દ્વારકામાં યુદ્ધ જેવી પરિસ્થિતિની તૈયારી:કલેક્ટર, પોલીસ, કોસ્ટ ગાર્ડ અને NCC કેડેટ્સની હાજરીમાં મોકડ્રિલ શિલ્ડનું આયોજન

ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દ્વારકામાં મોકડ્રિલ શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું. આ મોકડ્રિલ ઓપરેશન સિંદૂર બાદ ભારતના સરહદી વિસ્તારોમાં યોજવામાં આવી રહી છે. મોકડ્રિલમાં દ્વારકા જિલ્લા કલેક્ટર, એસડીએમ, મામલતદાર, કોસ્ટ ગાર્ડ, એનસીસી કેડેટ્સ અને દ્વારકા પોલીસ હાજર રહ્યા હતા. આ દરમિયાન યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને કેવી રીતે તાત્કાલિક મદદ કરી શકાય તેનો અભ્યાસ કરવામાં આવ્યો. હવાઈ હુમલા જેવી સ્થિતિમાં લોકોને એમ્બ્યુલન્સ મારફતે ઝડપી સારવાર મળે તે માટેની વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સાથે જ દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow