બોટાદનાં ખસ રોડપરના વિસ્તારમાં સાયરન વાગ્યું અને બ્લેક આઉટ:રાત્રે 8:45 વાગ્યે શાયરન વાગતાં લોકોએ સ્વયંભૂ બ્લેક આઉટનું પાલન કર્યું
બોટાદ શહેરમાં ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. મોકડ્રિલ સાંજે 4:30 કલાકે શરૂ થઈ હતી. રાત્રે 8:45 કલાકે ખસ રોડ વિસ્તારમાં શાયરન વગાડવામાં આવી. શાયરન વાગતાની સાથે જ વિસ્તારમાં બ્લેક આઉટ થયો. નાગરિકોએ તરત જ પોતાના ઘરોની લાઈટો બંધ કરી દીધી. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ પણ વાહનોની લાઈટો બંધ કરી. આ મોકડ્રિલ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોની તત્પરતા ચકાસવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તંત્ર અને નાગરિકો વચ્ચે સારું સંકલન જોવા મળ્યું. નાગરિકોએ મોકડ્રિલમાં સંપૂર્ણ સહયોગ આપ્યો.

What's Your Reaction?






