નાગાર્જુનનો નાનો દીકરો પણ સેટલ થઈ ગયો!:9 વર્ષ મોટી મુસ્લિમ ગર્લફ્રન્ડને પરણ્યો, રામચરણ, રાજામૌલી સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા; 8 જૂને ગ્રાન્ડ રિસેપ્શન

સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના બીજા પુત્ર અને ટોલિવૂડ એક્ટર અખિલ અક્કિનેનીએ લગ્ન કર્યા છે. તેણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઝૈનબ રાવદજી સાથે પરંપરાગત તેલુગુ સ્ટાઈલમાં સાત ફેરા લીધી છે. બંનેએ હૈદરાબાદમાં નાગાર્જુનના જ્યુબિલી હિલ્સ સ્થિત ઘરે એક ગુપ્ત સમારંભમાં લગ્ન કર્યા. આ દરમિયાન ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ભાઈ નાગ ચૈતન્ય અને ભાભી શોભિતા ધૂલીપાલા પણ હાજર રહ્યાં હતાં. લગ્નમાં અખિલ અને ઝૈનબે પરંપરાગત તેલુગુ કપડાં પહેર્યા હતા. ઝૈનબ પેસ્ટલ આઇવરી સિલ્ક સાડી અને ગોલ્ડન બ્લાઉઝમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેણે તેની સાથે પરંપરાગત સોનાના ઘરેણાં પહેર્યા હતા. જ્યારે અખિલનો આઇવરી કુર્તા અને ધોતીમાં સિમ્પલ લુક જોવા મળ્યો હતો. અખિલ-ઝૈનબના લગ્નમાં એક્ટર ચિરંજીવી, રામ ચરણ, ડિરેક્ટર એસએસ રાજામૌલી અને અન્ય લોકોએ હાજરી આપી હતી. આ ઘનિષ્ઠ લગ્ન પછી, અખિલના પરિવારે 8 જૂને એક ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પાર્ટી અન્નપૂર્ણા સ્ટુડિયોમાં યોજાશે, જેમાં ફિલ્મ અને રાજકારણના મોટા નામો જોઈ શકાય છે. નાગાર્જુન ગયા અઠવાડિયે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓને મળ્યા હતા અને તેમને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. જાનમાં બાપ-દીકરો મન મૂકીને નાચ્યાં અખિલના લગ્નનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નાગાર્જુન તેમના બે પુત્રો નાગ ચૈતન્ય અને અખિલ સાથે અમિતાભ બચ્ચનના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, નાગાર્જુન અને તેમની પત્ની અમલાનો એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ અખિલ સાથે લગ્નની વિધિઓ કરતા જોવા મળી રહ્યો છે. કોણ છે ઝૈનબ રાવદજી? ઝૈનબ રાવદજી જાણીતાં ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવદજીની પુત્રી છે. તે બાંધકામ ઉદ્યોગમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. ઝૈનબનો ભાઈ ઝૈન રાવદજી ZR રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે. ઝૈનબ રાવદજીએ પોતાનું જીવન ભારત, દુબઈ અને લંડનમાં વિતાવ્યું છે. મૂળ હૈદરાબાદની ઝૈનબ આ દિવસોમાં મુંબઈમાં રહે છે. 2016 માં, અખિલે બિઝનેસ ટાયકૂન જીવી કૃષ્ણ રેડ્ડીની પૌત્રી શ્રિયા ભૂપાલ સાથે સગાઈ કરી હતી. બંનેના લગ્ન 2017 માં થવાના હતા પરંતુ તે સંબંધ તૂટી ગયો. બ્રેકઅપનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું.

Jun 6, 2025 - 19:51
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow