શિહોરી-થરા હાઇવે પરના માનપુર બ્રિજ પર ટ્રેલરનો અકસ્માત:મોરબીથી દિલ્હી જતા ટાઇલ્સ ભરેલા ટ્રેલરના ડ્રાઇવરનું મોત
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિહોરી-થરા નેશનલ હાઇવે પર માનપુર બ્રિજ ખાતે ગંભીર અકસ્માત સર્જાયો છે. મોરબીથી દિલ્હી તરફ જઈ રહેલા ટાઇલ્સ ભરેલા ટ્રેલરે આગળ જતા અન્ય ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવર ને શરીર અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. શિહોરી પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ અકસ્માત સર્જનાર ટ્રેલર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

What's Your Reaction?






