RCBની જીતથી પ્લેઑફનાં સમીકરણ બદલાયાં:ગુજરાત ટૉપ-2ની બહાર; બેંગલુરુ-પંજાબ વચ્ચે ક્વોલિફાયર, જીતશે એ સીધું ફાઈનલમાં; GT-MI વચ્ચે એલિમિનેટર રમાશે

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL ઇતિહાસનો ત્રીજો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરીને ક્વોલિફાયર-1માં સ્થાન મેળવ્યું છે. ટીમે સિઝનની છેલ્લી લીગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. એકાના સ્ટેડિયમમાં મળેલી આ જીત સાથે RCBએ ચાલુ સિઝનના પોઇન્ટ્સ ટેબલમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. હવે ટીમ 29 મેના રોજ પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર-1 રમશે. તો ગુજરાત 30મેના રોજ મુંબઈ સામે એલિમિનેટર રમશે. RCBએ IPLમાં પોતાનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે. ટીમે 228 રનના ટાર્ગેટને 18.4 ઓવરમાં 4 વિકેટે ચેઝ કર્યો. ટીમના કેપ્ટન જિતેશ શર્માએ 33 બોલમાં નોટઆઉટ 85 રન બનાવ્યા. જ્યારે મયંક અગ્રવાલે 23 બોલમાં નોટઆઉટ 41 રનની ઇનિંગ રમી. બંનેએ 107* રનની ભાગીદારી કરી. વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા. કોહલીએ ચાલુ સિઝનમાં આઠમી અને ઓવરઓલ 63મી IPL ફિફ્ટી ફટકારી. તેણે IPLમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારવાના મામલે ડેવિડ વોર્નર (62 ફિફ્ટી)નો રેકોર્ડ તોડ્યો છે. એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બેંગલુરુએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 227 રન બનાવ્યા. કેપ્ટન રિષભ પંતે 61 બોલમાં નોટઆઉટ 118 રનની ઇનિંગ રમી. તેણે 11 ચોગ્ગા અને 8 સિક્સર ફટકાર્યા. મિચેલ માર્શ (67 રન)એ પણ ફિફ્ટી ફટકારી હતી. 2 ફોટોઝમાં જીતની ખુશી...

Jun 1, 2025 - 02:36
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow