કેમેરા જોતાં જ કીર્તિ પટેલે રંગ બદલ્યો:કોર્ટની બહાર આવતાં જ ચહેરા પર બાંધેલો દુપટ્ટો હટાવ્યો, પોલીસની હાજરીમાં વીડિયો બનાવનારને કહ્યું- 'લઈ લે બરાબર મસ્ત હો'

સુરતમાં દોઢ મહિના પહેલા ટીકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલની ધરપકડ બાદ કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં રહી છે. ધરપકડના બીજા જ દિવસે પોલીસની સામે નફ્ફટાઈથી હસવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ કોર્ટમાંથી તેને જેલમાં ખસેડવામાં આવી ત્યારે પણ તે બિન્દાસ થઈને જતી હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર કોર્ટમાંથી જેલમાં જતા સમયનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જેમાં કેમેરાને જોતા જ રંગમાં આવી ગઈ અને ચહેરા પર બાંધેલા દુપટ્ટાને હટાવીને ત્યાં હાજર વીડિયો બનાવનારને કહ્યું-'લઈ લે બરાબર મસ્ત હો...' ઉલ્લેખનીય છે કે, જ્યારે 18 જુલાઈના રોજ કીર્તિ પટેલની ધરપકડ કરીને પોલીસ લઈને આવતી હતી ત્યારે પણ તે નફ્ફટ થઈ હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું. આ સાથે જ વીડિયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતાં બેસતાં બોલી રહી હતી અને સતત હસતી રહી હતી. આ પણ વાંચો: પોલીસના કબજામાં હતી છતાં નફ્ફટાઇથી બોલી-વીડિયો ટકાટક બનાવી આખા ગુજરાતમાં ફેલાવજો કીર્તિની જે કેસમાં ધરપકડ થઈ તે કેસ શું છે? સુરતના કાપોદ્રામાં રહેતા 65 વર્ષીય બિલ્ડરના ઉમરા-વેલંજાના પ્રોજેક્ટમાં વિજય મનજી સવાણીએ 2015-16માં એક મકાન બુક કરાવ્યું હતું અને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે બાદમાં તે કેન્સલ કરી સાત લાખની માંગણી કરી હતી. કોરોનાને કારણે નાણાં નહિ આપી શકેલા આ બિલ્ડરની સોશિયલ મીડિયામાં બદનામી કરી 30 લાખની ખંડણી માંગતાં તેમણે વિજય વિરુદ્ધ કામરેજ, સરથાણામાં બે ગુના નોંધાવી કોર્ટમાં દાવો પણ કર્યો હતો. કોર્ટમાં કરેલા દાવો બોર્ડ પર આવતાં વિજય પટેલનું ઉપરાણું લઈ કીર્તિ પટેલે ઝંપલાવ્યું હતું. કોર્ટ 18 જુલાઈથી છેલ્લા દોઢ મહિનાથી જેલમાં બંધ પહેલાં સોશિયલ મીડિયામાં આ બિલ્ડર અને તેના પરિવારની બદનામી કરી બિલ્ડરને કોસમાડીના સિલ્વર ફાર્મમાં બોલાવી કોલ્ડ્રિક્સમાં દારૂ પીવડાવી વીડિયો ઉતારી લેવાયો હતો. કીર્તિ પટેલે યુવતી સાથેનો બિલ્ડરનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી. આ સાથે 2 કરોડની ખંડણી પણ માંગી હતી. આ કેસમાં વરાછા પોલીસે ગત 17 જૂનમાં રોજ કીર્તિ રણછોડ અડાલજા (પટેલ)(રહે. કુશલ દર્શન એપા., પરવટ પાટિયા)ની ધરપકડ કરી 18 જુલાઈના રોજ જેલમાં મોકલી હતી. આ પણ વાંચો: જૂની અદાવતમાં કીર્તિ પટેલે યુવતીના ફોટા વાઇરલ કર્યા, સોશિયલ મીડિયામાં બીભત્સ લખાણ લખ્યું આ પણ વાંચો: કુખ્યાત કીર્તિના કાંડ, ખંડણીથી લઈ હત્યાના પ્રયાસ સુધી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખંડણી કેસમાં રજૂ કરાઇ હતી 18 જુલાઈથી કીર્તિ પટેલ છેલ્લા દોઢ મહિનાથી જેલમાં બંધ છે. બહાર આવવા માટે તે અત્યાર સુધીમાં બે વાર જામીન અરજી કરી ચૂકી છે. જોકે કોર્ટ દ્વારા જામીન અરજીના મંજૂર કરવામાં આવી રહી છે. દરમિયાન બે દિવસ પહેલા કીર્તિ પટેલને ફરી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખંડણીના કેસમાં રજૂ કરવામાં આવી હતી. કીર્તિ પટેલ જ્યારે કોર્ટમાં આવી ત્યારે મોઢા પર દુપટ્ટો બાંધીને આવી હતી અને તેનો વીડિયો બની રહ્યો છે તેનાથી અજાણ હતી. કીર્તિએ કેમેરો જોતા જ પોતાનો રંગ બતાવ્યો કોર્ટમાંથી ફરી જેલમાં કીર્તિ પટેલને લઈ જવામાં આવી રહી હતી. ત્યારે કીર્તિ પટેલને પોતાનો વીડિયો બની રહ્યો હોવાની જાણ થઈ ગઈ હતી. જેથી તેણે તાત્કાલિક જ પોતાના ચહેરા પરનો દુપટ્ટો હટાવી દીધો હતો અને વીડિયો બનાવનારને કહ્યું હતું કે હવે લે... ત્યારબાદ વીડિયો બનાવનાર નજીક આવતા જ હવે લઈ લે બરાબર મસ્ત હો તેમ કહીને પોતાનો રંગ બતાવ્યો હતો. હજુ પણ કીર્તિ પટેલને પોતે આચરેલા ગુના અંગે કોઈ અફસોસ હોય તેવું લાગી રહ્યું નથી. દોઢ મહિનાથી જેલ બહાર આવવા કીર્તિના હવાતિયાં અત્રે ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિત 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં તે ત્રણ વાર જેલમાં પણ જઈ ચૂકી છે. બે કેસમાં જેલમાં ગયા બાદ આરામથી જામીન મળી જતા બહાર આવી ગઈ હતી અને ત્યારબાદ ફરી ગુનાઓ આચરવાનું શરૂ કર્યું હતું. જોકે દોઢ મહિના પેહલા થયેલી ધરપકડ બાદ કીર્તિ પટેલ જેલમાંથી બહાર આવવા માટે હવાતિયાં મારી રહી છે. જોકે તે પોતાનું રંગ બતાવવાનું ભૂલતી જ નથી. અન્ય એક કેસમાં જામીન માગ્યાં હતા 2020માં ટિકીટોક સ્ટાર કીર્તિ રણછોડભાઈ પટેલની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. પુણા પોલીસે કીર્તિની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જો કે તેનો જામીન ઉપર છૂટકારો થયો હતો. આ ગુનામાં કોર્ટે આરોપી કીર્તિને કોર્ટ મુદ્દત દરમિયાન કોર્ટમાં હાજર રહેવા પણ સૂચન કર્યું હતું. જો કે, પાંચ વર્ષ દરમિયાન મોટાભાગની મુદ્દતમાં કીર્તિ ગેરહાજર રહી હતી. સામે મુળ ફરિયાદીના વકીલે કોર્ટમાં રજૂઆત કરીને કીર્તિ પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવા રજૂઆત કરાઈ હતી. કોર્ટે આ અરજી મંજૂર કરીને કીર્તિની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. આ પણ વાંચો: 'કીર્તિ પટેલે ભાડે લઈ ફ્લેટ પચાવ્યો, હપતા હું ભરું છું' અમદાવાદના ભારતી આશ્રમમાં ઋષિભારતીના રૂમમાં ઘૂસી ગત વર્ષે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ સામે આવ્યો હતો. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમનેસામને ચોંકાવનારા આરોપ-પ્રતિઆરોપ કરાયા હતા. આ બધાની વચ્ચે વિવાદિત સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળી વીડિયો બનાવ્યો હતો. 'રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાખો' કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલાં કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સૂવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો

Aug 4, 2025 - 12:20
 0
કેમેરા જોતાં જ કીર્તિ પટેલે રંગ બદલ્યો:કોર્ટની બહાર આવતાં જ ચહેરા પર બાંધેલો દુપટ્ટો હટાવ્યો, પોલીસની હાજરીમાં વીડિયો બનાવનારને કહ્યું- 'લઈ લે બરાબર મસ્ત હો'
સુરતમાં દોઢ મહિના પહેલા ટીકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલની ધરપકડ બાદ કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં રહી છે. ધરપકડના બીજા જ દિવસે પોલીસની સામે નફ્ફટાઈથી હસવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ કોર્ટમાંથી તેને જેલમાં ખસેડવામાં આવી ત્યારે પણ તે બિન્દાસ થઈને જતી હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર કોર્ટમાંથી જેલમાં જતા સમયનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જેમાં કેમેરાને જોતા જ રંગમાં આવી ગઈ અને ચહેરા પર બાંધેલા દુપટ્ટાને હટાવીને ત્યાં હાજર વીડિયો બનાવનારને કહ્યું-'લઈ લે બરાબર મસ્ત હો...' ઉલ્લેખનીય છે કે, જ્યારે 18 જુલાઈના રોજ કીર્તિ પટેલની ધરપકડ કરીને પોલીસ લઈને આવતી હતી ત્યારે પણ તે નફ્ફટ થઈ હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું. આ સાથે જ વીડિયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતાં બેસતાં બોલી રહી હતી અને સતત હસતી રહી હતી. આ પણ વાંચો: પોલીસના કબજામાં હતી છતાં નફ્ફટાઇથી બોલી-વીડિયો ટકાટક બનાવી આખા ગુજરાતમાં ફેલાવજો કીર્તિની જે કેસમાં ધરપકડ થઈ તે કેસ શું છે? સુરતના કાપોદ્રામાં રહેતા 65 વર્ષીય બિલ્ડરના ઉમરા-વેલંજાના પ્રોજેક્ટમાં વિજય મનજી સવાણીએ 2015-16માં એક મકાન બુક કરાવ્યું હતું અને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે બાદમાં તે કેન્સલ કરી સાત લાખની માંગણી કરી હતી. કોરોનાને કારણે નાણાં નહિ આપી શકેલા આ બિલ્ડરની સોશિયલ મીડિયામાં બદનામી કરી 30 લાખની ખંડણી માંગતાં તેમણે વિજય વિરુદ્ધ કામરેજ, સરથાણામાં બે ગુના નોંધાવી કોર્ટમાં દાવો પણ કર્યો હતો. કોર્ટમાં કરેલા દાવો બોર્ડ પર આવતાં વિજય પટેલનું ઉપરાણું લઈ કીર્તિ પટેલે ઝંપલાવ્યું હતું. કોર્ટ 18 જુલાઈથી છેલ્લા દોઢ મહિનાથી જેલમાં બંધ પહેલાં સોશિયલ મીડિયામાં આ બિલ્ડર અને તેના પરિવારની બદનામી કરી બિલ્ડરને કોસમાડીના સિલ્વર ફાર્મમાં બોલાવી કોલ્ડ્રિક્સમાં દારૂ પીવડાવી વીડિયો ઉતારી લેવાયો હતો. કીર્તિ પટેલે યુવતી સાથેનો બિલ્ડરનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી. આ સાથે 2 કરોડની ખંડણી પણ માંગી હતી. આ કેસમાં વરાછા પોલીસે ગત 17 જૂનમાં રોજ કીર્તિ રણછોડ અડાલજા (પટેલ)(રહે. કુશલ દર્શન એપા., પરવટ પાટિયા)ની ધરપકડ કરી 18 જુલાઈના રોજ જેલમાં મોકલી હતી. આ પણ વાંચો: જૂની અદાવતમાં કીર્તિ પટેલે યુવતીના ફોટા વાઇરલ કર્યા, સોશિયલ મીડિયામાં બીભત્સ લખાણ લખ્યું આ પણ વાંચો: કુખ્યાત કીર્તિના કાંડ, ખંડણીથી લઈ હત્યાના પ્રયાસ સુધી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખંડણી કેસમાં રજૂ કરાઇ હતી 18 જુલાઈથી કીર્તિ પટેલ છેલ્લા દોઢ મહિનાથી જેલમાં બંધ છે. બહાર આવવા માટે તે અત્યાર સુધીમાં બે વાર જામીન અરજી કરી ચૂકી છે. જોકે કોર્ટ દ્વારા જામીન અરજીના મંજૂર કરવામાં આવી રહી છે. દરમિયાન બે દિવસ પહેલા કીર્તિ પટેલને ફરી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખંડણીના કેસમાં રજૂ કરવામાં આવી હતી. કીર્તિ પટેલ જ્યારે કોર્ટમાં આવી ત્યારે મોઢા પર દુપટ્ટો બાંધીને આવી હતી અને તેનો વીડિયો બની રહ્યો છે તેનાથી અજાણ હતી. કીર્તિએ કેમેરો જોતા જ પોતાનો રંગ બતાવ્યો કોર્ટમાંથી ફરી જેલમાં કીર્તિ પટેલને લઈ જવામાં આવી રહી હતી. ત્યારે કીર્તિ પટેલને પોતાનો વીડિયો બની રહ્યો હોવાની જાણ થઈ ગઈ હતી. જેથી તેણે તાત્કાલિક જ પોતાના ચહેરા પરનો દુપટ્ટો હટાવી દીધો હતો અને વીડિયો બનાવનારને કહ્યું હતું કે હવે લે... ત્યારબાદ વીડિયો બનાવનાર નજીક આવતા જ હવે લઈ લે બરાબર મસ્ત હો તેમ કહીને પોતાનો રંગ બતાવ્યો હતો. હજુ પણ કીર્તિ પટેલને પોતે આચરેલા ગુના અંગે કોઈ અફસોસ હોય તેવું લાગી રહ્યું નથી. દોઢ મહિનાથી જેલ બહાર આવવા કીર્તિના હવાતિયાં અત્રે ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિત 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં તે ત્રણ વાર જેલમાં પણ જઈ ચૂકી છે. બે કેસમાં જેલમાં ગયા બાદ આરામથી જામીન મળી જતા બહાર આવી ગઈ હતી અને ત્યારબાદ ફરી ગુનાઓ આચરવાનું શરૂ કર્યું હતું. જોકે દોઢ મહિના પેહલા થયેલી ધરપકડ બાદ કીર્તિ પટેલ જેલમાંથી બહાર આવવા માટે હવાતિયાં મારી રહી છે. જોકે તે પોતાનું રંગ બતાવવાનું ભૂલતી જ નથી. અન્ય એક કેસમાં જામીન માગ્યાં હતા 2020માં ટિકીટોક સ્ટાર કીર્તિ રણછોડભાઈ પટેલની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. પુણા પોલીસે કીર્તિની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જો કે તેનો જામીન ઉપર છૂટકારો થયો હતો. આ ગુનામાં કોર્ટે આરોપી કીર્તિને કોર્ટ મુદ્દત દરમિયાન કોર્ટમાં હાજર રહેવા પણ સૂચન કર્યું હતું. જો કે, પાંચ વર્ષ દરમિયાન મોટાભાગની મુદ્દતમાં કીર્તિ ગેરહાજર રહી હતી. સામે મુળ ફરિયાદીના વકીલે કોર્ટમાં રજૂઆત કરીને કીર્તિ પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવા રજૂઆત કરાઈ હતી. કોર્ટે આ અરજી મંજૂર કરીને કીર્તિની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. આ પણ વાંચો: 'કીર્તિ પટેલે ભાડે લઈ ફ્લેટ પચાવ્યો, હપતા હું ભરું છું' અમદાવાદના ભારતી આશ્રમમાં ઋષિભારતીના રૂમમાં ઘૂસી ગત વર્ષે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ સામે આવ્યો હતો. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમનેસામને ચોંકાવનારા આરોપ-પ્રતિઆરોપ કરાયા હતા. આ બધાની વચ્ચે વિવાદિત સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળી વીડિયો બનાવ્યો હતો. 'રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાખો' કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલાં કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સૂવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતાં. આ વિવાદ ખૂબ ચગ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પદ્મિનીબા વાળાના ચાળા પડ્યા હતા એપ્રિલ 2024માં કીર્તિ પટેલ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાના ચાળા પાડતી દેખાઈ રહી છે, જેમાં તેણે આબેહૂબ પદ્મિનીબા વાળા જેવો લુક ધારણ કર્યો છે. માથા પર પલ્લું ઓઢ્યું છે. તો ગીતના બેકગ્રાઉન્ડમાં ‘નાયક નહિ, ખલનાયક હૈ તૂ...’ ગીત વાગી રહ્યું છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow