વાડીનારમાં ઓપરેશન શિલ્ડની હવાઈ હુમલાની મોકડ્રિલ:16 ઘાયલોને બચાવી લેવાયા, કોસ્ટ ગાર્ડ અને સુરક્ષા એજન્સીઓએ "ઓપરેશન શિલ્ડ" સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની રેસિડેન્શિયલ કોલોની પર કલ્પિત હવાઈ હુમલાની જાણકારી બપોરે પાંચ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને મળી. સાયરન વાગતાં જ વાડીનારના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થળે ખસી ગયા. સી.આઈ.એસ.એફ, કોસ્ટ ગાર્ડ, પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક અને મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. કલ્પિત હુમલામાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી. વાડીનાર પ્રાથમિક શાળામાં હંગામી હોસ્પિટલ ઊભી કરવામાં આવી. મોકડ્રિલમાં 16 ઘાયલ નાગરિકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત યોજાયેલી આ મોકડ્રિલમાં તમામ સુરક્ષા એજન્સીઓએ સંકલિત રીતે કામગીરી કરી. રાત્રે 7:45 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું. આ મોકડ્રિલથી કટોકટીની પરિસ્થિતિમાં

What's Your Reaction?






