નારગોલમાં કાલે મેડિકલ કેમ્પ:સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી જગદંબાધામ ખાતે સ્ત્રીરોગ, સ્કિન અને કેન્સર નિદાન

ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં રવિવારે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ જગદંબાધામ ખાતે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે. વાપીની માયા ચેરીટેબલ ટ્રસ્ટ, ગ્રામ પંચાયત નારગોલ, 21મી સેન્ચુરી હોસ્પિટલ અને નાડકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ શ્રીમતી ઉમિયાબેન ગજાનંદ પટેલ પરિવાર ભંડારી સમાજ નારગોલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાશે. 21મી સેન્ચુરી હોસ્પિટલ વાપીના નિષ્ણાત તબીબો આ કેમ્પમાં સેવા આપશે. કેમ્પમાં સ્ત્રીરોગ નિદાન, સ્કિન સારવાર અને કેન્સર જેવી બીમારીઓનું નિદાન કરવામાં આવશે. નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ નારગોલ અને આજુબાજુના ગામના લોકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow