દીપિકા કક્કરની ટ્યુમર સર્જરી 14 કલાક ચાલી:પતિ શોએબે હેલ્થ અપડેટ પોસ્ટ કર્યું; એક્ટ્રેસ ICU માં સ્થિર અને સ્વસ્થ છે; પ્રાર્થના માટે આભાર માન્યો
દીપિકા કક્કર સ્ટેજ-2 લિવર કેન્સરથી પીડાઈ રહી હતી. 3 જૂને, તેના લિવરમાં ટ્યૂમરની સર્જરી કરવામાં આવી હતી. તે હાલમાં ICU માં છે. દીપિકાની સર્જરી 14 કલાક ચાલી હતી. પતિ શોએબ ઇબ્રાહિમે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે અને ચાહકોને તેના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. શોએબ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખે છે- 'બધાને નમસ્તે. ગઈકાલે રાત્રે હું તમને બધાને અપડેટ કરી શક્યો નહીં. તે એક લાંબી સર્જરી હતી. તે 14 કલાક સુધી ઓપરેશન થિયેટરમાં હતી. પરંતુ અલ્હમદુલિલ્લાહ બધું બરાબર રહ્યું. દીપી હાલમાં ICU માં છે અને તેને થોડો દુખાવો છે. પરંતુ તે સ્થિર અને સ્વસ્થ છે. તમારા બધાના પ્રેમ, સમર્થન અને પ્રાર્થના બદલ આભાર. તે અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એકવાર તે ICU માંથી બહાર આવી જશે, પછી હું તમને બધાને અપડેટ કરીશ. ફરી આભાર. તેના માટે પ્રાર્થના કરતા રહો.' તાજેતરમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું નોંધનીય છે કે, તાજેતરમાં દીપિકાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને ચાહકોને જણાવ્યું હતું કે તેને સ્ટેજ 2 લિવર કેન્સર છે. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'જેમ તમે બધા જાણો છો, છેલ્લા કેટલાક અઠવાડિયા અમારા માટે મુશ્કેલ રહ્યા છે. પેટના ઉપરના ભાગમાં તીવ્ર દુખાવા સાથે હોસ્પિટલમાં જવું પડ્યું, પછી ખબર પડી કે મારા લિવરમાં ટેનિસ બોલના કદની ગાંઠ છે અને પછી ખબર પડી કે આ ગાંઠ બીજા તબક્કાનું કેન્સર છે.' 'આ અમે જોયેલો અને અનુભવેલો સૌથી મુશ્કેલ સમય છે. હું પોઝિટિવ છું અને સંપૂર્ણ હિંમત સાથે તેનો સામનો કરવા અને તેમાંથી પસાર થવા માટે કટિબદ્ધ છું. ઇન્શાઅલ્લાહ. મારો પરિવાર આમાં મારી સાથે છે અને તમે બધા પણ સતત પ્રેમ અને પ્રાર્થના મોકલી રહ્યા છો. હું આમાંથી પસાર થઈ જઈશ. ઇન્શાઅલ્લાહ. મને તમારી દુઆઓમાં યાદ કરજો.'

What's Your Reaction?






