ખેડૂતોને મળશે હવે તેમના પાકના ઊંચા ભાવ:ડાંગર સહિત 14 પાકોના ટેકાના ભાવમાં વધારો; કિસાન ક્રેડિટ કાર્ડ પર ઓછા વ્યાજે લોન મળશે

કેન્દ્ર સરકારે ડાંગર, કપાસ, સોયાબીન અને તુવેર સહિત 14 ખરીફ પાકોના મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)માં વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે એટલે કે 28 મેના રોજ આ નિર્ણય લીધો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડાંગરની નવી MSP 2,369 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે અગાઉના MSP કરતાં 69 રૂપિયા વધુ છે. કપાસનો નવો MSP રૂ. 7,710 નક્કી કરવામાં આવ્યો છે. આની બીજી જાતનો નવો MSP 8,110 રૂપિયા કરવામાં આવ્યો છે, જે પહેલાં કરતાં 589 રૂપિયા વધુ છે. નવી MSPથી સરકાર પર 2 લાખ 7 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે. આ ગઈ પાક સિઝન કરતાં 7 હજાર કરોડ રૂપિયા વધુ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે પાકના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ MSP મળે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. MSP અથવા લઘુતમ ટેકાના ભાવ શું છે? લઘુતમ ટેકાના ભાવ (MSP)એ ખેડૂતોને તેમના પાક માટે મળતી ગેરંટીકૃત કિંમત છે. ભલે બજારમાં એ પાકના ભાવ ઓછા હોય. આ પાછળનો તર્ક એ છે કે બજારમાં પાકના ભાવમાં થતી વધઘટની અસર ખેડૂતો પર ન થવી જોઈએ. તેમને લઘુતમ ભાવ મળતો રહેવો જોઈએ. સરકાર દરેક પાક સિઝન પહેલાં CACP એટલે કે કૃષિખર્ચ અને કિંમતો આયોગની ભલામણ પર MSP નક્કી કરે છે. જો કોઈ પાકનું બમ્પર ઉત્પાદન થાય છે અને બજારમાં એના ભાવ ઓછા હોય છે તો MSP તેમના માટે નિશ્ચિત ખાતરીપૂર્વકના ભાવ તરીકે કામ કરે છે. એક રીતે તે એક વીમા પૉલિસીની જેમ કામ કરે છે જે ભાવ ઘટે ત્યારે ખેડૂતોનું રક્ષણ કરે છે. MSP 23 પાકોને આવરી લે છે: ખરીફ પાકોમાં કયા પાકોનો સમાવેશ થાય છે? ડાંગર (ચોખા), મકાઈ, જુવાર, બાજરી, લીલા ચણા, મગફળી, શેરડી, સોયાબીન, અડદ, તુવેર, શણ, કપાસ વગેરે ખરીફ પાક જૂન-જુલાઈમાં વાવવામાં આવે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેની લણણી કરવામાં આવે છે. કેબિનેટના અન્ય નિર્ણયો 1. કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સબસિડી યોજના લંબાવવામાં આવી કેન્દ્ર સરકારે 2025-26 માટે કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો. મંત્રાલયે આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે વ્યાજ સબસિડી યોજના (MISS) ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ માટે જરૂરી ભંડોળ પણ નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવાની છે. 2. બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ મંજૂર મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારતીય રેલવેના બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત રતલામ-નાગદા વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન નાખવામાં આવશે. જ્યારે વર્ધા-બલહારશાહ ચોથી લાઇન મુલતવી રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 3,399 કરોડ છે અને એ 2029-30 સુધીમાં પૂર્ણ થશે. 3. આંધ્રપ્રદેશમાં બડવેલ-નેલ્લોર વચ્ચે ફોર-લેન હાઇવેને મંજૂરી કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશના બડવેલ-નેલ્લોર વચ્ચેના 108 કિમી લાંબા ફોર-લેન હાઇવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 3,653 કરોડ છે. આ હાઇવે આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ બંદર અને રાષ્ટ્રીય હાઇવે-67ના એક ભાગને જોડશે, જેનાથી બંદર કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ રસ્તો ત્રણ મુખ્ય ઔદ્યોગિક કોરિડોર - VCIC (કોપ્પર્થી), HBIC (ઓર્વાકલ) અને CBIC (કૃષ્ણપટ્ટનમ)ના નોડ્સને પણ જોડે છે.

Jun 1, 2025 - 02:38
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow