હોલિવૂડ સ્ટારે ઉર્વશીની પ્રશંસાના પુલ બાંધ્યા:લિયોનાર્ડો ડિ કેપ્રિયોએ 'ક્વીન ઑફ કાન' કહી હોવાનો એક્ટ્રેસનો દાવો, ટ્રોલ્સનો નિશાનો બની

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હેડલાઇન્સમાં કેવી રીતે રહેવું તે સારી રીતે જાણે છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે, હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડો ડિ કેપ્રિયોએ તેને 'ક્વીન ઑફ કાન' કહી છે. તેણે લિયોનાર્ડો સાથેની સેલ્ફી પોસ્ટ કરીને આ દાવો કર્યો છે. ઉર્વશીએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી હતી, જેમાં તે હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડો સાથે જોવા મળી રહી છે. એક્ટ્રેસે ફોટોના કેપ્શનમાં લખ્યું છે, 'જ્યારે લિયોનાર્ડો ડિ કેપ્રિયો તમને ક્વીન ઑફ કાન કહે! લીઓ...હવે આ એક ટાઇટેનિક કૉમ્પ્લિમેન્ટ છે'. જોકે, યૂઝર્સનો દાવો છે કે આ ફોટો જૂનો છે. હવે આ પોસ્ટ પર યૂઝર્સ ઉર્વશીની મજાક ઉડાવી રહ્યા છે. રામ નામના યૂઝરે લખ્યું- 'ભાઈએ તારો સ્કેચ તો નથી બનાવ્યોને?' રાહુલ નામના યૂઝરે લખ્યું, 'શું તેને તમારા મંદિર વિશે ખબર છે?', પલ્લવી નામની યૂઝરે લખ્યું, 'લિયોનાર્ડો ડિ કેપ્રિયોની બાજુમાં ઉભી રહેનારી પહેલી મહિલા'. અન્ય એક યૂઝરે ઉર્વશીને પુછ્યું, 'શું તેણે 'દિબિડી-દિબિડી' અને 'ડાકૂ મહારાજ' માટે તારી પ્રશંસા કરી?' જોકે, આ પહેલી વાર નથી, જ્યારે ઉર્વશીએ 'ટાઇટેનિક'ના સ્ટાર વિશે કોઈ દાવો કર્યો હોય. એક્ટ્રેસે ત્રણ વર્ષ પહેલાં પણ એમ કહ્યું હતું કે, 'હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડો ડિ કેપ્રિયોએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ઉપસ્થિતિ અંગે કૉમ્પ્લિમેન્ટ આપ્યું હતું. સાથે જ એમ પણ કહ્યું હતું કે, તે એક ટેલેન્ટેડ એક્ટ્રેસ (પ્રતિભાશાળી અભિનેત્રી) છે. ઉર્વશીને આ દાવા માટે ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ કાનમાં પહેલા દિવસે ઉર્વશીના રેડ કાર્પેટ લુકની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવી, ત્યારે તે ભડકી ગઈ હતી. આ અંગે એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, 'તો દેખીતી રીતે હું ઝીરો કરિશ્મા સાથે ઐશ્વર્યા રાય બનવાનો પ્રયાસ કરી રહી છું. ડાર્લિંગ ઐશ્વર્યા આઇકોનિક છે. પણ હું અહીં કોઈની ડુપ્લિકેટ બનવા નથી આવી. હું બ્લુપ્રિન્ટ છું.' 'મને કાનમાં પ્રવાહમાં ભળી જવા માટે આમંત્રણ આપવામાં નથી આવ્યું, હું અહીં અલગ તરી જવા માટે આવી છું. મારો દેખાવ, મારી સ્ટાઇલ અને મારો કોન્ફિડન્સ તમને અસહજ અનુભવ કરાવતા હોય તો કદાચ તમારે એક ઊંડો શ્વાસ લેવો જોઈએ. હું દરેક વ્યક્તિને સમજાતી નથી. હું ફાયરવર્કની સાથે શેમ્પેન જેવી છું.'

Jun 1, 2025 - 02:43
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow