પૂરપાટ ઝડપે વેગનઆરના ચલાવી અકસ્માત સર્જયો:રાણીપમાં દારૂ પીધેલા કારચાલકે 5થી વધુ વાહનને અડફેટે લીધાં, 3ને ઇજા, 1 ગંભીર
રાણીપમાં બકરા મંડી પાસે દારૂ પીધેલા કારચાલકે પાંચથી વધુ વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક ગંભીર છે. કારચાલક કોન્સ્ટેબલ હોવાની આશંકા છે. શનિવારે રાત્રે પીધેલા વેગનઆરના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. સ્થાનિક સૂત્રો મુજબ કારચાલક દારૂના નશામાં હતો અને પૂરપાટ ઝડપે કાર ચલાવી ત્રણ વાહનો અને લારી સહિતની વસ્તુઓને ટક્કર મારી હતી.

What's Your Reaction?






