અમેરિકાના સ્ટુડન્ટ વિઝાનું જોખમ વધ્યું:ટ્રમ્પે સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ લગાવ્યો, US એમ્બેસીએ છેલ્લા 15 દિવસમાં આ 5 નોટિસ જાહેર કરી
અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે વિદેશમંત્રી માર્કો રુબિયોએ આ અંગે એક આદેશ જાહેર કર્યો. ઓર્ડરનો હેતુ દેશની યુનિવર્સિટીઓમાં યહૂદીવિરોધી અને ડાબેરી વિચારોને રોકવાનો છે. રુબિયોએ વિશ્વભરનાં અમેરિકી દૂતાવાસોને એક આદેશ જારી કરીને કહ્યું- સ્ટુડન્ટ વિઝા માટે નવા ઇન્ટરવ્યૂ શિડ્યૂલ ન કરે, કારણ કે ટ્રમ્પ સરકાર અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની તપાસને વધુ કડક કરવા જઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું- તાત્કાલિક અસરથી કોન્સ્યુલર વિભાગ આગળની માર્ગદર્શિકા જારી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર (F, M અને J) વિઝા માટે નવી એપોઈન્ટમેન્ટનીમંજૂરી ના આપે. જોકે પહેલેથી શિડ્યૂલ કરેલા ઇન્ટરવ્યૂ થઈ શકે છે, પરંતુ યાદીમાં નવી એપોઈન્ટમેન્ટ સામેલ કરવી નહીં. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે વિશ્વભરના અમેરિકી કોન્સ્યુલેટ્સને એક નવો નિર્દેશ જાહેર કર્યા છે. આ હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (F), વ્યાવસાયિક (M) અને અને એક્સચેન્જ વિઝિટર (J) વિઝા ઇન્ટરવ્યૂ માટે નવી એપોઈન્ટમેન્ટ પર રોક લગાવવામાં આવી છે. આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની એક મોટી યોજનાનો ભાગ છે. જો વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે જ છોડી દેશે તો તેના વિઝા રદ કરાશે ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે જો કોઈ વિદેશી વિદ્યાર્થી જાણ કર્યા વિના કોર્સ છોડી દે છે, વર્ગમાં હાજરી ન આપે અથવા અભ્યાસ અધવચ્ચે જ છોડી દે, તો તેનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે. યુએસ એમ્બેસીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી, "જો તમે ડ્રોપ આઉટ કર્યું, ક્લાસ સ્કિપ કર્યા હોય અથવા તમારી સ્કૂલને જાણ કર્યા વિના સ્ટડી પ્રોગ્રામ છોડી દો છો તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે છે અને તમે ભવિષ્યમાં યુ.એસ.વિઝા માટેની પાત્રતા ગુમાવી શકો છો. કોઈપણ સમસ્યાને ટાળવા માટે હંમેશાં તમારા વિઝાની શરતોનું પાલન કરો અને તમારા વિદ્યાર્થી દરજ્જાને જાળવી રાખો." આ પહેલાં પણ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓ અને અમેરિકા જતા લોકો પર પડે છે. હાર્વર્ડ સામે કાર્યવાહી હાલમાં ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP) સર્ટિફિકેશનને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેશન વિના હાર્વર્ડ નવા વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપી શકતું નથી અને હાલમાં લગભગ 7,000 વિદેશી વિદ્યાર્થીએ અન્ય યુનિવર્સિટીઓમાં ટ્રાન્સફર કરવું પડશે, નહીં તો તેમના વિઝા સ્ટેટસ જોખમમાં મુકાશે. ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડના 2.2 બિલિયન ડોલર ફેડરલ ગ્રાન્ટ અને 450 મિલિયન ડોલર વધારાના ભંડોળને સ્થગિત કરી દીધું છે. વહીવટીતંત્રે યુનિવર્સિટીને ડાઇવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લુઝન (DEI) કાર્યક્રમો બંધ કરવા, પ્રવેશ નીતિઓ બદલવા અને મધ્યપૂર્વ સંબંધિત કેટલાક શૈક્ષણિક કાર્યક્રમોને ઓડિટની માગ કરવામાં આવી હતી, જેને હાર્વર્ડે નકારી કાઢી હતી. જો તમે ખોટું જણાવો છો તો પ્રતિબંધ લાગી શકે છે ભારતમાં યુએસ દૂતાવાસે 22 મેના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યુ હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે "ગુનાહિત સજા તમને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાથી કાયમ માટે રોકી શકે છે. નાના ગુનાઓ પણ વિઝા અસ્વીકારને ટ્રિગર કરી શકે છે. કોન્સ્યુલર અધિકારીઓને તમારા ગુનાહિત બેકગ્રાઉન્ડ સુધી પહોંચ છે અને તેઓ ભૂતકાળનાં ઉલ્લંઘનો અથવા ધરપકડોની તપાસ કરશે."નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તમારી અરજી અને તમારા ઇન્ટરવ્યૂમાં સત્ય જણાવો, જો તમે ખોટું જણાવો છો તો તમારા પર પ્રતિબંધ લાગી શકે છે. ભારતીય ટ્રાવેલ એજન્સીઓ પર બેન 20 મેના રોજ યુએસ એમ્બેસીએ એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરીને ટ્રાવેલ એજન્સીઓને ચેતવણી આપી હતી. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું, "યુનાઇટેડ સ્ટેટ્સ એવા લોકો માટે જવાબદારીને પ્રોત્સાહન આપે છે જેઓ સંવેદનશીલ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનું શોષણ કરે છે, તેમનો શિકાર કરે છે અને પૈસા કમાય છે. વિદેશ વિભાગ ભારતમાં કાર્યરત ટ્રાવેલ એજન્સીઓના માલિકો, અધિકારીઓ અને સિનિયર કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધો લાદી રહ્યું છે, જેઓ જાણીજોઈને સંવેદનશીલ ઇમિગ્રન્ટ્સનું શોષણ કરીને પૈસા કમાય છે. અમેરિકાની યાત્રા પર આ રીતે પ્રતિબંધ લાગી શકે છે 17 મેના રોજ યુએસ એમ્બેસીએ એક નોટિફિકેશન જારી કરીને કહ્યું, "જો તમે તમારા અધિકૃત સમયગાળા કરતાં વધુ સમય માટે યુએસમાં રહો છો, તો તમને દેશનિકાલ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી પર કાયમી પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે." વિઝા છેતરપિંડી પર કાર્યવાહી કરવામાં આવશે 15 મેના રોજ યુએસ એમ્બેસીએ કહ્યું, "યુએસ સરકારે છેતરપિંડીનો સામનો કરવા અને ગેરકાયદે ઇમિગ્રેશનને દૂર કરવા માટે એક ઇન્ટર-એજન્સી પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. વિઝા છેતરપિંડીના દોષિત ઠરનારાઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા પર કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડશે. નવી વિઝા પ્રતિબંધ નીતિઓ ગેરકાયદે ઇમિગ્રેશનને સરળ બનાવતી વ્યક્તિઓ અને વિદેશી સરકારોને લાગુ પડે છે." રાષ્ટ્રપતિ ટ્રમ્પના દેશનિકાલના આદેશો હેઠળ જાન્યુઆરી 2025થી અમેરિકાએ લગભગ 700 ભારતીયને નવી દિલ્હી મોકલી દીધા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, અમેરિકામાંથી 682 ભારતીય નાગરિકને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટા ભાગના લોકો ગેરકાયદે રીતે દેશમાં ઘૂસ્યા હતા.

What's Your Reaction?






