મમુમિયા પંજુમિયાનો સુપર એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ:દાઉદ પોરબંદરમાં રોકાયો હતો? બોમ્બે બ્લાસ્ટના RDX લેન્ડિંગમાં તમારો શું રોલ? કાલ સવારે 6 વાગ્યે સ્ફોટક ખુલાસા

32 વર્ષ પહેલાં મુંબઈ સિરિયલ બ્લાસ્ટથી ધ્રૂજી ઊઠ્યું હતું, જેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદમાં AK-47 રાઇફલથી અનેક લાશો પડી હતી. આ માટેના RDX અને હથિયારો વિદેશથી સ્મગલિંગ કરીને પોરબંદરના ગોસાબારામાં લેન્ડિંગ કરાવવામાં આવ્યાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. બાદમાં તેનો દેશમાં અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરીને લોહીની નદીઓ વહેવડાવવામાं આવી હતી. એમાં પોરબંદરના કુખ્યાત દાણચોર મમુમિયા પંજુમિયાનું નામ સામે આવ્યું હતું, જેનું દાઉદ ઈબ્રાહિમ અને અબ્દુલ લતીફ સાથે ઘરોબો હોવાનું કહેવાઇ રહ્યું હતું. મમુમિયા પંજુમિયાને ગુજરાત પોલીસ 12 વર્ષ બાદ ઇન્ટરપોલની મદદથી ભારત લાવી હતી. 12.5 વર્ષના જેલવાસ બાદ તેને જામીન મળ્યા હતા. હાલ તે પોરબંદરમાં પરિવાર સાથે રહે છે. ઘરની બહાર પણ ભાગ્યે જ નીકળે છે અને અમુક નજીકના લોકોને જ મળે છે. ગુમનામ જિંદગી જીવતા મમુમિયા પંજુમિયાને દિવ્ય ભાસ્કરે શોધીને લાંબી વાતચીત કરી હતી. મીડિયામાં મમુમિયા પંજુમિયાનો આ પહેલો ઈન્ટરવ્યૂ છે, જેમાં તેણે અનેક શોકિંગ ખુલાસા કર્યા હતા. દાઉદ ઇબ્રાહિમ, અબ્દુલ લતીફ, ટાઇગર મેમણ સાથેના સંબંધોથી લઇને ગોસાબારામાં RDX લેન્ડિંગ સહિતના સવાલો કર્યા હતા. આ તમામ સવાલોના મમુમિયા પંજુમિયાએ બેબાક જવાબ આપ્યા હતા. આ ઇન્ટરવ્યૂ 5મી જૂન, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યે માત્ર દિવ્ય ભાસ્કર એપમાં વાંચવા મળશે.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow