OMG...! ઉર્વશી રૌતેલાના 70 લાખના ઘરેણાં ચોરાઈ ગયા!:લંડન એરપોર્ટ પરથી બેગ ગાયબ, એક્ટ્રેસે કહ્યું- અધિકારીઓ મદદ પણ નથી કરતા

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે એક્ટ્રેસે દાવો કર્યો છે કે- લંડન એરપોર્ટ પરથી તેની એક બેગ ચોરાઈ ગઈ હતી, જેમાં 70 લાખ રૂપિયાના દાગીના હતા. આ અંગે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને તેણે જાણકારી આપી હતી. સ્ટોરીમાં એક્ટ્રેસે જણાવ્યું કે- જ્યારે તે વિમ્બલ્ડન (ટેનિસ ટુર્નામેન્ટ) જોવા લંડન ગઈ હતી, ત્યારે ગેટવિક એરપોર્ટના લગેજ બેલ્ટમાંથી તેની લક્ઝરી બેગ ચોરાઈ ગઈ હતી. એક્ટ્રેસે બેગ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે ક્યાંય મળી નહીં. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, ઉર્વશીએ ફ્લાઇટની વિગતો સાથે ડાયોર બેગનો ફોટો શેર કર્યા અને લખ્યું - 'અન્યાય સહન કરવું એ અન્યાયનું પુનરાવર્તન કરવા જેવું છે. મુંબઈથી અમીરાતની ફ્લાઇટે ઉડાન ભર્યા પછી ગેટવિક એરપોર્ટ પર બ્રાઉન બેગેજ બેલ્ટમાંથી અમારો ડાયોર ચોરાઈ ગયો હતો. તેને પાછું મેળવવા માટે તાત્કાલિક મદદની વિનંતી કરી હતી. જોકે, અધિકારીઓએ મદદ કરી નહોતી. પોતાની પોસ્ટમાં, તેણે અમીરાત એરલાઇન્સ અને લંડન પોલીસને ટેગ કર્યા છે અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. એક્ટ્રેસે કહ્યું કે- એરપોર્ટ અધિકારીએ હજુ સુધી તેની ફરિયાદનો જવાબ આપ્યો નથી. તાજેતરમાં પૂર્ણ થયેલા વિમ્બલ્ડનના કારણે ઉર્વશી ઘણી લાઈમલાઈટમાં આવી હતી. તે મહિલા સિંગલ્સ મેચ જોવા માટે આવી ત્યારે તેની બેગ પર લટકાવેલી 'લાબૂબૂ' ડોલ્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઉપરાંત, એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે- તેણે પહેરેલો ડ્રેસ 14 કરોડ રૂપિયાનો હતો. વર્ષ 2023ની શરૂઆતમાં, ભારત અને પાકિસ્તાન મેચ દરમિયાન, ઉર્વશીએ દાવો કર્યો હતો કે- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી તેનો 24 કેરેટ ગોલ્ડ આઇફોન ચોરાઈ ગયો હતો. તેણે આ માટે મદદ પણ માંગી હતી. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઉર્વશી છેલ્લે 'ડાકુ મહારાજ'માં જોવા મળી હતી, જેમાં તેણે નંદમુરી બાલકૃષ્ણ સાથે કામ કર્યું હતું.

Aug 1, 2025 - 03:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow