₹100 કરોડની ઓફર છોડી, જુનૈદે ₹100માં રિલીઝ કરી આમિરની ફિલ્મ:બાપ-દીકરાએ 'અંદાઝ અપના અપના'ની પેરોડી બનાવી, નાના પુત્ર આઝાદનો કેમિયો

આમિર ખાને પોતાની ફિલ્મ 'સિતારે ઝમીન પર'ને યુટ્યુબ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટથી યુટ્યુબ પર ₹100 ચૂકવીને આ ફિલ્મને જોઈ શકાશે. ત્યારે આ પે-પર-વ્યૂ મોડેલની જાહેરાત માટે મિસ્ટર પરફેક્શનિસ્ટે ફરી નવો કીમિયો અજમાવ્યો છે. આમિરે દીકરા જુનૈદ સાથે મળીને પોતાની ફિલ્મ 'અંદાઝ અપના અપના'નો આઈકોનિક સીન રિક્રિએટ કર્યો છે. આ પ્રોમોમાં આમિર જુનૈદને નેપો કીડ કહીને ચીડવતો જોવા મળે છે. ઉપરાંત છેલ્લે આમિરના નાના દીકરા આઝાદની ઝલક પણ જોવા મળે છે. 'અંદાઝ અપના અપના'નો સીન રિક્રિએટ કર્યો પ્રોમોની શરૂઆતમાં આમિર તેની ફિલ્મ 'અંદાઝ અપના અપના'ના દેવેન વર્મા (ફિલ્મમાં આમિરનું પાત્ર ભજવનાર)ની ભૂમિકા ભજવી રહ્યો છે. પ્રોમોમાં ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષી પણ દેખાય છે. બાદમાં એન્ટ્રી થાય છે જુનૈદની. તે તેના પિતા આમિરની ભૂમિકા ભજવી રહ્યો છે. 'અંદાઝ અપના અપના'માં જે રીતે આમિર તેના પિતાને હેર સલુન બંધ કરીને બંગડીની દુકાન ખોલવા માટે મનાવે છે, તે જ રીતે અહીં જુનૈદ આમિર ખાનને 'સિતારે ઝમીન પર'ની યુટ્યુબ રિલીઝ માટે મનાવતો અને મસ્કા મારતો જોવા મળે છે. જુનૈદને 'નેપો કીડ' કહી ઠપકો આપ્યો સીનને રિક્રિએટ કરવા દરમિયાન આમિર પોતાની ફિલ્મો 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' અને 'લાલ સિંહ ચઢ્ઢા'ની નિષ્ફળતા પર રમુજ બનાવે છે. જ્યારે જુનૈદ કહે છે કે, તેણે 100 કરોડની ફિલ્મ ઠુકરાવીને 'સિતારે ઝમીન પર'ને 100 રૂપિયામાં યુટ્યુબમાં રિલીઝ કરી દીધી છે, ત્યારે આમિર ખીજાઈ જાય છે અને દીકરાને ઠપકો આપીને તેને 'નેપો કીડ' કહીને ચીડાવે છે. આમિર-જુનૈદની આ મજાક-મસ્તી વચ્ચે પ્રોમોના અંતે તેનો સૌથી નાનો દીકરો આઝાદ પણ જોવા મળે છે. 'પે-પર-વ્યૂ' મોડલ વિશે આમિરનો મત આમિરે તાજેતરમાં દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'છેલ્લા સો વર્ષોમાં આપણે જે પણ ફિલ્મો જોઈ રહ્યા છીએ, તે આપણે હંમેશા પે પર વ્યૂ પર જોઈ છે. આનો અર્થ એ છે કે આપણે થિયેટરમાં જઈએ છીએ. આપણે એક વાર પૈસા ચૂકવીએ છીએ અને એક વાર ફિલ્મ જોઈએ છીએ. આપણે સદીઓથી થિયેટરોમાં આ મોડેલને અનુસરી રહ્યા છીએ. હું સિનેમાના આ મોડેલને યુટ્યુબ પર લાવી રહ્યો છું. તમે એકવાર પૈસા ચૂકવીને ફિલ્મ જોઈ શકો છો. અહીં તમે આખા પરિવાર સાથે ફિલ્મ જોઈ શકો છો જેથી ફિલ્મનો ખર્ચ સાવ ઓછો થાય.' 'આ એક એવો ખ્યાલ છે જેમાં 100 લોકો અથવા આખું ગામ એકસાથે ફિલ્મ જોઈ શકે છે. જો આપણે 100 રૂપિયામાં વીડિયો ઓન ડિમાન્ડ આપી રહ્યા છીએ, તો જો ચાર લોકો તેને જોઈ રહ્યા હોય, તો દરેક વ્યક્તિએ 25 રૂપિયા ખર્ચ થશે. મારો પ્રયાસ એ છે કે શક્ય તેટલા લોકો સુધી પોસાય તેવા ભાવે પહોંચે જેથી તેઓ તેમની મનપસંદ ફિલ્મ કે શો જોઈ શકે.' 'આમિર ખાન સાથે કામ કરવું સ્વપ્ન સાકાર થવા જેવું છે' ફિલ્મ રિલીઝની જાહેરાતનો પ્રોમોની કલ્પના, રચના અને નિર્માણ ફીવર ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યા છે. આમિર ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે ફીવર ફિલ્મ્સના ડિરેક્ટર વૈભવ બંધુએ કહ્યું, 'ફીવર ફિલ્મ્સમાં, એક જાહેરાત પ્રોડક્શન હાઉસ તરીકે, અમારું લક્ષ્ય સર્જનાત્મક એજન્સીઓ અને બ્રાન્ડ ક્લાયન્ટ્સ તરફથી આવતી શ્રેષ્ઠ વાર્તાઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરવાનો છે.' 'આ એડ ફિલ્મનું ડિરેક્શન મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે, કારણ કે મને દિગ્ગજ એક્ટર આમિર ખાન સાથે કામ કરવાની તક મળી અને 'અંદાઝ અપના અપના' જેવી કલ્ટ ફિલ્મના મનોરંજક રેફરન્સનો પણ ઉપયોગ કર્યો. આ એડ ફિલ્મમાં અમે જે પ્રોડક્ટ આપી રહ્યા છીએ, તે પોતે જ એક વાર્તા છે.' નોંધનીય છે કે, 'સિતારે ઝમીન પર' 1 ઓગસ્ટથી આમિર ખાનની યુટ્યુબ ચેનલ 'આમિર ખાન ટોકિઝ' પર રિલીઝ થશે. આ ફિલ્મને ભારત સહિત 39 દેશોમાં રિલીઝ કરવામાં આવશે, જેમાં દેશોની મુખ્ય ભાષાઓમાં સબટાઇટલ અને ડબિંગ કરવામાં આવશે. ભારતમાં લોકો આ ફિલ્મને ₹100ના ભાડે લઈને જોઈ શકશે.

Aug 1, 2025 - 03:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow