'સાત વર્ષથી મારી ઓનલાઇન સતામણી કરે છે':સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારનની પત્ની સુપ્રિયાએ મહિલા ટ્રોલરને જાહેરમાં ખુલ્લી પાડી, ઠપકો આપ્યો

'સરઝમીન' ફેમ સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારનની પત્ની સુપ્રિયા મેનનને છેલ્લા સાત વર્ષથી ઓનલાઇન હેરાન કરવામાં આવી રહી હતી. આ વાતનો ખુલાસો સુપ્રિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને કર્યો છે. સાથે જ તેણે ટ્રોલ કરનારી મહિલાને ઠપકો પણ આપ્યો છે. સુપ્રિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે જાહેરમાં તે મહિલાનું નામ આપ્યું હતું, જે કથિત રીતે તેને વર્ષોથી ટ્રોલ કરી રહી છે. સ્ટોરીમાં સુપ્રિયાએ લખ્યું, 'મળો, ક્રિસ્ટીના એલ્ડોને. તે મોટાભાગે એવા એકાઉન્ટ્સ પર ખરાબ કમેન્ટ્સ કરે છે, જે મારા વિશે કંઈક પોસ્ટ કરે છે. તે નકલી એકાઉન્ટ્સ બનાવીને પોસ્ટ કરતી રહી અને હું તેને બ્લોક કરતી રહી. મને થોડા વર્ષો પહેલા ખબર પડી કે, તે કોણ છે પરંતુ મેં કોઈ કાર્યવાહી ન કરી કારણ કે, તેનો એક નાનો દીકરો છે. તેણે જે ફિલ્ટર લગાવ્યું છે, તે પણ તેની અંદરની કુરૂપતાને છુપાવી શકતું નથી, જે તે 2018થી મારા પર ઉછાળી રહી છે. ETimes ના એક અહેવાલ મુજબ, સુપ્રિયાને હેરાન કરનાર ક્રિસ્ટીના એલ્ડો ઉર્ફે ક્રિસ્ટીના બાબુ કુરિયન એક મલયાલી નર્સ છે, જે યુએસમાં રહે છે. મહિલાએ સુપ્રિયાના સ્વર્ગસ્થ પિતા પર અપમાનજનક કમેન્ટ્સ કરતા સુપ્રિયાએ આ મહિલા ટ્રોલ વિશે જાહેરમાં લખવાની ફરજ પડી હતી. વર્ષ 2023 માં, સુપ્રિયાએ તેના પરિવાર પર કમેન્ટ્સ બાદ કાનૂની કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો હતો. નોંધનીય છે કે, પૃથ્વીરાજ સુકુમારન સાથે લગ્ન કર્યાં પહેલા સુપ્રિયા એક પત્રકાર હતી. થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ 2011માં લગ્ન કર્યાં. તેમની દીકરી અલંકૃતાનો જન્મ 2014માં થયો હતો. લગ્ન પછી સુપ્રિયાએ નોકરી છોડી દીધી અને હવે તે 'પૃથ્વીરાજ પ્રોડક્શન્સ'ની વડાં છે. એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે તાજેતરમાં OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ 'સરઝમીન'માં કાજોલ અને ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળ્યો હતો.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow