'મને કોઈને નીચા દેખાડવામાં રસ નથી':ચહલથી છુટાછેડા બાદ ટ્રોલ્સ અંગે ધનશ્રીએ મૌન તોડ્યું, કહ્યું- 'સત્ય એક દિવસ સામે આવશે'

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરવામાં આવી હતી. આ મુદ્દે ધનશ્રીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, 'હું ખોટી વાતો પર ધ્યાન દેતી નથી. તેના બદલે હું મારા પોતાના કામ પર ધ્યાન આપું છું અને મારા કામને લોકો સમક્ષ સારી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરું છું.' ઈ ટાઇમ્સ સાથે વાત કરતા ધનશ્રી વર્માએ કહ્યું કે, 'લોકોને સત્યની ખબર નથી. હું આ વાતો પર કોઈ સ્પષ્ટતા કરવા પણ નથી માંગતી કારણ કે મને મારા ઉછેર અને સંસ્કાર પર પૂરો વિશ્વાસ છે. હું હંમેશા ગરિમા અને શિષ્ટાચાર જાળવવામાં માનું છું. મને ક્યારેય કોઈને નીચા દેખાડવામાં રસ નથી, મારું માનવું છે કે, તેનાથી કોઈને જીવનમાં આગળ વધવામાં મદદ મળતી નથી.' ધનશ્રીએ કહ્યું, 'હું મારા કામમાં વ્યસ્ત રહું છું અને મારી દાનત હંમેશા સારી રહ્યી છે. સ્વ-વિકાસ, પોતાને પ્રેમ કરવો અને શિસ્ત જ મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ બાબતો રહી છે. મને વિશ્વાસ છે કે એક દિવસ તેનું સત્ય બધા સમક્ષ આવી જશે. જ્યારે ધનશ્રીને પૂછવામાં આવ્યું કે, શું તે પ્રેમને ફરીથી તક આપવા માંગે છે, ત્યારે તેણે સ્વીકાર્યું કે, તે આ વિચારની વિરુદ્ધ નથી પરંતુ અત્યારે તેની કરિયર તેના માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું, 'પ્રેમ વિશે વાત કરીએ તો, આવી વસ્તુઓનું આયોજન કરી શકાતું નથી અને જો કોઈના ભાગ્યમાં સારી વસ્તુઓ લખાયેલી હોય, તો શા માટે નહીં, કોણ પોતાના જીવનમાં પ્રેમ નથી ઇચ્છતું?' છૂટાછેડા માટે જવાબદાર ગણાવી નોંધનીય છે કે, ચહલથી છૂટાછેડા લીધા પછી ધનશ્રીને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. આ સંબંધ તૂટવા માટે તેને જવાબદાર ગણવામાં આવી. તો બીજી તરફ ચહલનું નામ હાલમાં આરજે (રેડિયો જોકી) મહવાશ સાથે જોડાઈ રહ્યું છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે, ત્યારબાદ તેમની વચ્ચે અફેર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધનશ્રી ટૂંક સમયમાં તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે ધનશ્રી ધીમે ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહી છે. તાજેતરમાં તે રાજકુમાર રાવની ફિલ્મ 'ભૂલ ચૂક માફ'ના ગીત 'ટિંગ લિંગ સજના'માં જોવા મળી હતી. આ ઉપરાંત તે તેલુગુ ફિલ્મ 'આકાશં દાટી વાસ્તવા'થી તેલુગુમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે.

Jun 3, 2025 - 17:23
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow