ઓક્ટોબર 2026થી 4 રાજ્યોમાં જાતિગત વસતિ ગણતરી:બાકીના રાજ્યોમાં માર્ચ 2027થી કરવામાં આવશે; કેન્દ્રએ 1 મહિના પહેલા જાતિગત વસતિ ગણતરીની જાહેરાત કરી હતી

કેન્દ્ર સરકાર બે તબક્કામાં જાતિગત વસતિ ગણતરી કરશે. ગૃહ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર, 2026થી શરૂ થશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે 4 પહાડી રાજ્યો- હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં જાતિગત વસતિ ગણતરી હાથ ધરવામાં આવશે. બાકીના રાજ્યોને 1 માર્ચ, 2027થી બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે. ગૃહ મંત્રાલયે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે જાતિ વસતિ ગણતરી સાથે વસતિ ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંબંધિત સૂચના 16 જૂન, 2025 સુધીમાં સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. કેન્દ્રએ 30 એપ્રિલ, 2025ના રોજ જાતિ વસતિ ગણતરી કરવાની જાહેરાત કરી હતી. આઝાદી પછી દેશમાં આ પ્રથમ જાતિ વસતિ ગણતરી હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે જાતિ વસતિ ગણતરી મૂળભૂત વસતિ ગણતરી સાથે કરવામાં આવશે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો જાતિગત વસતિ ગણતરીની માગ કરી રહ્યા છે. દેશમાં છેલ્લી વસતિ ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. તે દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે. તે મુજબ આગામી વસતિ ગણતરી 2021માં હાથ ધરવામાં આવવાની હતી, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. સામાજિક-આર્થિક વસતિ ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી, ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો મનમોહન સિંહ સરકાર દરમિયાન 2011માં સામાજિક-આર્થિક અને જાતિગત વસતિ ગણતરી હાથ ધરવામાં આવી હતી. તે ગ્રામીણ વિકાસ મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી હતી. જો કે, આ સર્વેક્ષણનો ડેટા ક્યારેય જાહેર કરવામાં આવ્યો ન હતો. ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર ફક્ત તેનો SC-ST ઘરગથ્થુ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. 1948ના વસતિ ગણતરી કાયદામાં SC-STની ગણતરી કરવાની જોગવાઈ છે. OBCની ગણતરી માટે તેમાં સુધારો કરવો પડશે. આનાથી OBCની 2,650 જાતિઓનો ડેટા બહાર આવશે. 2011ની વસતિ ગણતરી મુજબ, 1270 SC અને 748 ST જાતિઓ છે. 2011માં SC વસતિ 16.6% અને ST 8.6% હતી. વસતિ ગણતરી ફોર્મમાં 29 કોલમ, ફક્ત SC-ST વિગતો 2011 સુધી વસતિ ગણતરી ફોર્મમાં કુલ 29 કોલમ હતા. જેમાં નામ, સરનામું, વ્યવસાય, શિક્ષણ, રોજગાર અને સ્થળાંતર જેવા સવાલોનો સમાવેશ થતો હતો અને ફક્ત SC અને ST કેટેગરીના સવાલો જ નોંધાતા હતા. હવે જાતિ વસતિ ગણતરી માટે તેમાં વધારાની કોલમ ઉમેરી શકાય છે. જાતિઓની ગણતરી માટે કાયદામાં સુધારો કરવો પડશે 1948ના વસતિ ગણતરી કાયદામાં SC-STની ગણતરી કરવાની જોગવાઈ છે. OBCની ગણતરી માટે તેમાં સુધારો કરવો પડશે. આનાથી OBCની 2650 જાતિઓનો ડેટા બહાર આવશે. 2011ની વસતિ ગણતરી મુજબ, 1270 SC અને 748 ST જાતિઓ છે. 2011માં SC વસતિ 16.6% અને ST 8.6% હતી. રાહુલ જાતિગત વસતિ ગણતરીની માગ કરી રહ્યા છે 2023માં જાતિ વસતિ ગણતરીની માંગણી કરનારા સૌપ્રથમ વિપક્ષના નેતા રાહુલ ગાંધી હતા. આ પછી તેઓ દેશ અને વિદેશમાં ઘણી સભાઓ અને મંચોમાં કેન્દ્ર પાસેથી જાતિ વસતિ ગણતરીની માગ કરી રહ્યા છે. વૈષ્ણવે કહ્યું - કોંગ્રેસ હંમેશા જાતિગત વસતિ ગણતરીનો વિરોધ કરે છે કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું, '1947થી જાતિગત વસતિ ગણતરી હાથ ધરવામાં આવી નથી. કોંગ્રેસ સરકારો હંમેશા જાતિગત વસતિ ગણતરીનો વિરોધ કરતી રહી છે. 2010માં સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું કે જાતિગત વસતિ ગણતરીનો મુદ્દો મંત્રીમંડળમાં ધ્યાનમાં લેવો જોઈએ. આ વિષય પર વિચાર કરવા માટે મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવ્યું હતું. મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત વસતિ ગણતરીની ભલામણ કરી હતી. આ હોવા છતાં કોંગ્રેસ સરકારે જાતિ સર્વેક્ષણ કે જાતિગત વસતિ ગણતરી કરવાનો નિર્ણય લીધો ન હતો. જાતિગત વસતિ ગણતરીની માગ ક્યારે ઉઠાવવામાં આવી હતી?

Jun 5, 2025 - 03:50
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow