અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:પોલીસ કમિશનરનું જાહેરનામું બકરીઈદમાં જાહેરમાં પશુઓનું કતલ કરવું નહીં, જાનવરના માસ, હાડકા કે અવશેષો જાહેર ફેંકવા પ્રતિબંધ
આગામી 7 જૂને બકરીઇદ છે જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું રજૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓ કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવા નહીં. કોઈ પણ પ્રાણીને શણગારીને સરઘસ કાઢીને ફેરવી શકાશે નહીં. બકરી ઇદની કુરબાની બાદ જાનવરના માસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેકી શકાશે નહીં. કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે જાહેરનામ ભાગની ફરિયાદ કરવામાં આવશે. ગાડીઓમાં તોડફોડના ગુનામાં સાત આરોપીની ધરપકડ માધવપુરા પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રકુમાર બાબુજી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત 29મેએ રાત્રિના સમયે તેઓ નોકરી પર હતા તે સમયે કંટ્રોલરૂમમાંથી મેસેજ મળ્યો હતો કે દિલ્હી દરવાજા પાસે પીકઅપ ડાલામાં ભેંસો ભરેલ છે તે મૂકીને ડ્રાઇવર ભાગી ગયો છે. તેના આધારે નરેન્દ્રભાઇ સાથી પોલીસકર્મીઓ સાથે ત્યાં પહોચ્યા હતા. ત્યારે ત્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેથી નરેન્દ્રકુમારે પીઆઇ સહિત અન્ય ફોર્સની માંગણી કરી હતી. આ દરમિયાન બંને જૂથના 150 જેટલા લોકોનું ટોળુ ત્યાં આવી પહોચ્યું હતું. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોચીને હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યુ હતું. બાદમાં પોલીસે તપાસ કરતા ત્રણ પીકઅપડાલામાં 10 પાડા લઇને તેઓ શાહપુર અને મિર્ઝાપુર આપવાના હોવાથી જઇ રહ્યા હતા. તે સમયે સુભાષબ્રિજ પાસેથી કેટલાક શખ્સોએ ત્રણેય ગાડીઓનો પીછો કરીને દિલ્હી દરવાજા પાસે ઉભી રખાવી હતી. ત્યારે એક ગાડી શાહિબાગ અંદરબ્રિજ પાસે ઉભી રખાવી હતી. આટલું જ નહિ અજાણ્યા શખ્સોએ ડ્રાઇવરોને ફટકારીને મોબાઇલ ફોન પણ લૂંટી લીધા હતા તેમજ ત્રણેય ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ અંગે માધવપુરા પોલીસે નામજોગ 14 શખ્સો સામે ગુનો નોધીને સાત આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

What's Your Reaction?






