રસોઈનો સ્વાદ વધારનારા વેસણમાં ભેળસેળ તો નથી ને?:ખરીદતા પહેલાં આ વાતોનું ખાસ ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય પર જોખમ

તાજેતરમાં, ફૂડ સેફ્ટી વિભાગે રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભેળસેળયુક્ત ચણાનો લોટ એટલે કે વેસણ બનાવતી એક ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં, ભેળસેળયુક્ત વેસણની 538 બોરીઓ જપ્ત કરવામાં આવી હતી. દરેક બોરી 30 કિલો વેસણથી ભરેલી હતી. ફેક્ટરીમાં વેસણ બનાવતી વખતે ચોખા અને બાજરી ચણામાં ભેળવવામાં આવી રહ્યા હતા. આ વેસણ બજારમાં 'છોટા લાલ લકડા' બ્રાન્ડ નામથી વેચાઈ રહ્યો હતો. ભારતીય ભોજનનો મહત્વપૂર્ણ ભાગ ગણાતા વેસણમાં ભેળસેળના અહેવાલો દેશભરમાંથી આવતા હોય છે. ભેળસેળયુક્ત વેસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી વેસણ ખરીદતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. તો, આજે 'કામના સમાચાર'માં આપણે વાત કરીશું કે, ભેળસેળયુક્ત વેસણ સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક છે? નિષ્ણાત: ડૉ. અનુ અગ્રવાલ, ડાયટિશિયન અને 'વનડાયટટુડે'ના ફાઉન્ડર પ્રશ્ન: વેસણમાં કઈ વસ્તુઓની ભેળસેળ કરવામાં આવે છે? જવાબ: શુદ્ધ વેસણ (ચણાનો લોટ) સંપૂર્ણપણે કુદરતી હોય છે, જે ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. બીજી બાજુ, ભેળસેળવાળા વેસણમાં ચોખા, બાજરી, ચોખાનો લોટ, મકાઈનો લોટ, સસ્તો લોટ અને ક્યારેક સોડા જેવી વસ્તુઓનો ભેળવવામાં આવે છે. તેનો ઉપયોગ વેસણને સસ્તુ બનાવવા અને જથ્થો વધારવા માટે થાય છે. આ વસ્તુઓ સસ્તી હોય છે અને ચણાના લોટમાં સરળતાથી ભળી જાય છે. આ ઉપરાંત, ભેળસેળ માટે કૃત્રિમ રંગો અને કેમિકલ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી વેસણનો રંગ અને બનાવટ આકર્ષક દેખાય. પ્રશ્ન: ભેળસેળયુક્ત વેસણ સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક? જવાબ: ડાયટિશિયન ડૉ. અનુ અગ્રવાલ કહે છે કે, 'વેસણમાં ભેળસેળ કરવાથી તેના જરૂરી પોષક તત્વો ઓછા થાય છે. તેનાથી માત્ર વેસણની ગુણવત્તામાં ઘટાડો નથી થતો પરંતુ ભેળસેળયુક્ત વસ્તુઓ શરીર પર વિવિધ રીતે ખરાબ અસર પણ કરે છે. દરેક ભેળસેળવાળી વસ્તુ સાથે કેટલાક સ્વાસ્થ્ય જોખમો સંકળાયેલા હોય છે.' નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- પ્રશ્ન: ઘરે બેઠાં ભેળસેળયુક્ત વેસણ કેવી રીતે ઓળખી શકાય? જવાબ: વેસણ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો ઉપયોગ ભજીયા, કઢી, ઢોકળા અને બીજી ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે. ભેળસેળ કરનારાઓ વેસણમાં એટલી સૂક્ષ્મ રીતે ભેળસેળ કરે છે કે, ગ્રાહક માટે તફાવત ઓળખવો સામાન્ય રીતે મુશ્કેલ બની જાય છે. તેનાથી માત્ર સ્વાદ પર જ અસર નથી થતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે. જોકે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ભેળસેળયુક્ત વેસણને ઓળખવા માટે કેટલીક રીતો સૂચવી છે. જેની મદદથી તમે ઘરે બેઠા ભેળસેળયુક્ત વેસણને ઓળખી શકો છો. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- પ્રશ્ન: વેસણ ખરીદતા પહેલાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ: આ માટે નીચે આપેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. જેમ કે- પ્રશ્ન: ભેળસેળયુક્ત વેસણ વેચનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે? જવાબ: ભારતમાં ભેળસેળ અને ખાદ્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓને નિયંત્રિત કરવા માટે ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, 2006 ઘડવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ કાયદા હેઠળ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ગેરકાયદેસર છે. જો કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ગુનાની ગંભીરતાના આધારે 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ખાધા પછી મૃત્યુ પામે છે, તો ગુનેગારને 10 વર્ષ સુધીની કેદ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે. જો ભેળસેળયુક્ત ખોરાક કોઈના જીવનને જોખમમાં ન મૂકે, તો તેને છેતરપિંડી ગણવામાં આવે છે અને 6 મહિનાથી 2 વર્ષની સજાને પાત્ર છે. જો ભેળસેળ કોઈના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે અથવા કોઈ રોગ ફેલાવે છે, તો ગુનેગારને 3 થી 7 વર્ષની જેલ અને ભારે દંડની સજા થઈ શકે છે. આમ, ભેળસેળ અટકાવવા માટે કડક કાયદા અને સજાઓ છે જેથી લોકોને સલામત અને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી શકે. પ્રશ્ન- આપણે ઘરે વેસણ કેવી રીતે બનાવી શકીએ? જવાબ- આ પ્રક્રિયામાં, ચણાને ધોઈને તેને સૂકવીને છાલ કાઢીને અને પછી તેને પીસીને બારીક લોટ તૈયાર કરવામાં આવે છે. તેમાં કોઈ ભેળસેળ નથી અને તે સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક છે કારણ કે તેમાં પ્રોટીન, ફાઇબર અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે.

Jun 1, 2025 - 02:37
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow