ગુજરાતના પ્રિયાંક પંચાલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી:સોશિયલ મીડિયામાં ઇમોશનલ પોસ્ટથી જાહેરાત કરી; ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા

ગુજરાતના ભૂતપૂર્વ કેપ્ટન પ્રિયંક પંચાલે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. પ્રિયાંક પંચાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત માટે એક મજબૂત સ્તંભ બનીને રમ્યો હતો. તેણે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી અને ઘણી વાર ટીમને જીત અપાવી. તેની ટેકનિક, ધીરજે તેને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં એક વિશ્વસનીય નામ બનાવ્યું. પ્રિયાંક પંચાલે પોતાના સોશિયલ મીડિયાથી આ પોતાની નિવૃત્તિની જાણ કરી. તેણે પોસ્ટમાં લખ્યું, મોટા થતાં, દરેક વ્યક્તિ પોતાના પિતા તરફ આદરથી જુએ છે. તે તેમને આદર્શ માને છે, તેમનાથી પ્રેરિત થાય છે અને તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. હું પણ અલગ નહોતો. મારા પિતા મારા માટે લાંબા સમય સુધી શક્તિનો સ્ત્રોત હતા. તેમણે મને જે ઉર્જા આપી, તેમણે મને મારા સપનાઓને અનુસરવા, પ્રમાણમાં નાના શહેરમાંથી ઉઠીને એક દિવસ ઈન્ડિયન કેપ પહેરવાની ઇચ્છા રાખવાની હિંમત રાખવાની રીતથી હું પ્રભાવિત થયો. તેઓ ઘણા સમય પહેલાં અમને છોડીને ચાલ્યા ગયા, અને તે એક સ્વપ્ન હતું જે મેં લગભગ બે દાયકાથી, ઋતુ દર ઋતુ, આજ સુધી મારી સાથે રાખ્યું હતું. હું, પ્રિયાંક પંચાલ, તાત્કાલિક અસરથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું ઈન્ડિયા-A ટીમનું નેતૃત્વ કરી ચૂકેલા અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી રમતા આ બેટરે ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા છે. તેણે 127 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 45.18ની એવરેજથી 8,856 રન બનાવ્યા. જેમાં 29 સદી અને 34 અડધી સદીનો સામેલ છે. તે જ સમયે, તેના નામે 87 લિસ્ટ-A અને 59 T20 મેચમાં અનુક્રમે 3672 અને 1522 રન છે. આ ઉપરાંત, તેણે આ ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 16, 4 અને 4 વિકેટ પણ લીધી. એટલે કે તેણે પોતાના ડોમેસ્ટિક કરિયરમાંમાં 14,000 થી વધુ રન બનાવ્યા છે. પ્રિયાંક પંચાલે ગુજરાત માટે ઘણી મેચ વિનિંગ્સ પણ રમી પંચાલે રણજી ટ્રોફીની 2016-17 સીઝનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે 314 રનની અણનમ ઇનિંગ રમીને કુલ 1310 રન બનાવ્યા. તેની જોરદાર ઇનિંગ્સને કારણે, ગુજરાત તે સમયે વિજેતા બન્યું. તે 2015-16માં વિજય હજારે ટ્રોફી અને 2012-13 અને 2013-14માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનારી ગુજરાત ટીમના સભ્ય પણ હતો. નેશનલ ટીમ માટે પસંદ થયો, પણ તક મળી નહીં 2021માં સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી. રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા બાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.

Jun 1, 2025 - 02:36
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow