'ભાણીયાને રોલ અપાવવામાં મારા દીકરાનું પત્તુ કાપ્યું':ટીવી એક્ટર સિદ્ધાર્થ નિગમની માતાનો અજય દેવગણ પર નેપોટિઝમનો ગંભીર આરોપ

રવિના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગણના ભાણેજ અમન દેવગણે તાજેતરમાં ફિલ્મ 'આઝાદ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે ટીવી એક્ટર સિદ્ધાર્થ નિગમની માતાએ આ ફિલ્મ વિશે ખુલાસો કર્યો કે, શરૂઆતમાં સિદ્ધાર્થને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેમને જાણ કર્યાં વિના જ અજય દેવગણના ભાણેજ અમનને ફિલ્મમાં મુખ્ય પાત્રમાં લેવામાં આવ્યો. ઇન્સ્ટન્ટ બોલિવૂડ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથે વાત કરતા, સિદ્ધાર્થ અને તેની માતા વિભા નિગમે 'આઝાદ' ફિલ્મ ક્યારે મળી અને પછી તેમને તેમાંથી કાઢી મૂકવામાં આવ્યા તે વિશે વાત કરી. વિભા કહે છે, 'મને ખબર નથી કે મારે આ કહેવું જોઈએ કે નહીં. હું તેને મીટિંગ માટે સાથે લઈ ગઈ હતી. આખી સ્ક્રિપ્ટનું વર્ણન કરવામાં આવ્યું હતું અને અમે એક વર્ષ રાહ જોઈ. હું ખૂબ ખુશ હતી કારણ કે, ફિલ્મ સારી હતી અને સિદ્ધાર્થ બોલિવૂડમાં સારી શરૂઆત કરી રહ્યો હતો. મને સ્ક્રિપ્ટ ગમી હતી.' તેમણે વાત આગળ વધારી, 'લાંબા સમય સુધી રાહ જોયા પછી, જ્યારે તેણે ફિલ્મના પોસ્ટર પર અમાનને જોયો, ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ.' વિભાએ કહ્યું, 'અચાનક, બે વર્ષ પછી, સિદ્ધાર્થે મને 'આઝાદ'નું પોસ્ટર બતાવ્યું અને કહ્યું, મમ્મી તે રિલીઝ થઈ ગયું છે અને આ લોકો ફિલ્મમાં છે. પછી મેં જોયું કે અજય દેવગણના ભાણેજ અને રાશાએ પણ ફિલ્મમાં કામ કર્યું છે. મારા જીવનમાં પહેલીવાર, મને ખરાબ લાગ્યું. જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે મને માતા તરીકે ખૂબ જ દુઃખ થાય છે. પછી મને સમજાયું કે તે બંને સ્ટાર કિડ્સ છે અને તેનાથી બધું બદલાઈ ગયું.' આ સમગ્ર મામલે સિદ્ધાર્થે કહ્યું, 'આ માટે કોઈને દોષી ઠેરવી શકાય નહીં. આ એક બિઝનસ ઇન્ડસ્ટ્રી છે, તેથી તેમણે આવું કેમ કર્યું તે પૂછવાનો કોઈ અર્થ નથી. તેમની પાસે પોતાના કારણો હશે. આ એક વ્યક્તિગત અનુભૂતિ અને પીડા છે. તમે આશાઓ ઉભી કરો છો કે કદાચ કંઈક ઠીક થશે. અમે આખું વર્ષ રાહ જોતા રહ્યા અને પછી અમે ટીઝર જોયું. ટીઝર જોયા પછી અમે વિચાર્યું, ઓહ, ઠીક છે, છોડો હવે, આગળ વધીએ.' સિદ્ધાર્થના કરિયરની વાત કરીએ તો, ટીવી ઉપરાંત તે ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યો છે. ટીવી પર તેણે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'અલાદ્દીન' જેવી પ્રખ્યાત સિરિયલોમાં કામ કર્યું છે. મોટા પડદા પર તે 'ધૂમ-3', 'મુન્ના માઈકલ' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

Jun 5, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow