'સ્પિરિટ' વિવાદમાં દીપિકાને અજય દેવગણનું સમર્થન:એક્ટરે કહ્યું, 'પ્રામાણિક ફિલ્મ મેકર્સને 8 કલાકની શિફ્ટથી કોઈ સમસ્યા નથી હોતી'

ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ'એ સોશિયલ મીડિયા અને ઇન્ડસ્ટ્રીમાં એક નવી ચર્ચા જગાવી છે. દીપિકા પાદુકોણે ફિલ્મમાં કામ કરવા માટે આઠ કલાકની શિફ્ટની માંગણી કરી હતી, ત્યારબાદ તેને અનપ્રોફેશનલ ગણાવીને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. હવે અજય દેવગણ અને કાજોલે કોઈનું નામ લીધા વિના આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. કાજોલની આગામી ફિલ્મ 'મા'ના ટ્રેલર લોન્ચ દરમિયાન, અજયને પૂછવામાં આવ્યું કે, શું હિન્દી ફિલ્મ મેકર્સને નવી માતાઓની આઠ કલાકની શિફ્ટની માંગ પસંદ આવી રહી છે? તેના જવાબ આપતા અજયે કહ્યું, 'એવું નથી કે લોકોને તે પસંદ નથી આવી રહ્યું, મોટાભાગના પ્રામાણિક ફિલ્મ મેકર્સને તેમાં કોઈ સમસ્યા નહીં હોય. આ ઉપરાંત, માતા બનવાથી આઠ કલાક કામ કરવું, મોટાભાગના લોકો આઠ-નવ કલાકની શિફ્ટમાં કામ કરવા લાગ્યા છે. તે વ્યક્તિ વ્યક્તિ પર આધાર રાખે છે અને મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકો આ સમજે છે.' જ્યારે કાજોલે આ બાબતે કટાક્ષ કરતા કહ્યું, 'મને એ વાત ગમી કે તમે ઓછું કામ કરી શકો છો.' આખો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે એ સમાચાર આવ્યા કે, દીપિકાએ ફિલ્મ 'સ્પિરિટ'માં કામ કરવા માટે ઘણી માંગણીઓ કરી છે, જેમાં આઠ કલાકની શિફ્ટ, ભારે ફી, નફામાં હિસ્સો અને તેલુગુમાં સંવાદ ન બોલવા જેવી માંગણીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2024માં દીપિકા માતા બની. પ્રોફેશનલ અને અંગત જીવનને સંતુલિત રાખવા માટે તેણે અઠવાડિયામાં 5 દિવસ 8 કલાકની શિફ્ટની ઇચ્છા વ્યક્ત કરી. ડિરેક્ટર સંદીપ એક્ટ્રેસની આ માંગણીઓથી ખુશ નહતો. તેથી દીપિકાની માંગણીઓને અનપ્રોફેશનલ ગણાવીને તેની હકાલપટ્ટી કરી તૃપ્તિ ડિમરીને ફિલ્મમાં લેવામાં આવી છે. , સંદીપ રેડ્ડી વાંગા દીપિકા પર ભડક્યો, કહ્યું-'સ્પિરિટ' તો છોડી પણ સ્ક્રિપ્ટ લીક કરી વિશ્વાસઘાત પણ કર્યો સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ 'સ્પિરિટ'માંથી દીપિકા પાદુકોણને કાઢી મૂકવામાં આવી છે. દીપિકાનું સ્થાન તૃપ્તિ ડિમરીએ લીધું છે. દીપિકાએ અનપ્રોફેશનલ માંગણીઓ કરી રહી હોવાના આરોપો હતા. જોકે, હવે સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાનું નામ લીધા વિના આરોપ લગાવ્યો છે કે- તેણે ફિલ્મ છોડતાની સાથે જ ફિલ્મની સ્ક્રિપ્ટ લીક કરી દીધી છે. સંપુર્ણ સમાચાર વાંચો...

Jun 1, 2025 - 02:43
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow