ફરાહ ખાનના કુક દિલીપના નામે ફેક એકાઉન્ટ બન્યું:ફિલ્મમેકરે ચેતવણી આપી- 'એકાઉન્ટ બંધ કરી દે, એમાં જ તારી ભલાઈ છે'; લોકોને સાવચેત રહેવા જણાવ્યું

ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને ફિલ્મો બાદ વ્લોગિંગ પર પણ પોતાની પકડ જમાવી છે. છેલ્લા છોડા સમયથી તેણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, જેમાં તે તેના કુક (રસોઇ કરનાર) સાથે વિવિધ વાનગીઓ બનાવતી અને સેલેબ્રિટીના ઘરે જઈને કુકિંગ વ્લોગ બનાવતી જોવા મળે છે. ફરાહની યુટ્યુબ ચેનલની લોકપ્રિયતા પાછળ મોટો ફાળો તેના કુક દિલીપનો પણ છે. સોશિયલ મીડિયામાં ધીમે ધીમે દિલીપ લોકપ્રિય બની રહ્યો છે. ત્યારે કોઈ શખ્સે દિલીપના નામે ફેક આઈડી બનાવી હોવાનો ફરાહ ખાને ખુલાસો કર્યો છે. રવિવારે સવારે ફરાહ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં દિલીપના નામ વાળા એક એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. 50 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા આ એકાઉન્ટે પોતાને એક વ્લોગર તરીકે દર્શાવ્યું છે અને ફરાહનું પણ નામ લીધું છે. પરિણામે ફરાહે તેના એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું, 'આ એક નકલી એકાઉન્ટ છે અને અમે ફરિયાદ કરી રહ્યા છીએ.' ઉપરાંત ફરાહે તે એકાઉન્ટને ટેગ કરીને લખ્યું, 'તું આ એકાઉન્ટ બંધ કરી દે, તેમાં જ તારી ભલાઈ છે.' ફરાહે જ્યારે સ્ક્રીનશોટ શેર કર્યો, ત્યારે તે એકાઉન્ટ પર 244 પોસ્ટ હતી, જેમાંથી મોટાભાગની રીલ્સ હતી અને દરેક રીલને 1 લાખથી વધુ વ્યૂ મળ્યા હતા. તેમાંથી મોટા ભાગના વીડિયો ફરાહ અને દિલીપના વ્લોગ્સના ક્લિપ હતી. જોકે, ફરાહે પોસ્ટ કર્યાના થોડી જ મિનિટોમાં એકાઉન્ટે પોતાનું નામ અને ડિસ્પ્લે ઇમેજ બદલી નાખી, તેમજ દરેક પોસ્ટ પણ ડિલિટ કે આર્કાઇવ કરી નાખી છે, અત્યારે તે એકાઉન્ટનું નામ A1 બ્લોગર છે અને હવે તેમાં 0 પોસ્ટ છે. નોંધનીય છે કે, હાલમાં ઇન્સ્ટાગ્રામ પર દિલીપના નામે ઘણા બીજા એકાઉન્ટ્સ છે, પણ તેમાંથી કોઈપણના 100 ફોલોઅર્સ પણ નથી. તેમની પહોંચ ખૂબ ઓછી છે. ફરાહ ખાને 2024માં દિલીપ સાથે પોતાના કુકિંગ વ્લોગ્સની શરૂઆત કરી હતી. બંનેના વ્લોગ્સ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ હિટ થઈ રહ્યા છે. ઘરે જમવાનું બનાવવાથી શરૂ કરેલા વ્લોગ્સમાં હવે ફરાહ અને દિલીપ બીજા સેલિબ્રિટિઝના ઘરે જાય છે અને ત્યાં સાદી, ઘરે બનતી રોજની વાનગી બનાવે છે. બંનેની રમુજી વાતો અને ટોમ એન્ડ જેરી જેવો અંદાજ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Aug 4, 2025 - 12:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow