ભાસ્કર એક્સક્લૂસિવ:સાવરકુંડલા પંથકમાં બોગસ જીએસટી નંબર, બેંક એકાઉન્ટ ખોલી કરોડોનું કૌભાંડ કરતી ગેંગ સક્રિય
સાવરકુંડલા તાલુકામાં બેંન્ક ખાતાઓ હેક કરી પૈસા ટ્રાન્સફર કરી લેતી ગેંગો દ્વારા છતીશગઢ, તેલંગાના, કર્ણાટકના લોકોના મોટા પાયે ચીટીંગ કર્યા અંગેની અનેક ફરિયાદોની તપાસ અમરેલી સાઈબર ક્રાઈમ પોલીસમાં ચાલી રહી છે. પરંતુ હવે આ વિસ્તારમાં બોગસ પેઢી ઊભી કરી મોટી રકમની જીએસટી ક્રેડિટ મેળવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. એક કૌભાંડમાં સાયબર પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી છે પરંતુ શહેરમાં આવી અનેક પેઢીઓ ચાલી રહ્યાનું કહેવાય છે આ જીએસટી કૌભાંડમાં અનેક વેપારીઓ બેંકના કર્મચારીઓ તથા જીએસટી વિભાગના અધિકારીઓ સંડોવાયેલા હોવાનું ફલિત થઈ રહ્યું છે. ખોટા જી.એસ.ટીના બીલોનુ લાખો રૂપિયાનુ કૌભાંડો સાવરકુંડલાની બેંન્કો તેમજ આંગડીયા પેઢીઓ દ્વારા થઈ રહીયુ છે. આવા ફ્રોડ અનેક ખોટી પેઢીઓ ઉભી કરીને તેમાં જી.એસ.ટી. નંબરો લઈને આ કારસ્તાનો ચલાવાઈ રહ્યું છે. આવા કોભાંડોના તાર સાવરકુંડલાથી અમદવાદ તેમજ રાજકોટમાં ચાલી રહ્યા છે તેમજ આ સંચાલન સાવરકુંડલા શહેરના નદી બજારમાં આવેલ પેઢી, જેસર રોડ, મહુવા રોડ કલ્યાણ સોસાયટી, હીરાબજાર પાસેથી ચાલી રહ્યા હોવાનું કહેવાય છે. આવા કોભાંડો સામે જો તટસ્થ એજન્સીઓ દવારા તપાસ ચલાવવામાં આવે તો આવા ખોટા જી.એસ.ટી. બીલોના વેપાર કરીને ચીટીંગ કરતી સાવરકુંડલા પંથકની અનેક પેઢીઓ, બેંન્ક ખાતાઓ તેમજ આંગડીયા પેઢીઓના કૌભાંડો બહાર આવે તેમ છે. પેઢી ઉભી કરી તેનો જી.એસ.ટી. નંબર લઈને પ્રાઈવેટ બેંકોમાં એકાઉન્ટ ખોલી તેમાં લેવડ દેવડ ચાલુ કરીને લાખો રૂપિયાનું કોભાંડ કરે છે. થોડા દીવસો પહેલાં જ સાવરકુંડલાની એક પ્રાઈવેટ બેંકમાં એકાઉન્ટ ખોલી 4.65 કરોડના બેનામી વ્યવહારો સ્ટેટ સાઈબર ક્રાઇમની ટીમે પકડી પાડ્યા હતા. હજુ પણ આવી અનેક પેઢીઓની તપાસ કરવામાં આવે તો લોકો આવા સાઈબર ક્રાઇમના ભોગ એટકે તેમ છે. આઈટીના કાયદામાં રહેલી જોગવાઈઓનો લાભ લઇ બોગસ પેઢી અને બોગસ બીલીંગના આધારે જીએસટી ક્રેડિટના દાવો કરવામાં આવે છે અને આ રીતે સરકારને ચૂનો ચોપડાઇ છે. 6 સ્ટેપમાં સમજો કેવી રીતે થાય છે જીએસટીનું કૌભાંડ સ્ટેપ 1 – કોઇ માણસ કોઇના આધાર કાર્ડ, પાનકાર્ડ, ભાડા કરાર વગેરેને આધારે એક કંપની બનાવે છે. સ્ટેપ 2 – તે કંપની GST રજીસ્ટ્રેશન નંબર લઇ લે છે મોટા ભાગના કિસ્સાઓમાં આ કંપનીનું કોઇ હકીકતમાં અસ્તિત્વ રહેતું નથી, પરંતુ માત્ર કાગળ પર હોય છે. સ્ટેપ 3 – આ કંપની GSTR1 ફોર્મ ભરીને, બીજી કંપનીઓને બિલ આપે છે સ્ટેપ 4 – આવી ખોટી કંપનીથી બિલ લેનાર કંપની ITCના નિયમ પ્રમાણે GST ક્લેઇમ કરે છે સ્ટેપ 5 – બિલ આપનાર કંપની કોઇ ટૅક્સ ભરતી નથી. સ્ટેપ 6- બિલ લેનાર કંપનીને GST ક્રૅડિટ સ્વરુપે રૂપિયા મળે છે. જીએસટી અધિકારીઓની પણ તપાસ જરૂરી કોઈપણ પેઢીને જીએસટી નંબર ફાળવવામાં આવે ત્યારે જીએસટી વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરતા હોય છે. પરંતુ સાવરકુંડલામાં અસ્તિત્વ જ ન હોય તેવા સ્થળોની પેઢીને પણ જીએસટી નંબર ફાળવી દેવામાં આવે છે. બેંક કર્મચારીઓની પણ સંડોવણી બોગસ પેઢીઓ ઊભી કરી જીએસટી ક્રેડિટ મેળવવાના આ કૌભાંડમાંબેંકના કર્મચારીઓની પણ સંડોવણી છે તાજેતરમાં એક ખાનગી બેંક નાકર્મચારીની ધરપકડ કરાઈ હતી આ સિવાય અનેક બેંકના કર્મચારીઓનીસંડોવણી ખૂલે તેમ છે.

What's Your Reaction?






