમાં પણ દર ત્રણમાંથી એક પુખ્ત વયની વ્યક્તિને ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી હોય છે, જ્યારે 4-5% લોકોમાં એનાં લક્ષણો ગંભીર સ્વરૂપમાં જોવા મળે છે. આમાં આ કંડિશન અલ્સરનું સ્વરૂપ ધારણ કરે છે. તેથી આજે 'ફિઝિકલ હેલ્થ'માં આપણે ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી વિશે વાત કરીશું. ઉપરાંત, આપણે જાણીશું કે- ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી શું છે? ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી (CVI) એ પગની નસો સાથે સંબંધિત એક રોગ છે. આમાં પગની નસો ધીમે-ધીમે નબળી અથવા ડેમેજ થાય છે. પરિણામે, આ નસોને હૃદયમાં લોહી પાછું મોકલવામાં મુશ્કેલી પડવા લાગે છે. આને કારણે પગમાં લોહી એકઠું થવા લાગે છે અને નસોમાં દબાણ વધે છે. ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી શરીર પર કેવી અસર કરે છે? CVI એટલે કે ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સીમાં પગમાં લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને એ હૃદયમાં યોગ્ય રીતે પાછું ફરી શકતું નથી. જો એની સારવાર ન કરવામાં આવે તો પગની નસોમાં દબાણ એટલું વધી જાય છે કે સૌથી નાની રક્તવાહિનીઓ એટલે કે રુધિરકેશિકાઓ ફાટવા લાગે છે. આને કારણે સ્કિન પરના એ ભાગનો રંગ લાલ-ભૂરો થવા લાગે છે અને એ ભાગમાં થોડી ઈજા કે ખંજવાળનો અનુભવ થાય છે. રુધિરકેશિકાઓ (કેપેલરીઝ) ફાટવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે- આ અલ્સરનું ઝડપથી નિદાન થતું નથી અને જો સારવાર ન કરવામાં આવે તો એ ઇન્ફેક્શન વધી શકે છે. આ ઇન્ફેક્શન આસપાસની સ્કિનમાં પણ ફેલાઈ શકે છે, જેને સેલ્યુલાઇટિસ કહેવાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આ સ્થિતિ ખતરનાક બની શકે છે. ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સીનાં લક્ષણો શું છે? CVI એટલે કે પગની નસોમાં નબળાઈને કારણે લોહી હૃદય સુધી યોગ્ય રીતે પાછું પહોંચી શકતું નથી, જેના કારણે શરીરમાં ચોક્કસ લક્ષણો દેખાવાં લાગે છે. ગ્રાફિક જુઓ- ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સીના તબક્કા કયા છે? આ એક પ્રકારનો વેનિસ ડિસઓર્ડર છે અને એના 7 તબક્કા છે. આમાં પહેલા બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા થાય છે, પછી ધીમે-ધીમે પગમાં લોહી એકઠું થવા લાગે છે. ડૉક્ટર તમારા પગને જોઈને અથવા સ્પર્શ કરીને એ કયા તબક્કામાં છે એ ઓળખે છે. એના તબક્કા 0થી 6 સુધીના હોય છે- સ્ટેજ 0 - સ્કિન પર કોઈ લક્ષણો નથી આ સમયગાળા દરમિયાન પગમાં ભારેપણું અને નબળાઈ લાગે છે. હળવો દુખાવો પણ થઈ શકે છે. સ્ટેજ 1 - સ્કિન પર નસોમાં થોડો સોજો આ સામાન્ય રીતે દુખાવો કરતા નથી, પરંતુ એ ચેતા પર દબાણ હોવાનો સંકેત છે. સ્ટેજ 2 - વેરિકોઝ વેન્સ નસો 3 મિમી કે તેથી વધુ પહોળી થાય છે. આ નસો ફૂલવા લાગે છે, વળી જાય છે અને ઘણીવાર પીડાદાયક બને છે. સ્ટેજ 3 - સોજો પગ અને ઘૂંટીઓમાં સોજો છે, પરંતુ સ્કિનમાં હજુ સુધી કોઈ ફેરફાર થયા નથી. સ્ટેજ 4 - સ્કિનમાં ફેરફાર સ્કિન કાળા-ભૂરા રંગની થઈ શકે છે. સ્કિન સખત અથવા પાતળી થવા લાગે છે. સ્ટેજ 5 - ઘા રુઝાયા પછી ડાઘ પહેલા અલ્સર થાય છે, જે મટી જાય છે, પરંતુ એની અસર ત્વચા પર દેખાય છે. સ્ટેજ 6 - અલ્સર પગ પર એવા કેટલાક ઘા હોય છે, જે રુઝાતો નથી. તે ખૂબ પીડાદાયક હોઈ શકે છે. આ ધ્યાનમાં રાખો જ્યારે કોઈનો વેનસ ડિસઓર્ડર સ્ટેજ 3 કે તેથી વધુ હોય છે ત્યારે જ એને ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી (CVI) ગણવામાં આવે છે. જો પગની નસો ફૂલી રહી હોય અને ત્વચાનો રંગ બદલાઈ રહ્યો હોય તો સાવધાની રાખવાની જરૂર છે. ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સીનાં જોખમી પરિબળો જો એક કરતાં વધુ CVI જોખમ પરિબળ જોવામાં આવે તો આ સ્થિતિ વિકસાવવાની શક્યતા અન્ય કરતાં વધારે હોય છે. ગ્રાફિકમાં બધાં જોખમ પરિબળો જુઓ- ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી (CVI)ને કેવી રીતે અટકાવવી? એને સંપૂર્ણપણે રોકી શકાતું નથી, પરંતુ તમે તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરીને એનું જોખમ ઘટાડી શકો છો. આ ત્રણ બાબતનું ખાસ ધ્યાન રાખો 1. લેગ એલિવેશન કરો તમારા પગને થોડા સમય માટે હૃદયના સ્તરથી ઉપર રાખો. આ નસોમાં દબાણ ઘટાડવામાં મદદ કરે છે. ડૉક્ટર દિવસમાં ઓછામાં ઓછા 3 વખત 30 મિનિટ કે તેથી વધુ સમય માટે આ કરવાની ભલામણ કરે છે. 2. કસરત કરો વોકિંગ અને બીજી કસરતો પગમાં બ્લડ ફ્લો સુધારે છે. દરેક સ્ટેપ સાથે તમારા પગના સ્નાયુઓ સંકોચાય છે અને લોહીને હૃદય તરફ ઉપર તરફ ધકેલે છે. આ સ્નાયુ પંપને બીજું હૃદય કહેવામાં આવે છે. એ પગમાંથી લોહીને ઉપર તરફ ખસેડવામાં મદદ કરે છે અને તમારા રક્ત પ્રવાહ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 3. તમારું વજન નિયંત્રિત કરો વધારે વજન હોવાથી નસો પર દબાણ આવે છે અને નસના વાલ્વને નુકસાન થઈ શકે છે. તમારા માટે સ્વસ્થ વજન કેટલું હોવું જોઈએ એ વિશે ડૉક્ટરની સલાહ લો અને એ મુજબ તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો.

What's Your Reaction?






