દિશા પટણીની હોલિવૂડમાં એન્ટ્રી:હોરર-એક્શન ફિલ્મ 'હોલીગાર્ડ્સ' થી ડેબ્યૂ કરશે, ઓસ્કર વિજેતા ડિરેક્ટર સાથે કામ કરશે

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી હવે હોલિવુડમાં પણ એક્ટિંગના ઓજસ પાથરવા માટે તૈયાર છે. દિશા ટૂંક સમયમાં સુપરનેચરલ એક્શન-થ્રિલર ફિલ્મ 'હોલિગાર્ડ્સ'માં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ સાથે, ઓસ્કર વિજેતા દિગ્દર્શક કેવિન સ્પેસી લગભગ બે દાયકા પછી ડિરેક્શનમાં પાછા ફરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ મેક્સિકોમાં થયું છે અને તેમાં ઘણા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ જોવા મળશે. દિશા સાથે, આ ફિલ્મમાં ડોલ્ફ લુંડગ્રેન, ટાયરેસ ગિબ્સન અને બ્રિઆના હિલડેબ્રાન્ડ પણ મુખ્ય ભૂમિકામાં છે. 'હોલીગાર્ડ્સ' એ 'સ્ટેટીગાર્ડ્સ વર્સિસ હોલીગાર્ડ્સ' નામની ફ્રેન્ચાઇઝીનો ભાગ છે. આ ફિલ્મ એક્શન, હોરર અને અલૌકિક તત્વો(સુપર નેચરલ એલિમેન્ટ્સ) થી ભરપૂર હશે. પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન જ ફિલ્મ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શૂટિંગ દરમિયાન દિશાનો ફોટો વાયરલ થયો હતો થોડા સમય પહેલા દિશા પટણીનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટો મેક્સિકોના દુરાંગોનો હતો, જ્યાં ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું. ઇન્ડસ્ટ્રીના એક સૂત્રના જણાવ્યા અનુસાર, 'દિશા આ વર્ષે જાન્યુઆરીમાં મેક્સિકોમાં હતી. તેણે ટાયરેસ ગિબ્સન અને હેરી ગુડવિન્સ સાથે શોના પાઇલટ શોનું શૂટિંગ કર્યું હતું. તેણે જે દૃશ્યો શૂટ કર્યા છે તે વિઝ્યુઅલી રીતે અદભુત છે.' દિશા પહેલાથી જ એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ કરી ચૂકી છે. દિશાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ નથી. આ પહેલા તે જેકી ચેન સાથે 'કુંગ ફુ યોગા'માં પણ જોવા મળી હતી. હોલિવૂડ પ્રોજેક્ટની સાથે, દિશા હાલમાં 'વેલકમ ટુ ધ જંગલ' ની તૈયારી કરી રહી છે, જે વર્ષ 2025 માં રિલીઝ થશે. દિશા પટણીએ પોતાની ફિલ્મી સફર સાઉથ ઇન્ડસ્ટ્રીથી શરૂ કરી હતી. તેણે 2015 માં તેલુગુ ફિલ્મ 'લોફર' થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી, તેમને 2016 માં હિન્દી સિનેમામાં બ્રેક મળ્યો, જ્યારે તે 'એમ.એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' માં સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે પ્રિયંકા ઝાનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. તેણે 2017 માં જેકી ચેન સાથે આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'કુંગ ફુ યોગા' માં પણ કામ કર્યું હતું. આ પછી, દિશા 'બાગી 2' (2018) માં ટાઇગર શ્રોફ સાથે ધમાકેદાર એક્શનમાં જોવા મળી. ત્યારબાદ 2019 માં, તે સલમાન ખાન સાથે ફિલ્મ 'ભારત' માં જોવા મળી. દિશાએ 2020 માં આવેલી ફિલ્મ 'મલંગ' માં એક મજબૂત પાત્ર ભજવ્યું હતું. દિશા 2024 માં બે મોટી ફિલ્મો - 'કલ્કિ 2898 એ.ડી.' અને 'કાંગુઆ' માં પણ જોવા મળી હતી.

Jun 1, 2025 - 02:42
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow