સઉદી ફિલ્મ '7 ડોગ્સ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ:સલમાન-સંજયની પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ; બન્નેએ હોલિવૂડ સ્ટાર્સની લાઇમલાઇટ ઝાંખી પાડી દીધી
સલમાન ખાન અને સંજય દત્તની આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'ધ સેવન ડોગ્સ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. બંને સ્ટાર્સ આ સાઉદી અરેબિયન એક્શન કોમેડી ફિલ્મ સાથે ઇન્ટરનેશનલ લેવલે ડેબ્યૂ કરી રહ્યા છે. ટીઝરમાં સલમાન અને સંજય દત્ત બંનેની ઝલક જોઈ શકાય છે. ટીઝરમાં શક્તિશાળી દૃશ્યો, ઉચ્ચ કક્ષાની એક્શન અને ઇન્ટરનેશનલ સ્ટાઇલમાં બતાવવામાં આવી છે. ટીઝરમાં સલમાન સફેદ બ્લેઝરમાં જોવા મળે છે, જ્યારે સંજય રિવોલ્વર સાથે એન્ટ્રી કરે છે. જોકે, બંનેના પાત્રો વિશે હજુ સુધી વધુ માહિતી નથી. આ ફિલ્મનું દિગ્દર્શન 'બેડ બોયઝ ફોર લાઈફ' અને 'મિસ માર્વેલ' ની પ્રખ્યાત દિગ્દર્શક જોડી, આદિલ અલ અરબી અને બિલાલ ફલ્લાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રખ્યાત આરબ કલાકારો કરીમ અબ્દેલ અઝીઝ અને અહેમદ એઝ પણ છે. આ ફિલ્મ ઇન્ટરપોલ ઓફિસર ખાલિદ અલ-અઝ્ઝાઝીની વાર્તા પર આધારિત છે જે 7 ડોગ્સ નામના ગુપ્ત ગુનાહિત સંગઠનના શક્તિશાળી સભ્ય ગલી અબુ દાઉદને પકડી લે છે. એક વર્ષ પછી, જ્યારે સિન્ડિકેટ મધ્ય પૂર્વમાં 'પિંક લેડી' નામની એક ખતરનાક નવી દવા રજૂ કરે છે, ત્યારે ખાલિદ તેમના જૂના દુશ્મન સાથે મળીને તેમને રોકવા માટે કામ કરે છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા સેટ પરથી સલમાન ખાનના ફૂટેજ લીક થયા હતા. લીક થયેલા ફૂટેજમાં સલમાન ખાકી યુનિફોર્મમાં ઓટો-રિક્ષામાં ભીડભાડવાળી શેરીઓમાંથી પસાર થતો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે તેના દૃશ્યો મુંબઈના સેટઅપમાં શૂટ કરવામાં આવ્યા છે. 'ધ સેવન ડોગ્સ'નું પહેલું પ્રોડક્શન રિયાધના બિગ ટાઈમ અલ-હોસન સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવશે. તે 2025 ના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે. ફિલ્મનું બજેટ અને મુખ્ય કલાકારો એવું કહેવાય છે કે આ ફિલ્મનું બજેટ 40 મિલિયન ડોલર એટલે કે 343 કરોડ રૂપિયાથી વધુ છે. આરબ સિનેમાના પાવરહાઉસ ગણાતા કરીમ અબ્દેલ અઝીઝ અને અહેમદ એઝ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ બંને અગાઉ 'કિરા અને અલ ગેન'માં સાથે જોવા મળ્યા હતા, જેણે ઇજિપ્તમાં સૌથી વધુ કમાણી કરતી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. નોંધનીય છે કે, સલમાન ખાન અને સંજય દત્તે ઘણી બોલિવૂડ ફિલ્મો સાથે કરી છે. ટૂંક સમયમાં જ બંને ફરી એકવાર બોલિવૂડ પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. સલમાને પોતે ફિલ્મ 'સિકંદર'ની પ્રેસ મીટમાં આ વાતની પુષ્ટિ કરી હતી.

What's Your Reaction?






