રાજકોટ સમાચાર:સૌરાષ્ટ્ર યુનિ.માં માસ્ટર ડિગ્રીના એડમિશન માટે GCAS પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા શરૂ

રાજકોટના માધાપર સ્થિત આઈટીઆઈમાં મોકડ્રીલના ભાગરૂપે રેડ ક્રોસના સૌજન્યથી ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ સેશન એન.સી.સી.ના કેડેટ્સ, ગ્રામજનો તેમજ વોલન્ટીયર્સ માટે ગોઠવવામાં આવ્યું હતું. રેડ ક્રોસ સોસાયટીના ફર્સ્ટ ટ્રેનર રહીમ દલે પ્રાથમિક સારવાર, બ્લીડિંગ, ફ્રેક્ચર, બેન્ડેજીસ રિકવરી તેમજ ખાસ સી.પી.આર.ની તાલીમ આપતા જણાવ્યું હતું કે, ઘાયલ દર્દીઓને ખૂબ ઝડપથી કઈ રીતે એમ્બ્યુલન્સ અથવા હોસ્પિટલ સુધી પહોંચાડવું. તેમજ આ દરમિયાન રાખવી પડતી તકેદારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આવા સમયે ખાસ કરીને જે લોકોને હૃદય રોગનો હુમલો આવે તેઓને cpr દ્વારા સ્થળ પર જ બચાવી શકાય છે જે અંગે સી.પી.આર.ની તાલીમ પણ પૂરી પાડવામાં આવી હતી. તો એસઆરપી ટ્રેનર જવાનો દ્વારા ડ્રોન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કેટલા પ્રકારના ડ્રોન હોય છે, ખાસ કરીને યુદ્ધમાં વપરાતા ડ્રોન અંગે વિસ્તારથી માહિતી આપી આવા સમયે ડ્રોન આવે ત્યારે કઈ પ્રકારે તેને ઓળખવું અને બચાવ કરવો તે અંગે માહિતી પૂરી પાડી હતી. રાજકોટ ફાયર વિભાગ દ્વારા આગ લાગે ત્યારે કઈ પ્રકારની બચાવ સલામતી કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિ.માં માસ્ટર ડિગ્રીના કોર્ષમાં એડમિશન માટે GCAS પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા શરૂ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ સ્થિત અનુસ્નાતક ભવનોમાં જુદા જુદા વિષયોમાં એમ.એ., એમ.કોમ., એમ.એસસી., એલ.એલ.એમ., એમ.એડ., એમ.પીએડ., પત્રકારિત્વ તથા લાઈબ્રેરી સાયન્સ જેવા અભ્યાસક્રમોમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભવનોમાં એડમિશન લેવા માટે GCAS પોર્ટલ પરથી ઓનલાઈન એડમિશન પ્રક્રિયા કરવાની રહેશે. GCAS માટે યુનિવર્સિટી કેમ્પસમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યમાં હેલ્પ સેન્ટર તથા સંલગ્ન કોલેજોમાં પણ હેલ્પ સેન્ટર્સ કાર્યરત છે. વિદ્યાર્થીઓ કોઈપણ સેન્ટર પરથી ફોર્મ ભરી શકશે. કોર્ષની વધુ માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ www.saurashtrauniversity.edu.ની મુલાકાત લેવા જણાવાયું છે. મનપા દ્વારા પાણી કાપ મુક્યા વગર ન્યારી વોટર ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કરાઈ રાજકોટ મહાપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ-ન્યારી ઝોન (મિકેનિકલ) દ્વારા તાજેતરમાં 32.25 એમએલડી ક્ષમતાના ન્યારી વોટર ફિલ્ટર પ્લાન્ટ પર FP-1 તથા FP -3(નોન-ક્નવેન્શનલ) ફિલ્ટર પ્લાન્ટનાં ક્લેરીફાયરની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ક્લેરીફાયરમાં જમા થયેલ સ્લજને સંપૂર્ણપણે દૂર કરી, સ્કેપિંગ-બ્રશિંગથી ક્લેરીફાયર તથા તેની ઓવરફ્લો ચેનલ, ઇનલેટ ચેનલ, સેટલવોટર ચેનલ વગેરેની સફાઈ કરી, બ્લીચીંગ સોલ્યુશનનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શહેરની જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તે આશયથી દૈનિક પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રાખી, કોઈ પણ પ્રકારના શટડાઉન રાખ્યા વિના બન્ને ક્લેરીફાયરની સફાઈ માટે કામગીરી કરવામાં આવી હતી.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow