5 હજારથી વધુ મહિલાઓની કાવડયાત્રા, ડ્રોન વીડિયો:'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો, એકસાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજાથી માહોલ ભક્તિમય બન્યો

શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે. આ જ પ્રકારે સતત 13મા વર્ષે 5000 કરતા પણ વધારે મહિલાઓની મહા કાવડયાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજન સાથે-સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડયાત્રા ન થઇ હોય એના કરતા પણ વિશાળ કાવડયાત્રાનું આયોજન કર્યું હતું. 5000 જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદ્રા સિદ્ધકુટિર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઇ અને 5000થી પણ વધારે મહિલાઓએ કાવડ યાત્રા કરી હતી. ત્યારબાદ આ કાવડયાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (જળક્રાંતિ મેદાન) સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ૐ ગુરુ ના સાંનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 5000 જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. 'હર હર મહાદેવ'ના નારા ગૂંજતા રહેશે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે, આજે 5 હજારથી વધુ બહેનોએ કાવડયાત્રા બાદ એકસાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી છે. અમારો લક્ષ્ય એટલો જ છે કે, સમગ્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય. એકસાથે 5,000થી વધુ બહેનો ભક્તિભાવ સાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરિયો લહેરાયો છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર સનાતન ધર્મનો એક સંદેશો દેખાઈ રહ્યો છે કે, આ ધરતી ઉપર હિન્દુઓનો વાસ છે ત્યાં સુધી 'હર હર મહાદેવ'ના નારા ગૂંજતા રહેશે. પૂજાની સમાપ્તિ બાદ આ કાવડ યાત્રીઓનું સન્માન તેમજ ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતો. સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાનું પ્રતીક એવા આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરી એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow