4 આરોપી સામે ગુનો:મોવી ગામની સીમમાં આવેલ ખેતરના ભાગ બાબતે પરિવારો વચ્ચે મારામારી
મોવી ગામની સીમમાં આવેલ ખેતર કુટુંબીજનોએ કૃત્યા દિત્યા વસાવા નાઓનુ ભરણ -પોષણ કરતા હોય તેને આપવાનું નક્કી કર્યું હોય છતાં ફરિયાદી આ ખેતર ખેડતો હોય જે બાબત ની રીસ રાખી મારમારી થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સાગબારાના ખુપર બોરસાણ ગમે રહેતા હરીસીંગ ગુલાબ વસાવાના સબંધી કૃત્યા દિત્યા વસાવા નાઓએ હરીસીંગ વસાવાને મોવી ગામની સીમમાં આવેલ ખેતર હરીસીંગ વસાવા એ તેના સબંધી કૃત્યા દિત્યા વસાવા નાઓનુ ભરણ -પોષણ કરતા હોય જેથી સદર જમીન ફરીયાદીને વીલ નામાં થકી કબ્જો ભોગવટો આપેલ હોય જેથી છેલ્લા ત્રણ વર્ષથી આ જમીન હરિસિંગ વસાવા પોતે ખેતી કરી ઉપજ લેતો આવેલ હોય જેની અદાવત રાખી સાગબારા ના ધવલીવેર ગામના જશવત બાબુ વસાવા, સુનિતા જસંવત વસાવા, જમના વસાવા, સવિતા સોનજી વસાવા, દાતરડા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મારેમારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી પોલીસ આ ચારેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?






