કલેકટરને આવેદન આપી કરાઈ માંગ:આદિવાસીઓના રહેઠાણને ગામતળ ગણી ટીપીની કપાતમાંથી મુક્તિ આપો
નવસારીની નવી 3 ટીપી સ્કિમના અસરગ્રસ્તોએ ગુરુવારે મોટી સંખ્યામાં જિલ્લા સેવાસદન જઈ ટીપીને લઈ તેમને ઊભી થઈ રહેલી મુશ્કેલી રજૂ કરી હતી. નવસારીમાં હાલમાં તીઘરા, ઇટાળવા વિસ્તારની 3 ટીપી સ્કિમ બનાવી તેનો અમલ કરવાની તજવીજ ચાલી રહી છે. જોકે આ ટીપીને લઈ સ્થાનિક અનેક લોકોમાં તેમને મુશ્કેલી પડવાની અને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે,જેને લઈ તંત્રમાં રજૂઆતો અગાઉ બેથી ત્રણ વખત કરાયા બાદ ગુરુવારે તો મોટી સંખ્યામાં અસરગ્રસ્તોનો સમુહ જિલ્લા સેવાસદન અગ્રણી વિનોદ દેસાઈ સીએ સાથે પહોંચ્યો હતો . જ્યાં કલેકટરને એક આવેદનપત્ર પણ આપ્યું હતું. આ આવેદનમાં રિઝર્વેશનમાં છૂટછાટ, ગામતળ નજીકના ઘરોની સ્થિતિ, આદિવાસીઓના રહેઠાણને ગામતળ ગણી ટીપીની કપાતમાંથી મુક્તિ આપવા સહિત અનેક મુદ્દે કલેકટર ક્ષિપ્રા અગ્રેને રજૂઆત કરી હતી.

What's Your Reaction?






