છોટા ઉદેપુરમાં દારૂની હેરાફેરી:પાવી જેતપુરના ઘોડિયાલા પાસેથી સ્વિફ્ટ કારમાંથી 4.19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

છોટા ઉદેપુર જિલ્લા એલસીબીએ પાવી જેતપુરના ઘોડિયાલા ગામ પાસેથી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. એલસીબીની ટીમ કરાલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે ઘોડિયાલા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર GJ 06 LK 2724) આવતી જોઈ તેને રોકી તપાસ કરી હતી. કારની તપાસ દરમિયાન પોલીસને વિદેશી દારૂની 1494 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 4,19,616 આંકવામાં આવી છે. પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ. 7,19,616નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબીની ટીમે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow